નવેમ્બર મહિનામાં GST કલેક્શનમાં 15%નો ઉછાળો, જાણો સરકારી તિજોરીમાં કેટલા લાખ કરોડ ઉમેરાયા

નવેમ્બર મહિનામાં GST કલેક્શન 1 લાખ 67 હજાર 929 કરોડ રૂપિયા રહ્યું હતું. તેમાં વાર્ષિક ધોરણે 15 ટકાની વૃદ્ધિ નોંધાઈ છે. FY24માં આ છઠ્ઠો મહિનો હતો જ્યારે GST કલેક્શનનો આંકડો રૂ. 1.6 લાખ કરોડને પાર કરી ગયો હતો. એક વર્ષ પહેલા નવેમ્બર 2022માં GST કલેક્શન 145867 કરોડ રૂપિયા હતું.

નવેમ્બર મહિનામાં GST કલેક્શનમાં 15%નો ઉછાળો, જાણો સરકારી તિજોરીમાં કેટલા લાખ કરોડ ઉમેરાયા
| Edited By: | Updated on: Dec 02, 2023 | 7:05 AM

નવેમ્બર મહિનામાં GST કલેક્શન 1 લાખ 67 હજાર 929 કરોડ રૂપિયા રહ્યું હતું. તેમાં વાર્ષિક ધોરણે 15 ટકાની વૃદ્ધિ નોંધાઈ છે. FY24માં આ છઠ્ઠો મહિનો હતો જ્યારે GST કલેક્શનનો આંકડો રૂ. 1.6 લાખ કરોડને પાર કરી ગયો હતો. એક વર્ષ પહેલા નવેમ્બર 2022માં GST કલેક્શન 145867 કરોડ રૂપિયા હતું. ઓક્ટોબર મહિનાનું કલેક્શન રૂ. 172003 કરોડ હતું.

દેશનાં નાના મંત્રાલયે ટ્વીટ કરી જાણકારી આપી

કેન્દ્ર અને રાજ્યનો હિસ્સો કેટલો છે ?

નવેમ્બરમાં જીએસટીના રૂપમાં સરકારી તિજોરીમાં કુલ રૂ. 1,67,929 કરોડ આવ્યા હતા. જેમાં CGSTનો આંકડો 30,420 કરોડ રૂપિયા, SGSTનો આંકડો 38,226 કરોડ રૂપિયા અને IGSTનો આંકડો 87,009 કરોડ રૂપિયા હતો. સરકારે સીજીએસટી માટે રૂ. 37,878 કરોડ અને આઇજીએસટીમાંથી એસજીએસટી માટે રૂ. 31,557 કરોડનું સેટલમેન્ટ કર્યું છે.

FY24માં અત્યાર સુધીનું કલેક્શન કેવું રહ્યું?

નાણાકીય વર્ષ 24 માં અત્યાર સુધીના GST કલેક્શનની વાત કરીએ તો નવેમ્બર મહિનામાં 167929 કરોડ રૂપિયા, ઓક્ટોબર મહિનામાં 172003 કરોડ રૂપિયા, સપ્ટેમ્બર મહિનામાં 162712 કરોડ રૂપિયા, ઓગસ્ટ મહિનામાં 159068 કરોડ રૂપિયા, 165105 રૂપિયા છે. જુલાઇ મહિનામાં રૂ. 165105 કરોડ, જૂન મહિનામાં રૂ. 161497 કરોડ, મેમાં રૂ. 157090 કરોડ અને એપ્રિલમાં રૂ. 187035 કરોડ હતા, જે અત્યાર સુધીની સૌથી વધુ છે.

આ પણ વાંચો : ઈ-કોમર્સ કંપનીઓ સાવધાન ! ડાર્ક પેટર્નને લઈ સરકારે જાહેર કરી ગાઈડલાઈન, ભંગ કરવા પર થશે આટલા લાખનો દંડ

મોડી તહેવારોની મોસમની અસર પડી હતી

GST કલેક્શન અંગે, ગુંજન પ્રભાકરન, પરોક્ષ ટેક્સ પાર્ટનર અને BDO ઈન્ડિયા ઈન્ડિયાના અગ્રણીએ જણાવ્યું હતું કે માસિક ધોરણે કલેક્શનમાં ઘટાડો થયો છે. વાર્ષિક ધોરણે 15 ટકાની વૃદ્ધિ જોવા મળી છે. આ વખતે તહેવારોની સિઝનમાં વિલંબ થવાને કારણે નવેમ્બરમાં વાર્ષિક ધોરણે આ વૃદ્ધિ જોવા મળી છે.

આ પણ વાંચો : રાજ્ય સરકારના પ્રધાન બલવંતસિંહ રાજપૂતના હસ્તે મલેશિયામાં ‘GOPIO’ દ્વારા આયોજિત પ્રથમ બિઝનેસ સમિટનું ઉદ્ઘાટન

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો