Gujarat weather: આગામી સમયમાં પડશે કડકડતી ઠંડી, આજે સાંજે આ શહેરો થઈ જશે ઠંડાગાર, જાણો આજે કેવો રહેશે મોસમનો મિજાજ

|

Dec 22, 2022 | 10:02 AM

દિવસના તાપમાનમાં (Temperature) કોઇ ફેરફાર નહીં થાય પરંતુ પાટણ , નલિયા સહિતના કેટલાક શહેરોમાં રાત્રિના તાપમાનનો પારો 12 ડિગ્રી સુધી પહોંચવાની વકી છે.  વિવિધ જિલ્લામાં રાત્રિનું તાપમાન ઘટવાની વકી છે.  

Gujarat weather:  આગામી સમયમાં પડશે કડકડતી ઠંડી, આજે સાંજે આ શહેરો થઈ જશે ઠંડાગાર, જાણો આજે કેવો રહેશે મોસમનો મિજાજ
Gujarat Weather

Follow us on

ગુજરાતમાં આગામી દિવસોમાં લોકોએ કડકડતી ઠંડીનો સામનો કરવો પડી શકે છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં રાત્રિના તાપમાનમાં 2 થી 4 ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા વ્યક્ત કરી છે. ઉત્તરી પવન ફૂંકાવાને કારણે તાપમાનનો પારો ગગડી શકે છે. પરિણામે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કેટલાક સ્થળોએ 4 ડિગ્રી જેટલું રાત્રિ તાપમાન ઘટી શકે છે. જો કે દિવસના તાપમાનમાં કોઇ ફેરફાર નહીં થાય પરંતુ પાટણ , નલિયા સહિતના કેટલાક શહેરોમાં રાત્રિના તાપમાનનો પારો 12 ડિગ્રી સુધી પહોંચવાની વકી છે.  વિવિધ જિલ્લામાં  રાત્રિનું તાપમાન ઘટવાની વકી છે.

અમદાવાદીઓ ઠૂંઠવાશે , સાંજ પડતા જામશે ઠંડી

અમદાવાદમાં આજે મહત્તમ તાપમાન 32 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી અનુભવાશે. અમરેલીમાં મહત્તમ તાપમાન 34 ડિગ્રી તથા ન્યૂનત્તમ તાપમાન 18 ડિગ્રી રહેશે. રાજ્યમાં ધીરે ધીરે શિયાળો જમાવટ કરી રહ્યો છે ત્યારે મોડી સાંજથી ઠંડીનો અનુભવ થશે. તો આણંદમાં મહત્તમ તાપમાન 32 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન ડિગ્રી 15 અનુભવાશે. જ્યારે અરવલ્લીમાં પણ મહત્તમ તાપમાન 31 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી અનુભવાશે. જ્યારે બનાસકાંઠામાં મહત્તમ તાપમાન 29 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 12 ડિગ્રી અનુભવાશે. તો ભરૂચમાં મહત્તમ તાપમાન 33 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી અનુભવાશે.

દાહોદમાં મહત્તમ તાપમાન 31 ડિગ્રી અનુભવાશે. તો ન્યૂનતમ તાપમાન 15 ડિગ્રી રહેશે. તો બોટાદનું મહત્તમ તાપમાન 33 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી અનુભવાશે. જ્યારે ભાવનગરમાં મહત્તમ તાપમાન 31 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી અનુભવાશે. જ્યારે છોટા ઉદેપુરમાં મહત્તમ તાપમાન 32 ડિગ્રી તથા ન્યૂનતમ તાપમાન 16 રહેશે.

અભિનેતાએ 26 વર્ષ નાની યુવતી સાથે લગ્ન કર્યા છે, જુઓ ફોટો
Husband Wife : શા માટે પત્નીએ હંમેશા પતિની ડાબી બાજુ સૂવું જોઈએ?
દાદીમાની વાતો : શા માટે સાંજે પૈસાની લેવડદેવડ ન કરવી જોઈએ?
Electric Shock in Human Body: કેમ કોઈ માણસ કે વસ્તુને અડવાથી કરંટ લાગે છે?
સફેદ ડાઘથી પીડિત લોકો સેનામાં કેમ જોડાઈ શકતા નથી?
બીટનો રસ પીવાના આટલા ગેરફાયદા તમે કદાચ નહીં જાણતા હોવ

સૌરાષ્ટ્રમાં દેવભૂમિ દ્વારકાનું મહત્તમ તાપમાન 29 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી અનુભવાશે. તો ગીર સોમનાથમાં મહત્તમ તાપમાન 32 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 18 ડિગ્રી અનુભવાશે. જ્યારે જામનગરમાં મહત્તમ તાપમાન 29 ડિગ્રી તથા ન્યૂનત્તમ તાપમાન 16 ડિગ્રી રહેશે. જ્યારે કચ્છમાં મહત્તમ તાપમાન 28 ડિગ્રી તથા ન્યૂનત્તમ તાપમાન 12 ડિગ્રી રહેશે.

મહેસાણામાં રાત્રિનું તાપમાન થશે 12 ડિગ્રી જેટલું નીચું

રાજ્યના પાટનગર ગાંધીનગરમાં મહત્તમ તાપમાન 31 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી અનુભવાશે. તો જૂનાગઢમાં મહત્તમ તાપમાન 33 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી અનુભવાશે અને ઠંડકનો અનુભવ થશે. મહિસાગર જિલ્લામાં મહત્તમ તાપમાન 31 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી રહેશે. જ્યારે નર્મદા જિલ્લાનું મહત્તમ તાપમાન 33 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી રહેશે. મહેસાણામાં મહત્તમ તાપમાન 30 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 12 ડિગ્રી રહેશે. તો રાજકોટ જિલ્લામાં મહત્તમ તાપમાન 31 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી રહેશે.

જ્યારે પાટણમાં મહત્તમ તાપમાન 30 ડિગ્રી તથા ન્યૂનતમ તાપમાન 12 ડિગ્રી તથા પોરબંદરમાં મહત્તમ તાપમાન 30 ડિગ્રી તથા ન્યૂનતમ તાપમાન 18 ડિગ્રી રહેશે. જ્યારે સાબરકાંઠામાં મહત્તમ તાપમાન 30 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 27 ડિગ્રી રહેશે. જ્યારે સુરતમાં મહત્તમ તાપમાન 32 ડિગ્રી રહેશે, તો ન્યૂનતમ તાપમાન 19 ડિગ્રી રહેશે.જ્યારે વડોદરામાં મહત્તમ તાપમાન 32 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી રહેશે. જ્યારે વલસાડમાં મહત્તમ તાપમાન 32 ડિગ્રી રહેશે. તેમજ લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી રહેશે. જ્યારે તાપીમાં મહત્તમ તાપમાન 34 ડિગ્રી અને ન્યૂનત્તમ તાપમાન 17 ડિગ્રી રહેશે.

Next Article