Ahmedabad: શહેરના કેટલાક વિસ્તારમાં ધોધમાર વરસાદ, નિકોલ અને મેમકોમાં દોઢ ઈંચ વરસાદ

શહેરમાં છેલ્લા બે-ત્રણ દિવસથી વધેલા અસહય બફારા બાદ આજે ફરી વરસાદ (Rain) પડ્યો છે. અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં ધમધોકાર વરસાદ પડ્યો, તો કેટલાંક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે.

| Updated on: Jun 17, 2021 | 5:51 PM

શહેરમાં છેલ્લા બે-ત્રણ દિવસથી વધેલા અસહય બફારા બાદ આજે ફરી વરસાદ (Rain) પડ્યો છે. વરસાદ પડતાં લોકોએ બફારાથી રાહત મેળવી હતી. અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં ધમધોકાર વરસાદ પડ્યો, તો કેટલાંક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે. અમદાવાદ શહેરમાં ધોધમાર વરસાદની રાહ જોઇ રહેલા શહેરીજનો માટે વરસાદ પડતાં આગામી દિવસોમાં વધુ વરસાદ (Rain) પડશે તેની આશા બંધાઈ છે.

ગઈકાલે પણ અમદાવાદ શહેરમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને ભારે પવન તથા વાવાઝોડા સાથે વરસાદ ખાબક્યો હતો. હવામાન વિભાગે પણ ગુરુવાર સુધી અમદાવાદ (Ahmedabad) સહિત રાજ્યના બીજા જિલ્લાઓમાં મધ્યમથી સામાન્ય વરસાદ (Rain) ની આગાહી કરી હતી.

સ્માર્ટસિટી કહેવાતા અમદાવાદના અનેક વિસ્તાર એવા છે, જેના વિકાસની પોલ ચોમાસામાં ખુલી જાય છે. બુધવારે સાંજે અમદાવાદમાં ધોધમાર વરસાદ વરસતા અમુક વિસ્તારમાં પ્રિ-મોન્સૂન કામગીરીની ( Pre Monsoon Activity) પોલ ખુલી ગઈ હતી.

અમદાવાદમાં પહેલા વરસાદમાં જ ચાંદલોડિયાથી (Chandlodia) શાયોના સિટીને જોડતા ગરનાળામાં પાણી ભરાયા હતા. સામાન્ય વરસાદથી જ પાણી ભરાઈ ગયું હતું. તો ધોધમાર વરસાદ આવે તો સ્થિતિ શું થાય તે વિચારી શકાય નહીં. આ સમસ્યા આજકાલની નથી પણ 20 વર્ષ જૂની છે. તેમ છતાં કોર્પોરેશનના અત્યાર સુધીના સત્તાધીશો આ સમસ્યાનો ઉકેલ લાવી શક્યા નથી, આ ગરનાળામાંથી કોર્પોરેશનની ટીમ દ્વારા મોટર લગાવીને પાણી બહાર કાઢવામાં આવ્યું હતું.

ગરનાળામાંથી પાણી ભરાવવાને કારણે લોકોને 6 થી 7 કિલોમીટર વધારે ફરીને જવું પડે છે. ત્યારે સવાલ એ છે કે કોર્પોરેશનના સત્તાધીશો કુંભકર્ણની નિંદ્રામાંથી ક્યારે જાગશે? અને શહેરના જુદા-જુદા વિસ્તારોની આવી સમસ્યાઓનો ક્યારે ઉકેલ લાવશે?

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">