આજે 15મી વિધાનસભાનું એક દિવસીય પ્રથમ સત્ર મળ્યુ. વિધાનસભાના એક દિવસીય ટૂંકા સત્રની શરૂઆત અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની ચૂંટણી સહિતના કામકાજ સાથે સરકાર સત્તાવાર કામગીરી શરૂ કરવામાં આવી, ત્યારબાદ બીજી બેઠકમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના આભાર સંબોધન માટે આભાર પ્રસ્તાવની રજૂઆત થઇ. જો કે 15મી વિધાનસભા સત્રના પ્રથમ દિવસની શરૂઆત જ હોબાળાથી થઈ. શાસક પક્ષે નિયમોનું ઉલ્લંઘન કર્યાના આરોપ સાથે વિપક્ષે વિધાનસભામાંથી વૉકઆઉટ કર્યું. તો આ સાથે રાજ્યપાલના સંબોધન પરના આભાર પ્રસ્તાવ અંગે પણ કોંગ્રેસે પોઈન્ટ ઓફ ઓર્ડર ઉઠાવ્યો હતો. રાજ્યપાલના આભાર પ્રવચનની કોપી ન મળી હોવાથી આભાર પ્રસ્તાવ અંગે પોઈન્ટ ઓફ ઓર્ડર ઉઠાવ્યો હતો. કોંગ્રેસે સરકારી વિધેયકને પ્રાથમિકતા આપી આભાર પ્રસ્તાવ પર ચર્ચા અન્ય દિવસે કરવા વિનંતી કરવામાં આવી હતી. જો કે હોબાળા બાદ વિપક્ષે ગૃહમાંથી વોકઆઉટ કર્યું હતુ.
વિપક્ષે ગૃહમાં નિયમોનું ઉલ્લંઘન થતુ હોવાના આરોપ સાથે ગૃહમાં હોબાળો કર્યો હતો. જે પછી અધ્યક્ષ દ્વારા રજૂઆત કરવામાં આવી કે તેમને પુરતો સમય આપવામા આવશે. જો કે વિપક્ષ દ્વારા અધ્યક્ષની રજુઆતને ધ્યાનમાં લેવામાં આવી ન હતી અને વિપક્ષે વોકઆઉટ કર્યુ હતુ.
વોક આઉટ બાદ વિધાનસભા પરિસરમાં કોંગી ધારાસભ્યોએ સુત્રોચ્ચાર કર્યા હતા. વિરોધ પક્ષને ન્યાય આપોની માંગ સાથે તેઓએ નારેબાજી કરી. અર્જૂન મોઢવાડિયાએ કહ્યું કે, કામકાજ સલાહકાર સમિતિમાં રાજ્યપાલના આભાર પ્રસ્તાવની ચર્ચા ક્યારે કરવાની છે તે પણ થઈ નથી. માત્ર 2 કે 3 કલાક માં પૂરું કરવાનું આયોજન છે. પ્રજાનો અવાજ વિધાનસભામાં મૂકવાનો હોય છે તેનો અધિકાર છીનવી લેવામાં આવ્યો છે. નિયમોના ઉલ્લંઘન કરવામાં આવ્યું માટે પ્રથમ દિવસે વોક આઉટ કરી વિરોધ કર્યો છે.રાજ્યપાલ અને અધ્યક્ષને પત્ર લખીને ફરિયાદ કરીશુ. અમારી પાર્ટી એ ઠરાવ કરીને નામ મોકલવાના હોય છે. તેની સૂચના અધ્યક્ષ શાસક અને વિરોધ પક્ષને કરવામાં આવતી હોય છે. 1 દિવસમાં ચર્ચા પૂરી કરવાની શક્ય જ નથી.
તો વોક આઉટ બાદ કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે પણ સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે, કામકાજ સલાહકાર સમિતિની રચના થઈ નથી. તેના વગર વિધાનસભા ગૃહની કામગીરી નક્કી ન થઈ શકે. સંસદીય બાબતોના મંત્રી અમારી ચિંતા કરે છે એ યોગ્ય છે પણ નિયમોનું પાલન કરે તે પણ જરૂરી છે.
