Fraud Alert: સાવધાન, જો આ નંબરથી તમને આવે છે ફોન તો થઈ શકે છે સાયબર ફ્રોડ, બેન્ક ખાતુ કરી દેશે ખાલી

|

Oct 04, 2024 | 4:30 PM

જો આવા નંબર પરથી તમને પણ ફોન આવે તો ઉઠાવવાનું ટાળો કારણ કે એકવાર ઉઠાવ્યા પછી તમે ફોન કટ નહીં કરી શકો અને ફોન હેંગ અપ થઈ જશે.

Fraud Alert: સાવધાન, જો આ નંબરથી તમને આવે છે ફોન તો થઈ શકે છે સાયબર ફ્રોડ, બેન્ક ખાતુ કરી દેશે ખાલી
Fraud Alert

Follow us on

ટેકનોલોજી ખૂબ જ ઝડપથી પ્રગતિ કરી રહી છે. વિશ્વમાં દરરોજ નવી ટેકનોલોજીનો પરિચય થઈ રહ્યો છે. જ્યાં એક તરફ ટેક્નોલોજી વરદાન બનીને આવી છે, તો બીજી તરફ તે ઘણા લોકો માટે ખોટા કાર્યો કરવાનો માર્ગ પણ બની ગઈ છે. આજના સમયમાં આપણે આપણા લગભગ તમામ કામ ઓનલાઈન માધ્યમથી કરવા લાગ્યા છે. તમામ કામ ઓનલાઈન માધ્યમથી ખૂબ જ સરળતાથી થાય છે. જો તમે ઈચ્છો તો, તમે તમારા સ્માર્ટફોનનો ઉપયોગ કરીને મોબાઈલ રિચાર્જથી લઈને ઓનલાઈન ફૂડ ઓર્ડરિંગ સુધી બધું જ કરી શકો છો.

પરંતુ ઘણા લોકો તેનો ઉપયોગ બીજાને લોકોને છેતરવા કરવા લાગ્યા છે. ઘણી વખત એવું પણ બને છે કે તમને કોઈ અજાણ્યા નંબર પરથી કોલ આવે છે, જેને ઉપાડવા પર તમને તમારા નામે કોઈ પાર્સલ આવ્યું હોવાની માહિતી આપે અને તમને તમારા ફોનથી પાર્સલના પૈસા કે જે તે તમારી થોડી ડિટેલ્સ માંગી શકે છે. આ સાથે ઘણી અલગ અલગ રીતે હેકર્સ લોકોને છેતરવાનું કામ કરી રહ્યા છે. આવા તમામ કૉલ્સને સ્પમ કૉલ્સ કહેવામાં આવે છે. તાજેતરના સમયમાં આવા કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે.

આ નંબરો પરથી કોલ આવે તો રિસીવ ન કરોઃ

હવે તમારા મનમાં આ સવાલ આવતો જ હશે કે તમારે કયા નંબર પરથી કોલ રિસિવ ન કરવો જોઈએ. જો આ પ્રશ્ન તમારા મનમાં પણ આવ્યો હોય, તો અમે તમને જણાવી દઈએ કે તમારે શરૂઆતમાં +91 સિવાયનો કોઈ પણ અંક હોય એવો કોઈ નંબર ઉઠાવવાનું ટાળો. કારણકે +91 એ ભારતનો દેશ કોડ છે, તેથી તે કોલ સલામત છે પણ આ સિવાયના
+92, +93 , 88 કે +97 સહિત બીજા કોઈ પણ નંબર પરથી ફોન આવે તો તે ઉઠાવવાનું ટાળો.

દિવાળી પર કઇ કઇ જગ્યાએ દીવા પ્રગટાવવા જોઇએ ?
Video : ગોવિંદાને હોસ્પિટલમાંથી રજા મળી, શિંદે સરકાર માટે કહી આ વાત
આ 5 રૂપિયાના પાન Uric Acid મુળથી કરશે નાબુદ, જાણો કેવી રીતે કરવો ઉપયોગ
બપોરે શા માટે ન સૂવું જોઈએ
અળસી ખાવાથી થાય છે અગણિત ફાયદા, જાણો
આજનું રાશિફળ તારીખ : 04-10-2024

આવો જ એક નંબર હાલ લોકોને છેતરવાનું કામ કરી રહ્યો છે જે +9796627331 છે. જો આ નંબર પરથી તમને પણ ફોન આવે તો ઉઠાવવાનું ટાળો કારણ કે એકવાર ઉઠાવ્યા પછી તમે ફોન કટ નહીં કરી શકો અને ફોન હેંગ અપ થઈ જશે.

કોલ રિસીવ કરતી વખતે થઈ શકે છે છેતરપિંડીઃ

તમારા સ્માર્ટફોન પર ઘણી વખત ઓનલાઈન કોલ આવે છે, એટલું જ નહીં, ક્યારેક ઈન્ટરનેશનલ નંબર પરથી પણ કોલ આવે છે. જ્યારે તમે આવા કૉલ્સ પ્રાપ્ત કરો છો અને થોડા સમય પછી હેંગ અપ કરવાનો પ્રયાસ કરો છો, ત્યારે તમે કૉલને ડિસ્કનેક્ટ પણ કરી શકતા નથી. તેના થોડા સમય પછી, તમારા સ્માર્ટફોન પર એક મેસેજ આવે છે જેમાં તમને જણાવવામાં આવે છે કે તમારા એકાઉન્ટમાંથી પૈસા કપાઈ ગયા છે.

Next Article