મહુવા તાલુકા પંચાયતની કચેરી જર્જરિત, સરકારી કર્મચારીઓ જીવના જોખમે કામ કરે છે

ભાવનગરમાં રોગચાળો વકર્યો, મેલેરીયા, ટાઈફોડ, તાવ સહીતના રોગોમાં વધારો

BHAVNAGAR : મહુવામાં સરકારી કર્મચારીઓ પર આફત આવી પડી છે..મહુવા તાલુકાના વિકાસની જેના માથે જવાબદારી છે, તે તાલુકા પંચાયતની કચેરી જ વિકાસથી વંચિત છે..વર્ષોથી તાલુકા પંચાયતનું બિલ્ડિંગ જર્જરીતમહુવા તાલુકા પંચાયતની કચેરી જર્જરિત હાલતમાં છે.. સ્થિતિ એટલી ખરાબ છે કે વરસાદ આવે એટલે છતમાંથી પાણી ટપકવા લાગે છે. પાણી પડવાના કારણે સરકારી રેકર્ડ પલળી ગયો છે. આ ઈમારત ગમે ત્યારે ધરાશાયી થાય તેવી સ્થિતિમાં છે. તેમ છતા મજબૂરીના કારણે 20 જેટલા કર્મચારીઓ જીવના જોખમે કામ કરી રહ્યા છે.

મહુવા તાલુકા પંચાયતની કચેરીની જર્જરિત હોવાથી અરજદારો પણ કચેરીએ આવતા ડરે છે..કર્મચારીઓનું કહેવું છે કે દર વર્ષે ચોમાસામાં આવી જ સ્થિતિ હોય છે. આ અંગે ઉપરી અધિકારીઓને રજૂઆત કરાઈ હોવા છતાં સમસ્યા ઠેરની ઠેર છે.

આ અંગે વાત કરતા મહુવા તાલુકા પંચાયતના એ ટી ડી ઓ એન કે વીરાસે કહ્યું કે મહુવા તાલુકા પંચાયતની કચેરીમાં દર ચોમાસે આ સ્થિતિનું નિર્માણ થાય છે. ખુદ એ ટી ડી ઓએ સ્વીકાર્યું કે દરેક કર્મચારી અહી જીવના જોખમે કામ કરી રહ્યો છે. તેમણે કહ્યું કે આ બિલ્ડીંગ બહુ જુનું છે અને આ અંગે ઉપરના અધિકારીઓને પણ જાણ કરી છે. તેમ છતાં અહી કામ કરતા કર્મચારીઓ માટે કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી.

આ પણ વાંચો : દીવના દરીયામાં દારૂની બોટલોનું સામ્રાજ્ય, પર્યાવરણ પ્રેમીએ કાચની બોટલો સહિતનો કચરો દુર કર્યો

આ પણ વાંચો : ભાવનગરમાં રોગચાળો વકર્યો, મેલેરીયા, ટાઈફોડ, તાવ સહીતના રોગોમાં વધારો

Click on your DTH Provider to Add TV9 Gujarati