કોંગ્રેસના પોઈન્ટ ઓફ ઓર્ડર બાદ સંસદીય બાબતોના મંત્રી ઋષિકેશ પટેલે જવાબ આપ્યો છે. તેમણે કહ્યું કે, કમનસીબી છે કે કોંગ્રેસ નેતા નક્કી નથી કરી શકી, એટલે કોઈની સાથે વાત થઇ શકી નથી. જોકે વિધાનસભાના પૂર્વ અધ્યક્ષના ચુકાદાને ટાંકીને આભાર પ્રસ્તાવ યોગ્ય હોવાનુ તેણે જણાવ્યુ છે.
તો આ સાથે રાજ્યપાલના સંબોધન પરના આભાર પ્રસ્તાવ અંગે પણ કોંગ્રેસે પોઈન્ટ ઓફ ઓર્ડર ઉઠાવ્યો. ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા એ પોઈન્ટ ઓફ ઓર્ડર ઉઠાવ્યો. મહત્વનું છે કે, રાજ્યપાલના આભાર પ્રવચનની કોપી ન મળી હોવાથી આભાર પ્રસ્તાવ અંગે પોઈન્ટ ઓફ ઓર્ડર ઉઠાવ્યો છે. આજે સરકારી વિધેયકને પ્રાથમિકતા આપી આભાર પ્રસ્તાવ પર ચર્ચા અન્ય દિવસે કરવા વિનંતી કરવામાં આવી હતી. જો કે હોબાળા બાદ વિપક્ષે ગૃહમાંથી વોકઆઉટ કર્યું હતુ.
આજે 15 મી વિધાનસભાનું પ્રથમ સત્ર મળ્યુ હતુ. જો કે વિધાનસભા ના પહેલા દિવસે જ અધ્યક્ષે રુલીગ જાહેર કર્યું,જેના કારણે કોંગ્રેસે હોબાળો કરી ગૃહમાંથી વોકઆઉટ કર્યું હતુ.
ગૃહમાં જય શ્રી રામના નારા સાથે રાજ્યપાલ દેવવ્રત આચાર્યનું સ્વાગત કરવામાં આવ્યુ. પોતાના સંબોધનમાં રાજ્યપાલે કહ્યું કે, ગુજરાતની જનતા તથા તમામ MLA તેમજ મૃદુ અને મક્કમ cm ને જીત માટે અભિનંદન. ગુજરાત સ્વરાજની દિશામાં દ્રઢતાથી આગળ વધી રહયુ છે. 21 ની સદીમાં વિશ્વમાં ગતિશીલ વિકાસ થઈ રહ્યો છે. ગુજરાત માથે આપદાઓ આવી, તેમ છતાં સુશાસનના રસ્તા પર ગુજરાત આગળ વધી રહ્યા છે. ડિજિટલ માધ્યમથી તમામ સહાયતા નાના અને મધ્યમ લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. તો વધુમાં કહ્યું કે, ગુજરાત શક્તિશાળી, સમૃદ્ધ તથા સામર્થ્ય ની રીતે દેશભરમાં મજબૂત રાજ્ય છે.
15 મી ગુજરાત વિધાનસભાના પ્રથમ સત્રમાં અધ્યક્ષ તરીકે સતાવાર રીતે વરણી કરવામાં આવી. આ સાથે જ વિધાનસભામાં મોટી સંખ્યામાં શંકર ચૌધરીના સમર્થકો પહોંચ્યા હતા. જેથી વિધાનસભા પરિસરમાં તમામ લોકો માટે સિટિંગ વ્યવસ્થા કરવામાં આવી. આ દરમિયાન શંકર ચૌધરીએ કહ્યું કે, દર શુક્ર અને શનિવારે થરાદ હાજર રહીશ. કોઈને કંઈ પણ સમસ્યા હોય તો બિન્દાસ કહી શકે છે.
