કિસાન સંઘે મુખ્યપ્રધાનને લખ્યો પત્ર, ખેડૂતોના પ્રશ્નોનો ઝડપી ઉકેલ લાવવા કરી માંગ

|

Oct 01, 2021 | 6:41 PM

ભારતીય કિસાન સંઘ દ્વારા મુખ્યપ્રધાનને પત્ર લખવામાં આવ્યો છે એમાં મુખ્યત્વે બે મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

GANDHINAGAR : ખેડૂતો જ્યારે ટેકાના ભાવે પાક વેચે છે, ત્યારે રજીસ્ટ્રેશન પ્રકિયામાં ખુબજ મુશ્કેલી નડતી હોય છે. આજ પ્રશ્નને વાચા આપવા માટે ભારતીય કિસાન સંઘ દ્વારા મુખ્યપ્રધાનને પત્ર લખવામાં આવ્યો છે. આ પત્રમાં કિસાન સંઘે ખેડૂતોના પ્રશ્નોને ઝડપી ઉકેલ લાવવા માગ કરી છે.. સાથે જ ટેકાના ભાવની ખરીદીમાં રજિસ્ટ્રેશનમાં ખેડૂતોને થતી મુસ્કેલીઓનો પણ મુશ્કેલીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ વર્ષે રાજ્યમાં અનેક વિસ્તારમાં અતવૃષ્ટિ જેવી સ્થિતિ સર્જાયી છે. તો તેવા વિસ્તારમાં સર્વે અને સહાયની પણ માંગ પણ કિસાન સંઘે કરી છે.

ભારતીય કિસાન સંઘ દ્વારા મુખ્યપ્રધાનને પત્ર લખવામાં આવ્યો છે એમાં મુખ્યત્વે બે મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. ટેકાના ભાવમાં દર વખતે રજીસ્ટ્રેશન અંગે વિવાદ થાય છે. અ વર્ષે પણ ટેકાના ભાવે રજીસ્ટ્રેશનની પ્રક્રિયા સમયે સીસ્ટમ ઠપ્પ થઇ ગઈ હતી જેને કારણે રજીસ્ટ્રેશન થયું નથી. આ સમસ્યાનો જલ્દીથી ઉકેલ લાવવામાં આવે. આ ઉપરાંત અતિવૃષ્ટિને કારણે રાજ્યમાં ખુબ તારાજી સર્જાઈ છે. આવા વિસ્તારોમાં નુકસાનનો સર્વે કરી ખેડૂતોને સહાય આપવાની માંગ કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં આજે 1 ઓકટોબરથી રાજ્યભરના ખેડૂતો પાસે ટેકાના ભાવે મગફળી ખરીદવા માટે નોંધણીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ખેડૂતોએ આ માટે આઇ ખેડૂત પોર્ટલ ઉપર ઓનલાઈન નોંધણી કરવાની રહેશે.

આ પણ વાંચો : મહુવા તાલુકા પંચાયતની કચેરી જર્જરિત, સરકારી કર્મચારીઓ જીવના જોખમે કામ કરે છે

આ પણ વાંચો : દીવના દરીયામાં દારૂની બોટલોનું સામ્રાજ્ય, પર્યાવરણ પ્રેમીએ કાચની બોટલો સહિતનો કચરો દુર કર્યો

Next Video