
આ વાયરલ ક્લિપમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ ગાય અને તેના વાછરડાને પાણીપુરી ખવડાવી રહ્યો છે. બંને શાંતિથી પોતાના વારાની રાહ જોઈ રહ્યા છે. ગાયને પાણીપુરી ખાતી જોઈને ઘણા લોકો ચોંકી ઉઠ્યા છે, જ્યારે અન્ય લોકો આ વીડિયોને દિલ જીતનારો કહી રહ્યા છે.
તમે ગાયને ઘાસ ચરતી જોઈ હશે. પણ શું તમે ક્યારેય પાણીપુરી ખાતી જોઈ છે? કારણ કે આ પહેલા ભાગ્યે જ કોઈએ ગાયને પાણીપુરી ખવડાવવાનો પ્રયાસ કર્યો હશે. આ જ કારણ છે કે હવે આ ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે અને લોકો ગાય અને વાછરડાને પાણીપુરી ખવડાવનારા કાકાની પ્રશંસા કરી રહ્યા છે.
આ પણ વાચો: Viral Video : દાદીમા તેના પૌત્રની નજર ઉતારતો વીડિયો થયો વાયરલ, યુઝર્સને તેમના બાળપણની આવી યાદ
આ વીડિયોને એક ઈન્સ્ટાગ્રામ યુઝરે શેર કર્યો હતો અને લખ્યું હતું કે, ખૂબ જ ક્યૂટ. વીડિયોને 57 હજારથી વધુ લાઈક્સ મળી ચૂકી છે. ઉપરાંત, કેટલાક યુઝર્સે ગાયને પાણીપુરી ખવડાવનારા કાકાને ‘રિયલ હીરો’ કહી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, આ વીડિયો સોશિયલ મીડિયા પર પહેલાથી જ વાયરલ થઈ ચૂક્યો છે.
આ ક્લિપમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ ગાય અને તેના વાછરડાને પાણીપુરી ખવડાવી રહ્યો છે. બંને શાંતિથી પોતાના વારાની રાહ જોઈ રહ્યા છે. ગાયને પાણીપુરી ખાતી જોઈને ઘણા લોકો ચોંકી ઉઠ્યા છે, જ્યારે અન્ય લોકો આ વીડિયોને હાર્ટ વોર્મિંગ કહી રહ્યા છે. હવે આ ક્લિપ સોશિયલ મીડિયાના અલગ-અલગ પ્લેટફોર્મ પર શેર કરવામાં આવી રહી છે.
હવે ફરી એકવાર આ ક્લિપ ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રહી છે. 25 સપ્ટેમ્બરે આ ક્લિપ કલેક્ટર (@dc_sanjay_jas) દ્વારા શેર કરવામાં આવી હતી અને તેમાં લખ્યું હતું – મા-બેટી સાથ હો ઔર પાણીપુરી કી દુકાન હો… ફિર ક્યા હી કહેના…. આ વીડિયોને અત્યાર સુધીમાં 1 લાખથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે.
मां-बेटी साथ हों और गोलगप्पे की दुकान हो..
फिर कहना ही क्या 💕#MotherDaughter #Respectfully #beautiful pic.twitter.com/KnLjiR1lfs— Sanjay Kumar, Dy. Collector (@dc_sanjay_jas) September 25, 2022
જોકે સોશિયલ મીડિયા વાયરલ વીડિયોનો ખજાનો છે અહીં ક્યારે શું વાયરલ થઈ જાય કંઈ કહી ન શકાય. લોકોને વાયરલ વીડિયોમાં ખાસ કરી ફની વીડિયો જોવા ખુબ ગમતા હોય છે. લોકો આ વીડિયો ન માત્ર જુએ જ છે પરંતુ તેમના મિત્રો સાથે પણ શેર કરે છે.