પાકિસ્તાનના કરાંચીમાં તાત્કાલિક ઉતારવુ પડ્યુ ભારતનું વિમાન, બે સપ્તાહમાં બની બીજી ઘટના

આજે વધુ એક ભારતીય ફ્લાઇટને પાકિસ્તાનના કરાચીના એરપોર્ટ પર લેન્ડિંગ કરાવવી પડી હતી. ઈન્ડિગોનું આ પ્લેન શારજાહથી હૈદરાબાદ આવી રહ્યું હતું. ઉડાન દરમિયાન ઉંચાઈ પર જ પાયલોટને ફ્લાઈટમાં ટેકનિકલ ખામી હોવાની જાણ થઈ હતી.

પાકિસ્તાનના કરાંચીમાં તાત્કાલિક ઉતારવુ પડ્યુ ભારતનું વિમાન, બે સપ્તાહમાં બની બીજી ઘટના
ઈન્ડિગોની ફ્લાઈટનું કરાંચીમાં ઈમરજન્સી લેન્ડિંગ
Image Credit source: PTI
| Edited By: | Updated on: Jul 17, 2022 | 11:29 AM

આજે વધુ એક ભારતીય ફ્લાઇટને પાકિસ્તાનના કરાંચી (Karachi) ના એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ  (Emergency Landing) રાવવી પડી હતી.. ઈન્ડિગો (Indigo)ની આ ફ્લાઈટ શારજાહથી હૈદરાબાદ આવી રહી હતું. આકાશની વચ્ચે ઉડાન દરમિયાન જ પાઇલટને ટેકનિકલ ખામી હોવાની જાણ થઈ હતી.. ત્યરાબાદ ત્વરીત નિર્ણય લઈ ફ્લાઈટને સુરક્ષિત રીતે કરાંચી ઍરપોર્ટ પર ઉતારવામાં આવી હતી. પાયલોટ દ્વારા વિમાનમાં ટેકનિકલ ખામીની સૂચના મળતા જ ઈન્ડિંગોની શારજાહ-હૈદરાબાદ ફ્લાઈટને પાકિસ્તાનના કરાચીમાં ડાયવર્ટ કરવામાં આવી હતી. લેન્ડિંગ બાદ ઍરપોર્ટ પર પ્લેનની તપાસ કરવામાં આવી રહી છે. જેને પગલે એરલાઇન કંપની એક વિમાન કરાંચી મોકલવાની તૈયારી કરી રહી છે.

બે સપ્તાહમાં ઈમરજન્સી લેન્ડિંગની સતત બીજી ઘટના

બે સપ્તાહમાં કરાચી એરપોર્ટ પર ઉતરનાર આ બીજું ભારતીય વિમાન છે. અગાઉ 5 જુલાઈએ પણ સ્પાઈસ જેટનું એક વિમાન કરાચીમાં લેન્ડ થયું હતું. તેમાં પણ ટેકનિકલ ખામી સર્જાયા બાદ ઈમરજન્સી લેન્ડિંગનો નિર્ણય લેવામાં આવ્યો હતો. દિલ્હીથી દુબઈ જતી સ્પાઈસ જેટની ફ્લાઈટ ફ્યુઅલ ઈન્ડિકેટરમાં ખામીને કારણે કરાચી ડાયવર્ટ કરવામાં આવી હતી.

ઈન્ડિગો એરલાઈન્સે એક નિવેદન જાહેર કરીને કહ્યું હતું કે, “શારજાહ-હૈદરાબાદ ફ્લાઈટના પાઈલટને વિમાનમાં ટેકનિકલ ખામી જણાયા પછી તકેદારીના ભાગરૂપે વિમાનને પાકિસ્તાનના કરાચી શહેર તરફ વાળવામાં આવ્યું હતું. મુસાફરોને હૈદરાબાદ લાવવા માટે વધારાની એક ફ્લાઈટ કરાચી મોકલવામાં આવી રહી છે.

 

 

સ્પાઈસ જેટનું વિમાન પણ કરાચીમાં ઉતર્યું હતું

પાકિસ્તાનના એક અધિકારીએ જણાવ્યું હતું કે, પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સના એન્જિનિયરોએ સ્પાઇસજેટના ક્રૂ મેમ્બરો સાથે ટેકનિકલ ખામી શોધવા અને તેને ઠીક કરવા માટે કામ કર્યું હતું. પ્લેનના લાઈટ ઈન્ડિકેટર મશીનરીમાં ખામી હતી, પરંતુ તેને તાત્કાલિક ઠીક કરી શકાયું ન હતું, તેથી મુસાફરોને દુબઈ લઈ જવા માટે અન્ય પ્લેનની વ્યવસ્થા કરવામાં આવી હતી. વિમાનમાં લગભગ 150 મુસાફરો સવાર હતા, જેમના ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. સ્પાઈસજેટનું બીજું પ્લેન મુંબઈથી કરાચી મોકલવામાં આવ્યું હતું, જેમાંથી મુસાફરોને દુબઈ મોકલવામાં આવ્યા હતા.

અન્ય કેટલાક એરક્રાફ્ટમાં પણ સમસ્યા આવી હતી

તે જ સમયે, આ પહેલા પણ કેટલાક વિમાનોમાં ખામી સામે આવી છે. જૂલાઈની શરૂઆતમાં, બેંગકોકથી આવતી વિસ્તારાની ફ્લાઈટ દિલ્હી ઍરપોર્ટ પર આવ્યા બાદ તેનુ એક એન્જિન ખરાબ થઈ ગયુ હતુ. જો કે તમામ મુસાફરો વિમાનમાંથી સુરક્ષિત રીતે ઉતરી ગયા હતા. વિસ્તારા એરલાઈને સમગ્ર ઘટના અંગે જણાવ્યું હતું કે ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતર્યા બાદ એન્જિનમાં ઈન્ટીગ્રેટેડ ડ્રાઈવ જનરેટરમાં નાની ખામી સર્જાઈ હતી.

Published On - 9:33 am, Sun, 17 July 22