Anti-India Slogans: કેનેડામાં રામ મંદિરની દીવાલ પર લખાયા PM મોદી વિરૂદ્ધ સૂત્રો, ભારતે કડક કાર્યવાહીની કરી માગ

કેનેડામાં મંદિરની બહાર આ વર્ષે જાન્યુઆરીમાં અને ગયા વર્ષે સપ્ટેમ્બરમાં પણ આવા જ ભારત વિરોધી સૂત્રોચ્ચાર લખવામાં આવ્યા હતા. તાજેતરમાં બનેલી ઘટનામાં ભારતે આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી છે.

Anti-India Slogans: કેનેડામાં રામ મંદિરની દીવાલ પર લખાયા PM મોદી વિરૂદ્ધ સૂત્રો, ભારતે કડક કાર્યવાહીની કરી માગ
કેનેડામાં રામ મંદિરની દીવાલ પર PM મોદી વિરૂદ્ધ ઓક્યું ઝેર, ભારતે કડક કાર્યવાહીની કરી માંગ
Image Credit source: Google
| Edited By: | Updated on: Feb 15, 2023 | 1:20 PM

અસામાજીક તત્વોએ કેનેડામાં રામ મંદિરની દિવાલ પર ભારત વિરોધી સૂત્રો લખ્યા હતા. તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરી હતી. તોફાની તત્વોએ મંદિરની બહાર વડા પ્રધાન મોદી અને હિન્દુસ્તાન વિરૂદ્ધ પણ નારા લખવામાં આવ્યા હતા. આ મામલો સામે આવ્યા બાદ ભારતે આવા સૂત્રો લખનારાઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. આ કેસ કેનેડાના મિસીસૌગા વિસ્તારનો છે.

રામ મંદિરની દિવાલ પર લખેલા નારાઓની તસવીર હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ મામલો સામે આવ્યા બાદ ટોરોન્ટોમાં ભારતીય દૂતાવાસે તેની નિંદા કરી છે. દૂતાવાસે કેનેડાના સત્તાવાળાઓને આ ઘટનાની તપાસ કરવા અને આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. દૂતાવાસે ટ્વિટર પર લખ્યું, “અમે મિસીસૌગામાં રામ મંદિરની અપવિત્ર કરવા અને ત્યાં ભારત વિરોધી સૂત્રો લખવાની સખત નિંદા કરીએ છીએ. અમે દોષિતો સામે તાત્કાલિક કાર્યવાહીની માંગ કરીએ છીએ.”

 

 

કેનેડામાં દરેક વ્યક્તિને ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર છે: મેયર

બ્રેમ્પટનના મેયર પેટ્રિક બ્રાઉને આ ઘટનાને હેટ ક્રાઈમ ગણાવી છે. તેણે ટ્વીટ કરીને કહ્યું, અધિકારીઓ તેને ખૂબ જ ગંભીરતાથી લઈ રહ્યા છે. પોલીસ આ માટે જવાબદાર લોકોને શોધી કાઢશે. કેનેડામાં દરેક વ્યક્તિને ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર છે. અમે સુનિશ્ચિત કરીએ છીએ કે દરેક વ્યક્તિ તેમના પૂજા સ્થળે સુરક્ષિત છે.

 

 

સપ્ટેમ્બર 2022 પછી આવી ત્રીજી ઘટના

જણાવી દઈએ કે આ પહેલીવાર નથી જ્યારે કેનેડામાં કોઈ હિંદુ મંદિરને નુકસાન થયું હોય અને ત્યાં ભારત વિરોધી નારા લખવામાં આવ્યા હોય. આ વર્ષની શરૂઆતમાં, બ્રામ્પટનમાં એક હિન્દુ મંદિર પર ભારત વિરોધી પેઇન્ટિંગ બનાવવામાં આવી હતી, જેણે ભારતીય સમુદાયના લોકોમાં આક્રોશ ફેલાવ્યો હતો. તે જ સમયે, ગયા વર્ષે સપ્ટેમ્બરમાં, કેનેડામાં BAPS સ્વામિનારાયણ મંદિરમાં ‘કેનેડિયન ખાલિસ્તાની ઉગ્રવાદીઓ’ દ્વારા ભારત વિરોધી સૂત્રોચ્ચાર સાથે તોડફોડ કરવામાં આવી હતી.