KKR vs MI: રોહિત શર્મા IPL માં ઉમેશ યાદવ સામે લાચાર, વધુ એકવાર ‘હિટમેન’ નો ફ્લોપ શો

|

Apr 07, 2022 | 8:11 AM

મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) એ પ્રથમ મેચમાં જ 41 રન બનાવ્યા હતા, ત્યારપછીની બે મેચમાં તે ખરાબ રીતે ફ્લોપ રહ્યો હતો.

KKR vs MI: રોહિત શર્મા IPL માં ઉમેશ યાદવ સામે લાચાર, વધુ એકવાર હિટમેન નો ફ્લોપ શો
Rohit Sharma કોલકાતા સામે સસ્તામાં વિકેટ ગુમાવી બેઠો હતો

Follow us on

ભારતીય ક્રિકેટ ટીમનો ફાસ્ટ બોલર ઉમેશ યાદવ (Umesh Yadav) IPL 2022 ની સિઝનમાં એક નવી તાકાત બનીને ઉભરી આવ્યો છે. કોલકાતા નાઈટ રાઈડર્સ તરફથી રમતી વખતે ઉમેશ પાવરપ્લેમાં સતત વિકેટો લઈ રહ્યો છે, જે KKR ના શાનદાર પ્રદર્શનની અસર પણ દર્શાવે છે. બીજી તરફ રોહિત શર્મા (Rohit Sharma) છે, જેનું બેટ આ સિઝનમાં પોતાની તાકાત દેખાડી શક્યું નથી અને આવી સ્થિતિમાં તેની ટીમ મુંબઈ ઈન્ડિયન્સ પણ દમ તોડી રહી છે. આવી સ્થિતિમાં જ્યારે આ બંને ખેલાડીઓ ટકરાયા ત્યારે વર્તમાન ફોર્મની અસર મેદાન પર જોવા મળી હતી. બુધવાર, 6 એપ્રિલે, કોલકાતા અને મુંબઈ (KKR vs MI) વચ્ચે આ સિઝનમાં પ્રથમ મુકાબલો થયો હતો અને ઉમેશ યાદવે આ બે દિગ્ગજો વચ્ચેની મેચ જીતી હતી.

દિલ્હી કેપિટલ્સમાં રહીને છેલ્લી આખી સિઝન બેન્ચ પર વિતાવનાર ઉમેશ યાદવ આ સિઝનમાં તે અપમાનનો હિસાબ બરાબર કરી રહ્યો હોય તેવું લાગે છે. કોલકાતા નાઈટ રાઈડર્સમાં તેની વાપસી સાથે, ઉમેશ યાદવ તેની જૂની શૈલીમાં પાછો ફર્યો, જે તેણે થોડા વર્ષો પહેલા KKR સાથે બતાવ્યો હતો. આ સિઝનમાં ઉમેશ પાવરપ્લેમાં સતત વિકેટ લઈ રહ્યો છે અને મુંબઈ ઈન્ડિયન્સ સામે તેણે આ ટ્રેન્ડ ચાલુ રાખ્યો અને આ વખતે ટીમ ઈન્ડિયામાં તેનો કેપ્ટન રોહિત શર્મા તેનો શિકાર બન્યો.

ઉમેશ સામે લાચાર રોહિત

બેટથી સતત સંઘર્ષ કરી રહેલો રોહિત શર્મા પણ ટીમના પ્રદર્શનને લઈને દબાણમાં જોવા મળી રહ્યો છે. આવી સ્થિતિમાં, જ્યારે તેણે ફોર્મમાં રહેલા ઉમેશ યાદવનો સામનો કર્યો, તો પરિણામ તે જ આવ્યું, જેની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી હતી. ઉમેશે KKR માટે શરૂઆત કરી જે પહેલા બોલિંગ કરવા માટે આવ્યો. પ્રથમ ઓવરમાં જ તેણે રોહિતને ઘણી વખત પરેશાન કર્યો હતો. ત્યારપછી જ્યારે ઉમેશ તેની બીજી ઓવર લઈ પાછો ફર્યો ત્યારે તેણે રોહિતની ઇનિંગ્સનો અંત લાવીને જ અંતિમ શ્વાસ લીધા હતા.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

ઉમેશ સામે સતત પરેશાન દેખાતા રોહિત (3 રન, 12 બોલ) ને ઝડપી શોર્ટ બોલ પુલ કરવાની તક દેખાઈ હતી, પરંતુ તે તેમાં સફળ થયો ન હતો અને વિકેટ પાછળ ઉંચો કેચ આપ્યો હતો. આ રીતે ઉમેશ યાદવે IPL માં પાંચમી વખત રોહિતની વિકેટ મેળવી.

પાવરપ્લેમાં તબાહી મચાવતો ઉમેશ

જ્યાં સુધી ઉમેશના પ્રદર્શનની વાત છે, ઉમેશની આ 51મી વિકેટ હતી, જે IPLમાં પાવરપ્લેમાં સૌથી વધુ વિકેટ લેનારા બોલરમાંથી એક છે. આ સિઝનમાં તે અત્યાર સુધી રમેલી ચારેય મેચોમાં તેણે પાવરપ્લેમાં એક અથવા વધુ વિકેટ લીધી છે. આ જ કારણ છે કે તે પર્પલ કેપની રેસમાં સૌથી આગળ છે. અત્યાર સુધીમાં તેના નામે 9 વિકેટ આવી છે. તે જ સમયે, પ્રથમ મેચમાં 41 રન બનાવ્યા બાદ, રોહિત શર્મા આગામી બે ઇનિંગ્સમાં નિષ્ફળ રહ્યો છે અને માત્ર 13 રન જ બનાવી શક્યો છે.

 

આ પણ વાંચો : KKR vs MI: રોહિત શર્મા IPL માં ઉમેશ યાદવ સામે લાચાર, વધુ એકવાર ‘હિટમેન’ નો ફ્લોપ શો

આ પણ વાંચો : Sabarkantha: હિંમતનગરમાં કોંગ્રેસ, પાટીદાર અને રાજપૂત અગ્રણીઓ ભાજપમાં જોડાયા, સીઆર પાટીલે કરાવ્યા કેસરીયા

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

 

Published On - 8:53 pm, Wed, 6 April 22

Next Article