Punjab: પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલાની ગોળી મારીને હત્યા, ગઈકાલે જ પંજાબ સરકારે સુરક્ષા હટાવી હતી

|

May 29, 2022 | 7:35 PM

એવું કહેવામાં આવી રહ્યું છે કે ગાયકની માનસા જિલ્લામાં કેટલાક અજાણ્યા લોકોએ ગોળી મારીને હત્યા કરી હતી. આ ઘટનામાં સિદ્ધુ મુસેવાલા ગંભીર રીતે ઘાયલ થયો હતો.

Punjab: પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલાની ગોળી મારીને હત્યા, ગઈકાલે જ પંજાબ સરકારે સુરક્ષા હટાવી હતી
Sidhu Moosewala

Follow us on

પંજાબી સિંગર સિદ્ધુ મુસેવાલા (Sidhu Moose Wala) પર ફાયરિંગની ઘટના સામે આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ગાયકની માનસા જિલ્લામાં કેટલાક અજાણ્યા લોકોએ ગોળી મારીને હત્યા કરી હતી. આ ઘટનામાં સિદ્ધુ મુસેવાલા ગંભીર રીતે ઘાયલ થયો હતો. જે બાદ તેને માનસા જિલ્લાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ, માનસાના જવાહર ગામમાં મુસેવાલા પર હુમલો કરવામાં આવ્યો હતો. એ પણ નોંધનીય છે કે પંજાબ સરકારે ગઈકાલે જ તેમની સુરક્ષા પાછી ખેંચી લીધી હતી.

સૂત્રોએ જણાવ્યું કે આ ઘટના માનસા જિલ્લાની છે. અહીં કેટલાક અજાણ્યા લોકોએ મુસેવાલા પર હુમલો કરતાં ગોળીબાર કર્યો હતો. આ ઘટના બાદ સિદ્ધુને માણસાની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તબીબે તેના મૃત્યુની પુષ્ટિ કરી હતી. જણાવી દઈએ કે મુસેવાલાએ કોંગ્રેસની ટિકિટ પર માનસાથી પંજાબ વિધાનસભા ચૂંટણી લડી હતી. તેઓ આમ આદમી પાર્ટીના વિજય સિંગલાને 63,323 મતોના માર્જિનથી હરાવ્યા હતા.

ગયા વર્ષે કોંગ્રેસમાં જોડાયા હતા

માનસા જિલ્લાના ગામ મુસાના રહેવાસી સિદ્ધુ મુસેવાલા ગયા વર્ષે નવેમ્બરમાં કોંગ્રેસમાં જોડાયા હતા. કોંગ્રેસે તેમને માનસા વિધાનસભા બેઠક પરથી ટિકિટ આપી હતી. ઉલ્લેખનીય છે કે પંજાબ સરકારે પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલા સહિત કુલ 424 લોકોની સુરક્ષા પાછી ખેંચી લીધાના એક દિવસ બાદ આ હત્યાનો મામલો સામે આવ્યો છે. ગયા મહિને સિદ્ધુએ પોતાના ગીત ‘બલી કા બકરા’માં આમ આદમી પાર્ટી અને તેના સમર્થકો પર નિશાન સાધ્યું હતું, ત્યાર બાદ વિવાદ છેડાઈ ગયો હતો. ગાયકે પોતાના ગીતમાં AAP સમર્થકોને ‘દેશદ્રોહી’ અને રાષ્ટ્ર વિરોધી ગણાવ્યા હતા.

આજનું રાશિફળ તારીખ : 28-11-2024
કૃતિકા સાથે રોમેન્ટિક બન્યો અરમાન મલિક, તસવીરો થઈ વાયરલ
Rules For Toilet : રોજ ટોયલેટ જાઓ છો, પરંતુ નહીં જાણતા હોવ શૌચાલયના આ 10 શિષ્ટાચાર
Arjuna Bark Benefits : અર્જુનની છાલના હાર્ટ પેશન્ટ માટે 5 ચમત્કારિક ફાયદા જાણી ચોંકી જશો
બિગ બોસ 18માં ધમાલ મચાવી રહ્યો છે રજત દલાલ , જુઓ ફોટો
આ ત્રણ Seeds 25 વર્ષથી મોટા તમામ પુરુષો માટે છે વરદાન, ત્રીજું સૌથી મહત્વનું

17 જૂન 1993ના રોજ જન્મેલા શુભદીપ સિંહ સિદ્ધુ ઉર્ફે સિદ્ધુ મુસેવાલાની લાખોની સંખ્યામાં ફેન ફોલોઈંગ છે. તે તેના રેપ માટે જાણીતો હતો. મુસેવાલાએ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગની ડિગ્રી મેળવી હતી. તેઓ તેમના કોલેજના દિવસોમાં સંગીત શીખ્યા હતા. જે બાદ તે કેનેડા ગયો હતો. સિદ્ધુની ગણતરી વિવાદાસ્પદ પંજાબી ગાયકોમાં થાય છે. વર્ષ 2019 (સપ્ટેમ્બર)માં રિલીઝ થયેલ, તેમના એક ગીત ‘જટ્ટી જ્યોને મોડ દી ગન વર્ગી’એ 18મી સદીના શીખ યોદ્ધા ‘મારો ભાગો’ને લઈને વિવાદને જન્મ આપ્યો. સિદ્ધુ પર આ શીખ યોદ્ધાની છબી ખરાબ કરવાનો આરોપ હતો. જોકે બાદમાં તેણે તેના માટે માફી પણ માંગી હતી.

Published On - 6:50 pm, Sun, 29 May 22

Next Article