Chhattisgarh : પોલીસ પરિવારના દેખાવકારો-પોલીસ વચ્ચે ઝપાઝપી, જુઓ વીડિયો

છત્તીસગઢ સરકારની નીતિ સામે નારાજગી અને આક્રોશ વ્યક્ત કરતા, રાજ્યભરના પોલીસ પરિવારોએ દેખાવકારોએ ગત સોમવારે છત્તીસગઢના ભથાગાંવ નજીક નેશનલ હાઇવેને બ્લોક કરી દીધો હતો, જેના કારણે કેટલાક કલાકો સુધી ટ્રાફિક પ્રભાવિત થયો હતો.

Chhattisgarh : પોલીસ પરિવારના દેખાવકારો-પોલીસ વચ્ચે ઝપાઝપી, જુઓ વીડિયો
scuffle between police and women
| Edited By: | Updated on: Jan 12, 2022 | 10:10 PM

છત્તીસગઢની (Chhattisgarh,) રાજધાની રાયપુરમાં (Raipur) પગાર વધારાની માંગણી કરી રહેલા પોલીસ કર્મચારીઓના પરિવારોની કથિત રીતે પોલીસ (Chhattisgarh Police) અને મહિલાઓ વચ્ચે ઝપાઝપી થઈ હતી. આ ઘટના 10 જાન્યુઆરી, સોમવારના રોજ બની હતી જેનો વીડિયો ન્યૂઝ એજન્સી ANI દ્વારા શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે પોલીસ અધિકારીઓ અને કથિત રીતે પોલીસ સ્ટાફના પરિવારની મહિલા મહિલાઓ વચ્ચે ઝપાઝપી થઈ હતી.

વિરોધ દરમિયાન પાંચ પોલીસ કર્મચારીઓ ઘાયલ

અધિક પોલીસ અધિક્ષક (શહેર) તારકેશ્વર પટેલના જણાવ્યાનુસાર, છત્તીસગઢના વિવિધ જિલ્લાઓમાંથી મદદનીશ કોન્સ્ટેબલના પરિવારના લગભગ 250 સભ્યો, અહીં પહોંચ્યા હતા અને તેમની માંગણીઓના સમર્થનમાં પ્રદર્શન કર્યું હતું. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે, તેમની માંગણીઓમાં પગાર સાથે જોડાયેલી “અનિયમિતતાઓ” દૂર કરવાની માંગ મુખ્ય હતી. સાથોસાથ, નિમણૂક સંબંધિત નિયમોના અમલીકરણ અને સાપ્તાહિક રજાનો મુદ્દે પણ પ્રદર્શન યોજવામાં આવ્યુ હતુ..

પ્રદર્શન સ્થળે મોટી સંખ્યામાં મહિલા પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યું હતું, લાંબા સમય સુધી પોલીસ આંદોલનકારીઓને સમજાવવાનો પ્રયાસ કરતી રહી. પરંતુ તેએ તેમા સફળ થયા નહોતા. એક અહેવાલ અનુસાર, નારાજગી અને આક્રોશ વ્યક્ત કરતા, રાજ્યભરના પોલીસ પરિવારોએ સોમવારે ભથાગાંવ નજીક નેશનલ હાઇવેને બ્લોક કરી દીધો હતો, જેના કારણે કેટલાક કલાકો સુધી ટ્રાફિક પ્રભાવિત થયો હતો. ઘણા કિલોમીટર સુધી ટ્રાફિક જામ પણ હતો.

આંદોલનકારી પરિવારોમાં મોટી સંખ્યામાં મહિલાઓ હતી, જેઓ તેમની માંગણીઓ માટે વરસાદમાં પલળી ગયા બાદ પછી પણ સતત સૂત્રોચ્ચાર કરવાનું ચાલુ રાખ્યું હતું. મીડિયા રિપોર્ટ મુજબ આ દરમિયાન જ્યારે ટ્રેઈની આઈપીએસ રત્ના સિંહ, પોતાની માંગણી સંદર્ભે દેખાવો કરી રહેલા પ્રદર્શનકારીઓને હટાવવા માટે પહોંચ્યા હતા પરંતુ દેખાવકારોએ તેમનો કોલર પકડી લીધો હતો.

આ પણ વાંચોઃ

સાઈના નેહવાલ વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરવા બદલ અભિનેતા સિદ્ધાર્થ પર પોલીસે નોંધ્યો કેસ

આ પણ વાંચોઃ

Uttar Pradesh: યોગી મંત્રીમંડળમાંથી રાજીનામું આપનારા સ્વામી પ્રસાદ મોર્યની વિરૂદ્ધ જાહેર થયું ધરપકડ વોરંટ, જાણો સમગ્ર વિગત