ANAND : જિલ્લાના પેટલાદ ખાતે આવેલી ગોકુલધામ-નાર સંસ્થા 500 દિવ્યાંગોને નિઃશુલ્ક હાઇ-પ્રોસ્થેટીક લીમ્સ એટલે કે કૃત્રિમ હાથ અને પગ બેસાડવાના મેગા કેમ્પનું આયોજન કરાયુ છે. આરોગ્યની સેવાઓના ભાગરૂપે ગત જાન્યુઆરી-2021 માં કેમ્પ યોજી 103 દિવ્યાંગોને નિ:શુલ્ક પ્રોસ્થેટીક લીમ્સ આપી સ્વાવલંબી બનાવવાનું ભગીરથ કાર્ય કરેલ છે, જેમાં આ સેવાને આગળ વધારતા 500 જરૂરિયાતમંદ દિવ્યાંગ લોકોને નિ:શુલ્ક લીમ્સ અર્પણ કરવાના મેગા કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.
લાભાર્થીઓ નામ નોંધાવવા માટે ફોન- 9875013038 ઉપર સ્વામિનારાયણ ગોકુલધામ સંસ્થાનો સંપર્ક કરી શકે છે. દિવ્યાંગોને આ કેમ્પનો લાભ લેવા માટે તા.15-09-2021 સુધીમાં રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.
વધુમાં વધુ દિવ્યાંગ લોકો આ નિઃશુલ્ક સેવાનો લાભ મેળવે અને પોતાના જીવનમાં પડતી મુશ્કેલીઓને રોજિંદા જીવનમાં સામાન્ય બનાવે તે હેતુ રહેલો છે.
સ્વામિનારાયણ ગોકુલધામ-નાર સંસ્થા છેવાડાના માણસોની પ્રાથમિક જરૂરિયાતોની પૂર્તિ માટે પ્રામાણિકપણે પ્રયત્ન કરે છે. સંસ્થા શિક્ષણ, આરોગ્ય, સામાજિક અને આધ્યાત્મિક સેવાઓ કરી રહી છે. ગોકુલધામનાર લોકોનું લોકો સુધી પહોંચાડવામાં પારદર્શક સેવા કરે છે.
સ્વામિનારાયણ ગોકુલધામ-નાર સંસ્થાના સ્વપ્નદ્રષ્ટા સાધુ શુકદેવપ્રસાદ દાસજી જણાવે છે કે દેશ-વિદેશના દાતાઓની પ્રેરણા,સહકાર તેમજ ઉદારતાથી તથા વડતાલવાસી હરિકૃષ્ણ મહારાજ અને આચાર્ય મહારાજશ્રી તથા વડીલ સંતોના આશીર્વાદથી આવી સેવાઓ થઈ રહી છે.
ગોકુલધામ-નાર સંસ્થા દ્વારા છેલ્લા આઠ મહિનામાં દૈનિક સેવાઓ ઉપરાંત વિવિધ પ્રકારની દશ સેવાઓ કરેલ છે, જેવાં કે ચંપલ, જેકેટ, સિલાઈમશીન, ટ્રાયસીકલ, વોકીંગસ્ટીક, કૃત્રિમ હાથપગ, સેનેટરીપેડ, PPE કીટ, અનાજની કીટ, નનામી વિતરણ તેમજ કોરોનાકાળ દરમ્યાન કોન્સન્ટ્રેટર ઑકસીજન મશીન અને નિ:શુલ્ક આઈસોલેશન વોર્ડની સેવાઓ પૂરી પાડવામાં આવી છે.
અત્યાર સુધી કેટલા દિવ્યાંગોએ આ સેવાકાર્ય નો લાભ લઇ શરીરના કયા અંગો મેળવી પોતાનું જીવન સામાન્ય બનાવ્યું છે તેની વિગત નીચે મુજબ છે.
કપાયેલા હાથ-પગના પ્રકાર અને દર્દીઓની સંખ્યા
1) ઘુટણથી ઉપરના – 28 અને 22
2) ઘુંટણથી નીચેના – 20 અને 18
3) કોણીથી ઉપરના – 08
4) સીલીકોન લાઇનર વાળા દર્દી – 00
5) કોણીથી નીચેના -04
6) ખાલી પંજો – 01
7) અડધો પંજો -02
કુલ – 123
Published On - 2:10 pm, Sun, 29 August 21