ગુજરાત વિધાનસભાના સત્રની પ્રથમ બેઠક પૂર્ણ થઈ છે. આપને જણાવી દઈએ કે, બીજી બેઠક 12 વાગે મળશે
15મી વિધાનસભાના પ્રથમ સત્રથી જ વિપક્ષ સરકારને રજૂઆત કરતુ જોવા મળ્યુ. અર્જુન મોઢવડીયા સહિત વિપક્ષે રજુઆત કરી કે લોકસભા અને રાજ્ય સભાની જેમ સત્રની કામગીરીનું જીવંત પ્રસારણ કરવુ જોઈએ.
આજે વિધાનસભાનું એક દિવસીય સત્ર મળ્યુ છે. ત્યારે પૂર્વ ધારાસભ્ય અને મંત્રી બ્રિજેશ મેરજાએ વ્યુઈંગ ગેલેરીમાં બેસી વિધાનસભા સત્રની પ્રથમ બેઠકની કામગીરી નિહાળી હતી.
ગુજરાત વિધાનસભામાં ભાજપની શક્તિમાં વધારો થયો છે. આજે 3 અપક્ષ ધારાસભ્યોએ ભાજપ અને સરકારને સમર્થન જાહેર કર્યું છે. બાયડથી ચૂંટાયેલા ધવલસિંહ ઝાલા, વાઘોડિયાથી ચૂંટાયેલા ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને ધાનેરાથી ચૂંટાયેલા માવજી દેસાઈ આજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને મળ્યા હતા. અને ભાજપ સરકારને પોતાનું સમર્થન જાહેર કર્યું હતું. આ પ્રસંગે ધવલસિંહ ઝાલાએ કહ્યું કે કોઈ કારણોસર પાર્ટીએ ટિકિટ નહોતી આપી. પરંતુ પ્રજાએ જ્યારે તેમના પર વિશ્વાસ મૂક્યો છે ત્યારે સમગ્ર વિસ્તારના વિકાસના કાર્યોની તેમની જવાબદારી બને છે. પ્રજાના કામો થાય તે માટે તેમણે કોઈ સ્વાર્થ વિના ભાજપ સરકારને ટેકો જાહેર કર્યો છે. તેમણે કહ્યું કે ભાજપમાં જોડાયા નથી પણ પાર્ટીના કામો તેઓ કરતા રહેશે. તો બીજીતરફ માવજી દેસાઈએ કહ્યું કે તેમના વિસ્તારમાં પાણીના પ્રશ્નો ઉકેલવા માટે, લોકો હિતના કાર્યો થાય તે માટે તેઓ ભાજપમાં જોડાયા છે. આતરફ ધર્મેન્દ્રસિંહે પણ પ્રજાના કાર્યો કરવા માટે ભાજપમાં જોડાયાનો રાગ આલાપ્યો. મહત્વનું છે કે ધવલસિંહ ઝાલા અને માવજી દેસાઈને ટિકિટ ન આપતા તેમણે બળવો કર્યો હતો. ત્યારબાદ તેમને પાર્ટીમાંથી સસ્પેન્ડ પણ કરાયા હતા. જોકે ચૂંટણી પહેલાની તમામ ગતિવિધિઓ ભૂલીને હવે તેઓ સાથે મળીને કામ કરવા તૈયાર થયા છે.
આજે 15 મી વિધાનસભાનું સત્ર મળ્યુ છે. જેમાં CM ભુપેન્દ્ર પટેલે શંકર ચૌધરીને અધ્યક્ષ તરીકેની વરણી માટે પ્રસ્તાવ રજૂ કર્યો હતો. અને મંત્રી ઋષિકેશ પટેલે ટેકો જાહેર કર્યો. જે બાદ સર્વાનુમતે પ્રસ્તાવનો સ્વીકાર થતા શંકર ચૌધરીની અધ્યક્ષ તરીકે સત્તાવાર વરણી કરવામાં આવી. શંકર ચૌધરીને અધ્યક્ષ તરીકેની વરણી થતા CM ભૂપેન્દ્ર પટેલે શુભેચ્છા આપી છે.
