Kheda : નડિયાદ અમદાવાદ રેલવે ટ્રેક પરથી માલગાડીનો એક ડબ્બો ઉતરી જતાં અકસ્માત સર્જાયો, જુઓ Video

|

Aug 14, 2023 | 10:47 PM

ઘટનાને લઈને તે ટ્રેક પર આવતી ટ્રેનોની અવરજવર પર અસર પડી છે. તેમજ રેલવે વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. ટ્રેક પરથી ઉતરેલા ડબ્બાને સહી સલામત ખસેડી રૂટને ફરી શરૂ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

Kheda : નડિયાદ અમદાવાદ રેલવે ટ્રેક પરથી માલગાડીનો એક ડબ્બો ઉતરી જતાં અકસ્માત સર્જાયો, જુઓ Video
Train Accident

Follow us on

Kheda : વડોદરા ડિવિઝનના મહેમદાવાદ ખેડા રોડ સ્ટેશન રેલવે ટ્રેક પર માલગાડીનો એક ડબ્બો પાટા પરથી ઉતરી જવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી પ્રમાણે ટેકનીકલ ખામી સર્જાતા માલગાડીનો એક ડબ્બો ટ્રેક પરથી ઉતરી ગયો છે. નેનપુર મેમદાબાદ વચ્ચે રેલવે ટ્રેક પર આ ઘટના બની છે.

જે ઘટનાને લઈને તે ટ્રેક પર આવતી ટ્રેનોની અવરજવર પર અસર પડી છે. તેમજ રેલવે વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. ટ્રેક પરથી ઉતરેલા ડબ્બાને સહી સલામત ખસેડી રૂટને ફરી શરૂ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

5,000 રૂપિયાની SIP, 1 કરોડ રૂપિયા બનાવતા કેટલો સમય લાગે ?
સીડી વગર સીલિંગ ફેન પરથી ધૂળ કેવી રીતે સાફ કરવી ?
કોહલી દ્રવિડની કરશે બરાબરી, જાડેજા પાસે કપિલ દેવને પાછળ છોડવાની તક
Vastu shastra : આ 2 ઘરોમાં તુલસીનો છોડ લગાવવો અશુભ, તમે જીવનભર રહેશો ગરીબ
મધમાં પાણી ઘોળીને પીવાના ફાયદા
એન્જિન્યરિંગની નોકરી છોડી સંગીતમાં કારકિર્દી બનાવનાર, ગુજરાતી સિંગર વિશે જાણો

આ પણ વાંચો Kheda : નડિયાદના હાથનોલી ગામમાં ખેતરમાંથી મળ્યા 19 ગાંજાના છોડ, SOGની રેડ પહેલા જ ખેડૂત ફરાર, જૂઓ Video

વડોદરા ડિવિઝનના મહેમદાવાદ ખેડા રોડ સ્ટેશન રેલવે ટ્રેક પર માલગાડીનો એક ડબ્બો પાટા પરથી ઉતરી જવાને કારણે કેટલીક ટ્રેનોને અસર થઈ છે. પશ્ચિમ રેલ્વેના વડોદરા-અમદાવાદ રેલ વિભાગ પર મહેમદાવાદ ખેડા રોડ સ્ટેશન પર ગુડ્સ ટ્રેનનો કોચ પાટા પરથી ઉતરી જવાને કારણે ડાઉન લાઇન પરનો રેલ વ્યવહાર પ્રભાવિત થયો છે.

આ દુર્ઘટનાને કારણે 14 ઓગસ્ટ 2023ની રદ કરાયેલી સંપૂર્ણ ટ્રેનો

ટ્રેન નંબર 09315 વડોદરા-અમદાવાદ સ્પેશિયલ

ટ્રેન નંબર 09274 અમદાવાદ-આણંદ સ્પેશિયલ

ટ્રેન નંબર 09327 વડોદરા-અમદાવાદ સ્પેશિયલ

ટ્રેન નંબર 09275 આણંદ-ગાંધીનગર સ્પેશિયલ

15 ઓગસ્ટ 2023ની રદ કરાયેલી સંપૂર્ણ ટ્રેનો

ટ્રેન નંબર 20947 અમદાવાદ-એકતાનગર જનશતાબ્દી એક્સપ્રેસ

ટ્રેન નંબર 20950 એકતા નગર-અમદાવાદ જનશતાબ્દી એક્સપ્રેસ

ટ્રેન નંબર 09318 આણંદ-વડોદરા સ્પેશિયલ

ટ્રેન નંબર 09316 અમદાવાદ-વડોદરા સ્પેશિયલ

ટ્રેન નંબર 09276 ગાંધીનગર-આણંદ સ્પેશિયલ

આંશિક રીતે રદ કરાયેલી ટ્રેનો

ટ્રેન નંબર 20950 એકતા નગર – અમદાવાદ જન શતાબ્દી એક્સપ્રેસ 14 ઓગસ્ટ 2023 વડોદરા અને અમદાવાદ વચ્ચે રદ રહેશે. તેથી મુસાફરોને ઉપરોક્ત રદ કરાયેલી ટ્રેનોને ધ્યાનમાં રાખીને મુસાફરી કરવા અપીલ કરવામાં આવી છે.

ખેડા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો

Published On - 10:41 pm, Mon, 14 August 23

Next Article