કચ્છમાં ધોળાવીરા નજીકના ચિત્રોડ રેલ્વે સ્ટેશનની આધુનિકીકરણની કામગીરી શરૂ

|

Sep 27, 2021 | 8:19 AM

ધોળાવીરાને જોડતા ચિત્રોડ રેલવે સ્ટેશનના આધુનિકરણની કામગીરી હાથ ધરવામાં આવી છે.હાલ અહીં ઇલેક્ટ્રીક રેલવે લાઇન, ફોરલેન ટ્રેક, રેલવે પ્લેટફોર્મ અને આધુનિક રેલવે બ્રિજ સહિતની સુવિધાઓ ઉભી કરવામાં આવી રહી છે.

ગુજરાતના(Gujarat)કચ્છમાં(Kutch) આવેલા ધોળાવીરાને(Dholavira)વર્લ્ડ હેરિટેજનો(World Heritage) દરજ્જો મળતા વિકાસના કામોને વેગ મળ્યો છે. જેમાં ધોળાવીરાને જોડતા ચિત્રોડ રેલવે સ્ટેશનના આધુનિકીકરણની કામગીરી હાથ ધરવામાં આવી છે.હાલ અહીં ઇલેક્ટ્રીક રેલવે લાઇન, ફોરલેન ટ્રેક, રેલવે પ્લેટફોર્મ અને આધુનિક રેલવે બ્રિજ સહિતની સુવિધાઓ ઉભી કરવામાં આવી રહી છે.

આ કામગીરી પૂર્ણ થતા જ તેનો સીધો લાભ ચિત્રોડના નાગરિકોને મળશે.મહત્વપૂર્ણ છે કે ચિત્રોડ અંગ્રેજોના શાસનકાળથી ચાલતું રેલવે સ્ટેશન છે.જેનો હાલ જિર્ણોદ્ધાર થઇ રહ્યો છે.ત્યારે સ્થાનિકોને આશા બંધાઇ છે કે ચિત્રોડ સહિત ધોળાવીરાના વિકાસનો નવો માર્ગ ખુલશે અને રોજગારીની તકો પણ વધશે.

હડપ્પન યુગમાં વિકસેલા ધોળાવીરા શહેરના પુરાતન સ્થળ ધોળાવીરાને યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન મળ્યું છે. ધોળાવીરા એ ગુજરાતની ચોથી અને ભારતની 40મી હેરિટેજ સાઇટ બની છે. હેરિટેજ સાઇટ તરીકે દરજ્જો મેળવનારી ભારતની પ્રાચીન સિંધુ ખીણ સંસ્કૃતિ (Indus Valley Civilisation)નું પ્રથમ સ્થળ છે.

ઉલ્લેખનીય છે કે, યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ કમિટીના 44માં અધિવેશનમાં 27 જુલાઈના રોજ હડપ્પન યુગના મહાનગર ધોળાવીરાને વર્લ્ડ હેરિટેજ સાઇટની યાદીમાં સમાવવામાં આવ્યું છે

ધોળાવીરા એ સિંધુ ખીણની સંસ્કૃતિ અથવા હડપ્પન સંસ્કૃતિના બે સૌથી મોટા નોંધપાત્ર ખોદકામમાંથી એક છે જે 4500 વર્ષથી પણ જૂનું છે. જ્યારે અન્ય સાઇટ લોથલ પ્રમાણમાં જાણીતી અને સરળતાથી પહોંચી શકાય તેવી છે.

આ પણ વાંચો :  મહીસાગરના કડાણા ડેમને હાઇએલર્ટ પર મુકાયો, 118 ગામોને એલર્ટ કરાયા

આ પણ વાંચો : ગુજરાત વિધાનસભાના બે દિવસના ચોમાસું સત્રનો આજથી પ્રારંભ,નવી સરકારની પરીક્ષા

Published On - 8:13 am, Mon, 27 September 21

Next Video