જુનાગઢમાં કમિશ્નર ઓફીસ બહાર ગાર્ડ અને અરજદાર વચ્ચે ઘર્ષણ થયું, અરજદારે ગાર્ડની રિવોલ્વર ઝુંટવાની કોશિશ કરી

જુનાગઢમાં કમિશ્નર ઓફીસ બહાર ગાર્ડ અને અરજદાર વચ્ચે ઘર્ષણ થયું, અરજદારે ગાર્ડની રિવોલ્વર ઝુંટવાની કોશિશ કરી

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 04, 2021 | 6:53 PM

અરજદારે વોટર શાખામાં ભૂતિયા નળ અંગે માહિતી માગી હતી અને અરજદારને યોગ્ય માહિતી ન અપાઈ હોવાનો આક્ષેપ કર્યો હતો.

JUNAGADH : જૂનાગઢ મહાનગરપાલિકાના કમિશ્નરની ઓફિસની બહાર ઘર્ષણ સર્જાયું હોવાના દ્રશ્યો સામે આવ્યા છે.પોલીસ ગાર્ડે અરજદારને કમિશ્નર પાસે ન જવા દેતા બબાલ સર્જાઈ હતી અને ઘર્ષણ થતા અરજદારે આવેશમાં પોલીસ ગાર્ડની બંદૂક ઝૂંટવાનો પ્રયાસ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે અરજદારે વોટર શાખામાં ભૂતિયા નળ અંગે માહિતી માગી હતી અને અરજદારને યોગ્ય માહિતી ન અપાઈ હોવાનો આક્ષેપ કર્યો હતો. જેના પગલે વોટર શાખાના અધિકારીઓ અરજદારને કમિશનર પાસે લઇ જતા હતા. તે દરમિયાન ગાર્ડે અરજદારને મનપા કમિશનરને ન મળવા દેતા મામલો બગડયો હતો અને ઘર્ષણ સર્જાયું હતું.

આ પણ વાંચો : ભારતમાં ઝડપથી વધી રહ્યો છે વેક્સીનેશનનો ગ્રાફ, આરોગ્ય મંત્રી માંડવિયાએ કહ્યું- દેશના 70 ટકા લોકોને મળ્યો પ્રથમ ડોઝ

આ પણ વાંચો : જામનગર મહિલા સહકારી બેંકના જનરલ મેનેજર તરીકે સૌપ્રથમ વખત મહિલા અધિકારીની નિમણૂંક

Published on: Oct 04, 2021 06:53 PM
g clip-path="url(#clip0_868_265)">