કોરોના વધતાં જીટીયુની ઓફલાઇન પરીક્ષા મોકૂફ, 20 જાન્યુઆરીથી શરૂ થવાની હતી પરીક્ષા

|

Jan 11, 2022 | 2:24 PM

GTU ના બોર્ડ ઓફ ડીરેક્ટર્સની બેઠક બાદ પરીક્ષા ઓફલાઈન લેવી કે ઓનલાઈન તે અંગે નિર્ણય કરાશે. આ અંગેનું નવું ટાઈમટેબલ આગામી દિવસોમાં જાહેર કરવામાં આવશે.

રાજ્યમાં કોરોના (Corona) નું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે હવે GTU એ પણ ઓફલાઈન પરીક્ષા (Offline exam) મોકૂફ રાખી દીધી છે. વારંવારની રજૂઆતોને પગલે GTUએ આગામી 20 જાન્યુઆરીથી શરૂ થનારી સેમ-3 બીટેક સહીતની પરીક્ષા મોકૂફ (Exam postponed) રાખી છે. નવી તારીખો હવે પછી જાહેર કરવામાં આવશે.

જો કોરોનાના કેસ વધશે તો આ પરીક્ષા ઓફલાઈન લેવી કે ઓનલાઈન (Online) લેવી તે નક્કી કરવા માટે GTU ની બોર્ડ ઓફ ડીરેક્ટર્સની બેઠક મળશે જેમાં આ પરીક્ષા કઈ રીતે લેવી તે અંગે નિર્ણય કરાશે. આ અંગેનું નવું ટાઈમટેબલ આગામી દિવસોમાં જાહેર કરવામાં આવશે.

રાજ્યમાં કોરોનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે અનેક વખત આ પરીક્ષા મોકૂફ રાખવાની રજૂઆતો કરવામાં આવી હતી. જેના પગલે વિદ્યાર્થીઓના હીતમાં આ નિર્ણય કરવામાં આવ્યો છે. મોટી સંખ્યામાં રાજ્યમાં વિદ્યાર્થીઓ સંક્રમીત થઇ રહ્યા હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે ત્યારે GTU દ્વારા આ નિર્ણય લેવાયો છે.

અમદાવાદમાં IIMમાં 54 લોકો કોરોના પોઝિટિવ

અમદાવાદમાં (Ahmedabad) આઇઆઇએમમાં (IIM) કોરોના વિસ્ફોટ થયો છે. જેમાં છેલ્લા 9 દિવસમાં 54થી વધારે વિદ્યાર્થીઓ અને ફેકલ્ટીને કોરોનાનું સંક્રમણ લાગ્યું છે. જેમાં 28 વિદ્યાર્થીઓ, 6 ફેકલ્ટી અને 14 સભ્યોને કોરોનાનો ચેપ લાગતા તમામને ક્વૉરન્ટાઇન કરવામાં આવ્યા છે. મહત્વનું છે કે, છેલ્લા 9 દિવસમાં 805 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જેમાંથી 54 લોકોનો કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવ્યો.

ગુજરાત હાઇકોર્ટમાં કોરોનાના નવા 78 કેસ

આ ઉપરાંત ,ગુજરાતમાં(Gujarat) કોરોનાના(Corona) કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં અમદાવાદ સ્થિત ગુજરાત હાઇકોર્ટમાં (Gujarat Highcourt) કોરોનાના કેસોનો રાફડો ફાટ્યો છે. ગુજરાત હાઇકોર્ટમાં કોરોનાના નવા 78 કેસ નોંધાતા ફફડાટ વ્યાપી ગયો છે. જેમાં ગુજરાત હાઇકોર્ટેમાં સોમવારથી વર્ચ્યુયલ હિયરિંગ શરૂ કરવામાં આવ્યું છે. તેમજ જાહેર જનતાના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ ઉત્તરાયણમાં ધાબા પર ભીડ ભેગી કરી તો થશે કાર્યવાહી, સરકારે કડક નિયમો જાહેર કર્યા

આ પણ વાંચોઃ Ahmedabad: અસારવા અને સોલા સિવિલમાં સ્ટાફમાં 29 લોકો કોરોના સંક્રમિત, ફ્રન્ટ લાઈન કોરોના વોરિયર્સમાં ફફડાટ

Published On - 1:25 pm, Tue, 11 January 22

Next Video