આ કારણે ડૉ પાયલે આત્મહત્યાને જીવવા કરતા વધારે પસંદ કરી, જુઓ વીડિયો

|

May 29, 2019 | 3:31 PM

મુંબઈની નાયર હોસ્પિટલની મહિલા તબીબ પાયલ તડવીનું રેગિંગ કરવામાં આવ્યું હતું. રેગિંગથી પાયલ એટલી હદે કંટાળી હતી કે તેણે મોતને વ્હાલું કરી લીધુ. રેગિંગનો ભોગ બનવા કરતા મરી જવું તેને વધુ સહેલું લાગ્યું હશે. પાયલે મોતને આલિંગન આપ્યું તેના એક કલાક પહેલા તે ખૂબ જ વ્યથિત હતી. આદિવાસી સમાજનો તે તારલો હતી અને પોતાના ગામમાંથી […]

આ કારણે ડૉ પાયલે આત્મહત્યાને જીવવા કરતા વધારે પસંદ કરી, જુઓ વીડિયો

Follow us on

મુંબઈની નાયર હોસ્પિટલની મહિલા તબીબ પાયલ તડવીનું રેગિંગ કરવામાં આવ્યું હતું. રેગિંગથી પાયલ એટલી હદે કંટાળી હતી કે તેણે મોતને વ્હાલું કરી લીધુ. રેગિંગનો ભોગ બનવા કરતા મરી જવું તેને વધુ સહેલું લાગ્યું હશે. પાયલે મોતને આલિંગન આપ્યું તેના એક કલાક પહેલા તે ખૂબ જ વ્યથિત હતી.

આદિવાસી સમાજનો તે તારલો હતી અને પોતાના ગામમાંથી એક તે મેડિકલમાં પોસ્ટ ગ્રેજ્યુએશનના અભ્યાસ સુધી પહોંચી શકી હતી. તેમની સાથે જ કામ કરનારી ત્રણ મહિલા ડૉક્ટર દ્વારા સતત પાયલની મજાક ઉડાવવામાં આવતી. પાયલની ખાણીપીણીને લઈને પણ પ્રશ્નો તેમની સાથે જ કામ કરતી તબીબોએ ઉઠાવ્યા હતા. પાયલની એક સેલ્ફીને લઈને પણ તેણીની પજવણી કરવામાં આવી હતી અને આ બધી ઘટનાઓથી કંટાળીને પાયલને મોત વ્હાલું કરવું સારું લાગ્યું.

નવા વર્ષમાં મુકેશ અંબાણીના Jio એ યુઝર્સને આપી ભેટ, 20GB ઇન્ટરનેટ મળશે ફ્રી
સારા તેંડુલકરે લિઝાર્ડ આઈલેન્ડથી શેર કરી સિઝલિંગ તસવીરો, જુઓ
ગુજરાતના જામનગરમાં આ સ્થળો પર ફરવા જાય છે અમીર લોકો, જાણો નામ
Narsingh Mantra : આ એક મંત્રથી ભૂત પ્રેત ભાગી જશે, દેવરાહા બાબા એ જણાવ્યો
Jaggery Tea : શિયાળામાં ગોળ વાળી ચા પીવાના અનેક ફાયદા ? જાણો બનાવવાની રીત
ઊભી પૂંછડીએ ઘરમાંથી ભાગી જશે ઉંદર, કરો ફક્ત આ 5 કામ

 

TV9 Gujarati

 

પોતાની જાતિને લઈને આવા વ્યવહારથી પાયલ ખૂબ રડતી હતી અને તેમના માતાનું કહેવું છે કે પાયલ તેની સાથે કામ કરનારી આ ત્રણ મહિલા તબીબથી અલગ હોસ્ટેલમાં હતી પણ પાયલે જ્યારે આત્મહત્યા કરી ત્યારે તે પાયલની હોસ્પિટલમાં જોવા મળી હતી. આમ આત્મહત્યા કે હત્યા તેને લઈને પણ હવે પ્રશ્નો ઉઠી રહ્યાં છે. પોલીસ વિભાગે હાલ પાયલને હેરાન કરનારી ત્રણ મહિલા તબીબની ધરપકડ કરી લીધી છે.

 

આ પણ વાંચો:  સિનિયર ડૉક્ટરોની પજવણીના કારણે 23 વર્ષિય પાયલ તડવીની હત્યા કે આત્મહત્યા, ત્રણ મહિલા તબીબ ફરાર

વધુ એવું કહેવામાં આવી રહ્યું છે કે પાયલના શરીર પર એવા નિશાન જોવા મળ્યાં હતા કે કોઈએ તેને માર માર્યો હોય. આમ પાયલની આત્મહત્યાને લઈને પણ સવાલો ઉઠતા ફરીથી પોસ્ટમોર્ટમ કરાવવાની માગણી કરવામાં આવી રહી છે. આ કેસના લીધે સોશિયલ મીડિયામાં પણ રોષ છવાયેલો છે. પાયલને ન્યાય મળે તે માટે #Justice4Payal નામનો એર હેશટેગ સાથે લાખો પોસ્ટ થઈ રહી છે.

Next Article