
ઉત્તર રેલવેના દિલ્હી મંડળના દિલ્હી કેન્ટ સ્ટેશન પર આધારીય માળખાકીય સુવિધાઓના (મેજર અપગ્રેડેશન) કાર્ય અંતર્ગત પ્લેટફોર્મ નંબર 2 અને 3 (લાઇન નંબર 3 અને 4) પર 16 જુલાઈ, 2026થી 13 ઑક્ટોબર, 2026 (90 દિવસ) સુધી પાવર તથા ટ્રાફિક બ્લોક લેવામાં આવ્યો છે. જેના પગલે, ગુજરાતથી દિલ્હી જતી 7 ટ્રેન આગામી 16 ઓક્ટોબર સુધી દિલ્હી કેન્ટ સ્ટેશને નહીં ઊભી રહે.
આ બ્લોક દરમિયાન અમદાવાદ ડિવિઝનથી આવતી અને જતી 7 ટ્રેન દિલ્હી કૅન્ટ સ્ટેશન પરનો સ્ટોપેજ અસ્થાયી રીતે રદ રહેશેય
• 12915 અમદાવાદ–દિલ્હી આશ્રમ એક્સપ્રેસ: તા. 15.07.2026 થી 13.10.2026 સુધી.
• 09425 સાબરમતી–હરિદ્વાર સ્પેશિયલ: તા. 21.07.2026 થી 13.10.2026 સુધી.
• 14312 ભુજ–બરેલી આલા હઝરત એક્સપ્રેસ: તા. 15.07.2026 થી 13.10.2026 સુધી.
• 14322 ભુજ–બરેલી એક્સપ્રેસ: તા. 17.07.2026 થી 13.10.2026 સુધી.
• 12216 બાંદ્રા ટર્મિનસ–દિલ્હી સરાય રોહિલ્લા ગરીબ રથ એક્સપ્રેસ: તા. 15.07.2026 થી 13.10.2026 સુધી.
• 09523 ઓખા–શકૂરબસ્તી સ્પેશિયલ: તા. 15.07.2026 થી 13.10.2026 સુધી.
• 09257 ભાવનગર–શકૂરબસ્તી સ્પેશિયલ: તા. 18.07.2026 થી 13.10.2026 સુધી.
મુસાફરોને વિનંતી છે કે ટ્રેનોના સમય, સ્ટોપેજ તથા રેક રચના સંબંધિત વિગતવાર માહિતી માટે www.enquiry.indianrail.gov.in પર મુલાકાત લે.
પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળના વિરમગામ યાર્ડ સ્થિત રેલવે ફાટક નં. 41-B (મીલ ની ફાટક) કિ.મી. 560/4-5 પર ટ્રેકના અત્યંત આવશ્યક સમારકામ અને જાળવણીનું કાર્ય હાથ ધરવામાં આવશે. આ કામગીરીને કારણે આ રેલવે ફાટક 17 જુલાઈ, 2026ના રોજ સવારે 08:00 વાગ્યાથી 22 જુલાઈ, 2026ના રોજ સાંજે 18:30 વાગ્યા સુધી માર્ગ વાહનવ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ રહેશે.
વૈકલ્પિક માર્ગ:આ સમયગાળા દરમિયાન માર્ગ વપરાશકર્તાઓને નીલકી ફાટક ફ્લાયઓવર મારફતે અવરજવર કરવાની વિનંતી કરવામાં આવે છે.
પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝનના કલોલ-ગાંધીનગર રેલ વિભાગ પર કલોલ અને આદરાજ મોતી સ્ટેશન વચ્ચે કિ.મી. 05/13-14 પર સ્થિત રેલવે લેવલ ક્રોસિંગ નંબર 04 (ટીંટોડા ગેટ) પર આવશ્યક સમારકામનું કામ હાથ ધરવામાં આવશે. આ કાર્યને કારણે, 17 જુલાઈ, 2026 ના રોજ સવારે 08:00 વાગ્યાથી 18 જુલાઈ, 2026 ના રોજ સાંજે 06:00 વાગ્યા સુધી (બે દિવસ) લેવલ ક્રોસિંગ સંપૂર્ણપણે રોડ ટ્રાફિક માટે બંધ રહેશે.
• પુંડરસણ ચોકડી – ટીંટોડા – ભોયણ રાઠોડ – કલોલ રૂટ પર RUB નંબર 3A (કિ.મી. 03/12-13) દ્વારા રોડ ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવશે.
• રોડ ટ્રાફિકને રેલ્વે લેવલ ક્રોસિંગ નંબર 7 (km 08/3-4) દ્વારા પુન્દ્રાસણ ચોકડી – આદરજ મોતી – ધમાસણા – કાલોલ રૂટ પર વાળવામાં આવશે.