અમૂલે સામાન્ય લોકોનું બજેટ બગાડ્યું, દૂધના ભાવમાં રૂ. 3 થી 5 નો કર્યો વધારો, જાણો કયા દૂધમાં કેટલો થયો વધારો

|

Feb 03, 2023 | 10:10 AM

અમૂલે ફરી દૂધના ભાવમાં વધારો કર્યો છે. હવે ફુલ ક્રીમ દૂધ 63 રૂપિયાને બદલે 66 રૂપિયા પ્રતિ લિટર આપવામાં આવશે. ભેંસના દૂધના ભાવમાં પ્રતિ લીટર 5 રૂપિયાનો વધારો કરીને 65 રૂપિયાથી 70 રૂપિયા પ્રતિ લીટર કરવામાં આવ્યો છે.

અમૂલ દૂધના ભાવમાં વધારોઃ અમૂલે ફરી એકવાર સામાન્ય લોકોને આંચકો આપીને તેમનું બજેટ બગાડ્યું છે. અમૂલે ફરી એકવાર દૂધના ભાવમાં વધારો કર્યો છે. જો કે આ ભાવ વધારો હાલ ગુજરાતમાં લાગુ નહી થાય. અમૂલે કરેલો દૂઘના ભાવનો વધારો મહારાષ્ટ્ર, દિલ્હી અને કોલકત્તામાં લાગુ પડશે. અમૂલે ફુલ ક્રીમ દૂધના ભાવમાં 3 રૂપિયાનો વધારો કર્યો છે. તો ભેંસના દૂધના ભાવમાં પાંચ રૂપિયાનો વધારો કર્યો છે. હવે ફુલ ક્રીમ દૂધ 63 રૂપિયાને બદલે 66 રૂપિયા પ્રતિ લિટર આપવામાં આવશે. જ્યારે ભેંસના દૂધના ભાવમાં પ્રતિ લીટર 5 રૂપિયાનો વધારો કરીને 65 રૂપિયાથી 70 રૂપિયા પ્રતિ લીટર કરવામાં આવ્યો છે. અમૂલ દહીં અને અન્ય દૂધની પેદાશોના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો છે.

એટલો થયો ભાવ વધારો

ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ, જે અમૂલ તરીકે જાણીતું છે, તેણે જાહેરાત કરી છે કે તેણે દૂધના ભાવમાં પ્રતિ લિટર રૂ. 3 સુધીનો વધારો કર્યો છે. કિંમતોમાં ફેરફાર બાદ અમૂલ ગોલ્ડના નવા ભાવ 66 રૂપિયા પ્રતિ લીટર થશે. મિલ્ક માર્કેટિંગ ફેડરેશને જણાવ્યું છે કે એક લિટર અમૂલ ફ્રેશ દૂધની કિંમત 54 રૂપિયા, અમૂલ ગાયના દૂધની એક લિટરની કિંમત 56 રૂપિયા અને અમૂલ A2 ભેંસના દૂધની કિંમત 70 રૂપિયા પ્રતિ લિટર છે. આ વર્ષે અમૂલ દ્વારા દૂધના ભાવમાં આ પ્રથમ વધારો છે. અમૂલે ગયા વર્ષે માર્ચ, ઑગસ્ટ અને ઑક્ટોબરમાં – ઊંચા ઉત્પાદન ખર્ચને ધ્યાનમાં રાખીને દૂધના ભાવમાં ત્રણ વખત વધારો કર્યો હતો.

આ પહેલા ગુરુવારે ડેરી ફર્મ પરાગ મિલ્ક ફૂડ્સે ગોવર્ધન બ્રાન્ડ ગાયના દૂધની કિંમતમાં 2 રૂપિયા પ્રતિ લિટરનો વધારો કર્યો હતો. ગોવર્ધન બ્રાન્ડ ગાયના દૂધના ભાવ વધારા માટે ઓપરેશન અને દૂધ ઉત્પાદનની કિંમતમાં વધારો થયો હોવાનુ કારણ જણાવ્યું છે. કંપનીએ એક નિવેદનમાં કહ્યું કે, દૂધની કિંમતોમાં વધારા સાથે ગોવર્ધન ગોલ્ડ મિલ્કની કિંમત હવે 54 રૂપિયા પ્રતિ લિટરથી વધીને 56 રૂપિયા થઈ ગઈ છે. પરાગ મિલ્ક ફૂડ્સના ચેરમેન દેવેન્દ્ર શાહે જણાવ્યું હતું કે, ઊર્જા, પેકેજિંગ, લોજિસ્ટિક્સ અને પશુ આહારની કિંમતમાં વધારો થવાને કારણે દૂધના ભાવમાં વધારો થયો છે.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

 

Published On - 9:37 am, Fri, 3 February 23

Next Article