શંકર ચૌધરીએ વિધાનસભા અધ્યક્ષ તરીકે ચાર્જ સંભાળ્યો છે. બનાસકાંઠાની થરાદ વિધાનસભા બેઠકથી ચૂંટાયેલા શંકર ચૌધરી બનાસ ડેરીના ચેરમેન છે. તે ચૌધરી સમાજનો જાણીતો ચહેરો છે. શંકર ચૌધરી 2014માં રાજ્યકક્ષાના પ્રધાન અને ભાજપના મહામંત્રી પણ રહી ચૂક્યા છે. આ ઉપરાંત ગુજરાત રાજ્ય સહકારી બેંકના વાઈસ ચેરમેન છે. તો વિધાનસભા ઉપાધ્યક્ષ પંચમહાલ જિલ્લાની શહેરા વિધાનસભા બેઠકથી સતત પાંચ-છ ટર્મથી જીતતા જેઠા ભરવાડ પંચમહાલ ડેરીના ચેરમેન છે અને પંચમહાલ જિલ્લા સહકારી બેંકના ચેરમેન પણ છે. જેઠા ભરવાડની સહકારી ક્ષેત્ર અને સંગઠનમાં પણ સારી પકડ છે. આજે તેમણે ઉપાધ્યક્ષનો પદભાર સંભાળ્યો છે.
બાયડના ધવલસિંહ ઝાલા,ધાનેરા માવજીભાઈ દેસાઈ,વાઘોડિયા ધર્મેન્દ્રસિંહ વાઘેલા સહિતના અપક્ષ ધારાસભ્યએ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની મુલાકાત લઈને ભાજપને ટેકો જાહેર કર્યો છે. આપને જણાવી દઈએ કે, આ ત્રણેય ધારાસભ્યો મુળ ભાજપના છે, પરંતુ પાર્ટીએ ટિકિટ ન આપતા તેઓ બળવો કરીને અપક્ષ તરીકે ચૂંટણી લડ્યા હતા અને ભાજપના સત્તાવાર ઉમેદવાર સામે ભવ્ય જીત મેળવી હતી.
શંકર ચૌધરીએ વિધાનસભા અધ્યક્ષ તરીકે ચાર્જ સંભાળ્યો છે. આપને જણાવી દઈએ કે, ગુજરાત વિધાનસભાના શંકર ચૌધરી પ્રથમ યુવા સ્પીકર બન્યા છે. મીડિયા સાથેની વાતચીતમાં શંકર ચૌધરીએ કહ્યું કે, પક્ષ અને વિપક્ષ બંનેના MLAને સંતોષ થાય એવી કામગીરી કરીશ.હંમેશા તટસ્થ રહેવાનો પ્રયાસ કરીશ.વિધાનસભામાં માત્ર ઝઘડા થાય છે તેવી સામાન્ય પ્રજાના મનમાં રહેલી છાપ દૂર કરાશે. તો
યુવાનોને સંસદીય પ્રણાલી સાથે જોડવાનો સતત પ્રયાસ કરવાનુ પણ તેણે જણાવ્યુ છે.
આજે વિધાનસભાના એક દિવસીય સત્રમાં રાજ્ય સરકારના શહેરી વિકાસ વિભાગ દ્વારા ગુજરાત અનઅધિકૃત વિકાસને નિયમિત કરવા માટે વિધેયક 2022 રજૂ કરવામાં આવશે. આ વિધેયક કેબિનેટ પ્રધાન ઋષિકેશ પટેલ રજૂ કરશે. 30 સપ્ટેમ્બર 2022 પહેલા થયેલા અનઅધિકૃત બાંધકામોને આ વિધેયક લાગુ પડશે. આ વિધેયક 17 ઓક્ટોબર 2022ના દિવસથી રાજ્યભરમાં અમલી બનાવાયું છે. આ વિધેયક અંતર્ગત મહાનગરપાલિકા, નગરપાલિકા અને વિકાસ વિસ્તારમાં અનઅધિકૃત બાંધકામ નિયમિત કરવામાં આવશે. જે બાંધકામોની બી.યુ. પરમિશન નથી અથવા જે બાંધકામને તોડી પાડવા માટે અગાઉ નોટિસ આપવામાં આવી છે તેવા બાંધકામ આ વિધેયક હેઠળ નિયમિત થઈ શકશે.
Published On - 9:59 am, Tue, 20 December 22