
ફરવા જવું કોને ના ગમે, દરેક લોકોને ફરવા જવાની ઈચ્છા હોય છે, પરંતુ આજના મોંઘવારીના જમાનામાં મધ્યમ વર્ગના લોકો માટે ફરવા જવું ખૂબ જ મુશ્કેલ બની ગયું છે. પરંતુ ફરવા જવું પણ જરૂરી છે. તેથી જો તમે પણ ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યા છો, પરંતુ પૈસા નથી તો આજે અમે તમને જણાવીશું કે ફરવા જવા માટે તમે કેવી રીતે લોન લઈ શકો છો.
જો તમે કોઈ ટ્રીપ પર જવા માંગો છો અને તમારી પાસે પૈસા નથી. તો પણ તમે ફરવા જઈ શકો છો. હવે તમારા મનમાં સવાલ હશે કે કેવી રીતે ? તો તમને જણાવી દઈએ કે, તમે આ માટે પર્સનલ લોન લઈ શકો છો. પર્સનલ લોન એટલે વ્યક્તિગત લોન જે તમે કોઈપણ હેતુ માટે ખર્ચી શકો છો. જો તમે લાંબા સમયથી તમારા પરિવાર સાથે પ્રવાસનું આયોજન કરી રહ્યા છો, તો તમે તમારી જરૂરિયાત મુજબ પર્સનલ લોન માટે અરજી કરી શકો છો. અને તમારી સપનાની સફરને પૂર્ણ કરી શકો છો. પર્સનલ લોન લેવા માટે કોઈએ ઉતાવળ કરવાની જરૂર નથી. તમામ કેન્દ્રીયકૃત બેંકો નાગરિક જવાબદારી સામે લોકોને પર્સનલ લોન આપે છે.
વર્ષ 2023માં એક સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં એક ચોંકાવનારો ખુલાસો થયો છે. ઓનલાઈન લોન પ્લેટફોર્મ પૈસા બજાર દ્વારા હાથ ધરવામાં આવેલા સર્વેમાં જાણવા મળ્યું છે કે, જે વ્યક્તિ પર્સનલ લોન લે છે, તેમાં દરેક પાંચમા વ્યક્તિનું કારણ પ્રવાસ છે. 2023ના પ્રથમ ક્વાર્ટરમાં લોન લેનારાઓમાં 16 ટકા લોકોએ પ્રવાસ માટે લોન લીધી હતી. તો બીજા ક્વાર્ટરમાં આ આંકડો વધીને 24 ટકા થયો હતો. લોન લેનારાઓમાં સૌથી વધુ સંખ્યા પગારદાર વર્ગની હતી.
આ પણ વાંચો TV જોતી વખતે લાઈટ બંધ રાખવી જોઈએ કે ચાલુ ? આ રહ્યો સાચો જવાબ