Ahmedabad: ગોધાવીથી સેલા જતી શાખા નહેરમાં ગાબડું પડ્યું, ખેડૂતોના ઉભા પાકને નુકસાન થવાનું જોખમ

|

Jun 17, 2021 | 6:27 PM

Ahmedabad: અવાર નવાર કેનાલોમાં ગાબડા પડવાની ઘટનાઓ સામે આવતી હોય છે, ત્યારે છેલ્લા 2 મહિનાથી ગોધાવીથી સેલા જતી શાખા નહેરમાં ગાબડું પડ્યું છે.

Ahmedabad: અવાર નવાર કેનાલોમાં ગાબડા પડવાની ઘટનાઓ સામે આવતી હોય છે, ત્યારે છેલ્લા 2 મહિનાથી ગોધાવીથી સેલા જતી શાખા નહેરમાં ગાબડું પડ્યું છે. સિંચાઈ વિભાગ (Irrigation Department)ની બેદરકારીને કારણે નહેરમાં ગાબડું પડ્યું છે.

 

મહત્વની વાત એ છે કે વરસાદી સિઝનમાં નર્મદા કેનાલ (Narmada Canal)માં ગાબડા પડવાનો સિલસિલો યથાવત્ છે, ગોધાવીથી સેલા જતી શાખા નહેરમાં ગાબડું પડ્યું છે. નર્મદા કેનાલ (Narmada Canal)માં પાણીનું લેવલ વધવાના કારણે માટીનું ધોવાણ થયું છે. ચોમાસા દરમિયાન પાણી છોડાય તો ખેતરોનું પણ ધોવાણ થઈ શકે છે.

 

નર્મદા કેનાલ (Narmada Canal)માં મસમોટું ગાબડું છેલ્લા 2 મહિનાથી પડ્યું છે તેમ છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. ગાબડુ પડવાથી કેનાલમાં પાણીનું લેવલ પણ ઓછું થઈ રહ્યું છે,  કેનાલનો પાળો તુટવાની પણ હાલ શકયતા છે.

 

ખેડૂતોની માંગ છે કે આ ગાબડાને તાત્કાલિક રીપેર કરવામાં આવે કારણ કે જો કેનાલને રીપેર કરવામાં નહીં આવે તો ખેડૂતોના ઉભા પાકને નુકશાન થશે. તેમજ આવનારા સમયમાં વરસાદને કારણે ઉપરવાસમાંથી પાણી છોડવામાં આવશે તો પણ ખેડૂતો(Farmer)ને નુકસાન વેઠવાનો વારો આવશે.

 

નર્મદા કેનાલમાં ગાબડું પડ્યું છે તેની સામે નર્મદા વિભાગની સેકશન ઓફિસ (Section Office)આવેલી છે,  તેમ છતા અધિકારીઓ દ્વારા કોઈ પગલા લેવામાં આવતા નથી. ખેડૂતો (Farmer)એ પણ તંત્રને અનેક વખત રજુઆત કરી ચૂક્યા છે તેમ છતાં અધિકારીઓ દ્વારા ધ્યાન આપવામાં આવતું નથી.

 

આ પણ વાંચો: Ahmedabad: શહેરના કેટલાક વિસ્તારમાં ધોધમાર વરસાદ, નિકોલ અને મેમકોમાં દોઢ ઈંચ વરસાદ

Next Video