અમદાવાદીઓએ જાણવુ જરૂરી, AMC નો મોટો નિર્ણય, હવે આ જાહેર સ્થળોનું સંચાલન ખાનગી કોન્ટ્રાક્ટરને સોંપાશે

|

Aug 04, 2022 | 8:20 AM

જો કે મહાનગરપાલિકાના (AMC) આ નિર્ણયને વિરોધપક્ષે તઘલખી ગણાવ્યો છે. સાથે જ મનપાના આ નિર્ણયને કમાણીનું વધુ એક સાધન બનાવ્યું હોવાના પણ આક્ષેપ થઈ રહ્યા છે.

અમદાવાદીઓએ જાણવુ જરૂરી, AMC નો મોટો નિર્ણય, હવે આ જાહેર સ્થળોનું સંચાલન ખાનગી કોન્ટ્રાક્ટરને સોંપાશે
AMC party plot

Follow us on

અમદાવાદના (Ahmedabad) મધ્ય, ઉત્તર અને પૂર્વ ઝોનના પાર્ટી પ્લોટ હોલ, કોમ્યુનિટી સેન્ટર, ઓપન એર થિયેટર, પિકનિક હાઉસનું ટેન્ડર (Tender) બહાર પાડવામાં આવ્યું છે.આગામી દિવસોમાં આ તમામનું સંચાલન ખાનગી કોન્ટ્રાક્ટરને (Contractor) સોંપવામાં આવશે તેવો નિર્ણય અમદાવાદ મહાનગરપાલિકાએ કર્યો છે.અત્યાર સુધી AMC (Ahmedabad  Municipal Corp) દ્વારા પાર્ટી પ્લોટનું સંચાલન થતું હતું પરંતુ ટેન્ટર પ્રક્રિયા બાદ હોલનું સંચાલન ખાનગી કોન્ટ્રાક્ટરને સોંપવામાં આવશે. ટેન્ટર મળ્યાના 3 વર્ષ માટે ખાનગી સંસ્થા કે કોન્ટ્રાક્ટરને સંચાલન સોંપવામાં આવશે. મહાનગરપાલિકાના આ નિર્ણયને વિરોધપક્ષે તઘલખી ગણાવ્યો છે. સાથે જ મનપાના આ નિર્ણયને કમાણીનું વધુ એક સાધન બનાવ્યું હોવાના પણ આક્ષેપ થઈ રહ્યા છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

વંદેમાતરમ રોડની સ્થિતિ ખૂબ જ ખસ્તા…!

બીજી તરફ ભારે વરસાદે (Ahmedabad)  AMC ની પોલ ખોલી નાખી છે.વરસાદ પહેલા ખરાબ રસ્તાઓને પૂર્વવત કરીને કે પછી રસ્તા ન હોય ત્યાં રસ્તો બનાવવાના દાવા આયોજન અમદાવાદ મહાનગરપાલિકાએ કર્યા હતા. પરંતુ આ દાવાઓ ફક્ત દાવા જ સાબિત થઈ રહ્યા છે. શહેરના મોટાભાગના વિસ્તારોમાં રસ્તાઓ (Roads)  વરસાદી પાણીમાં ધોવાઈ ગયા છે.આવો જ એક વિસ્તાર એઠલે ગોતા. જ્યાં વંદેમાતરમ રોડની સ્થિતિ ખૂબ જ ખસ્તા થઈ ગઈ છે.વંદે માતરમ રોડ ઉપર છેલ્લા એક વર્ષથી પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે.કોર્પોરેશને અહીં બોર્ડ પર પ્રિમોન્સૂન પ્લાનિંગ પૂર્ણ કરી દેવામાં આવ્યું હોવાની સૂચના લખી છે, પરંતુ એક તરફનો રસ્તો એકદમ બિસ્માર છે. હવે વરસાદ (Rain) પછી બીજી તરફનો રસ્તો પણ ધોવાઈ ગયો છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે વારંવારની રજૂઆત પછી પણ તંત્ર તરફથી કોઈ જ નક્કર કાર્યવાહી કરવામાં નથી આવી.

Next Article