
બીજેપી નેતા અને કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીએ અમેરિકન અબજોપતિ જ્યોર્જ સોરોસ દ્વારા પીએમ મોદી પર કરેલી ટિપ્પણી પર નિશાન સાધ્યું છે. સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે જ્યોર્જ સોરોસે ભારતના લોકતંત્રમાં હસ્તક્ષેપ કરવાનો પ્રયાસ કર્યો છે અને પીએમ મોદી તેમના નિશાના પર છે. ભારતમાં તેમના મનસુબા પાર પાડવા માટે પીએમ મોદીની છબી ખરડવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે.
સ્મૃતિ ઈરાનીએ વધુમાં જણાવ્યું હતું કે, જ્યોર્જ સોરોસે એવી ટિપ્પણી કરી છે કે, તેઓ ભારતમાં તેમની વિદેશી સત્તા હેઠળ એવી વ્યવસ્થા બનાવશે, કે જે ભારતના હિતોની નહીં પરંતુ તેમના હિતોનું રક્ષણ કરશે. જ્યોર્જ સોરેસની આ ટિપ્પણીનો દરેક ભારતીયે વળતો યોગ્ય જવાબ આપવો જોઈએ. સ્મૃતિ ઈરાનીએ એમ પણ કહ્યું કે, વિદેશી તાકાત કે જેના કેન્દ્રમાં જ્યોર્જ સોરોસ છે, તેઓએ ભારતના લોકતાંત્રિક માળખા પર હુમલો કરવાની વાત કરી છે. તેમણે એવી પણ વાત કરી છે કે, તેઓ પીએમ મોદીને તેમના હુમલાનો મુખ્ય કેન્દ્ર બનાવશે.
George Soros wants a government that is pliable to his needs for making his nefarious plans successful.
It is evident from his statements that he has pronounced funding over one billion dollars particularly to target leaders like PM Modi is significant.
– Smt. @smritiirani pic.twitter.com/YEs0dQNbfV
— BJP (@BJP4India) February 17, 2023
સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે અમારી સરકાર લોકો માટે છે. તેમણે કહ્યું કે અમે અગાઉ પણ વિદેશી તાકાતને હરાવી ચૂક્યા છીએ. દેશ વિરુદ્ધ કોઈપણ ષડયંત્રને સહન કરવામાં નહીં આવે.
સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે, જ્યોર્જ સોરોસ તેમની નાપાક યોજનાઓને સફળ બનાવવા માટે, તેમની જરૂરિયાતોને અનુરૂપ ભારતમાં સરકાર ઈચ્છે છે. તેમના નિવેદનોથી સ્પષ્ટ થાય છે કે, તેમણે પીએમ મોદી જેવા નેતાઓને ખાસ નિશાન બનાવવા માટે એક અબજ ડોલરથી વધુના ભંડોળની જાહેરાત કરી છે.