
વર્લ્ડ સીનિયર સીટિઝન ડેની શરુઆત અમેરિકી રાષ્ટ્રપતિ રહેલા રોનાલ્ડ રીગને વર્ષ 1988માં કરી હતી. તેમણે 19 ઓગસ્ટના રોજ આ ઘોષણાપત્ર પર હસ્તાક્ષર કર્યા અને 21 ઓગસ્ટને આ ખાસ દિવસ તરીકે ઉજવવાનો નિર્ણય લેવામાં આવ્યો. બે વર્ષ પછી, 14 ડિસેમ્બર,1990 ના રોજ, સંયુક્ત રાષ્ટ્રએ એક ઠરાવ પસાર કર્યો. ત્યારથી, તે વિશ્વભરમાં ઉજવવામાં આવે છે. ત્યારથી, આ ખાસ દિવસ 60 વર્ષથી વધુ ઉંમરના નાગરિકોના સન્માન અને તેમના જીવનને સુધારવા માટેની યોજનાઓ માટે જાણીતો છે.
ચાલો, વર્લ્ડ સીનિયર સિટીઝન ડે નિમિત્તે, જાણીએ કે ભારતમાં વૃદ્ધો માટે કેટલી સરકારી યોજનાઓ છે? તેઓ આ યોજનાઓનો કેવી રીતે લાભ મેળવી રહ્યા છે?
ભારતમાં સીનિયર સિટીઝનનો એક મહત્વપૂર્ણ ભાગ છે. તેના સુરક્ષિત,સ્વસ્થ અને સમ્માનજનક જીવન માટે કેન્દ્ર અને રાજ્ય સરકારોની અનેક કલ્યાણકારી યોજનાઓ બહાર પાડી છે. આ યોજનાઓ આમાં નાણાકીય સુરક્ષા, આરોગ્યસંભાળ, રોજિંદા જીવનની સરળતા અને કાનૂની સુરક્ષાનો સમાવેશ થાય છે.
ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધાવસ્થા પેન્શન યોજના આ યોજના રાષ્ટ્રીય સામાજિક સહાયતા કાર્યક્રમનો એક ભાગ છે. જેના હેઠળ ગરીબી રેખા નીચે જીવતા લોકો 60 વર્ષથી વધારે ઉંમરના લોકોને પેન્શન આપવામાં આવે છે. 60 થી 79 વર્ષના વૃદ્ધોને કેન્દ્ર અને રાજ્ય સરકાર મળી માસિક પેન્શન આપે છે. જ્યારે 80 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધોને વધારાની રકમ આપવામાં આવે છે.
આ યોજના અસંગઠિત ક્ષેત્રના શ્રામિકો માટે તૈયાર કરવામાં આવી છે. જેમાં 18 થી 40 વર્ષની વયમાં રોકાણ શરુ કરી શકાય છે. ત્યારબાદ 60 વર્ષની ઉંમરમાં એક હજારથી લઈ પાંચ હજાર રુપિયા સુધી માસિક પેન્શન મળે છે.
ભારતીય જીવન વિમા નિગમના માધ્યમથી સંચાલિત આ યોજના સીનિયર સીટિઝન ગેરંટીકૃત વ્યાજ દરની સાથે નિયમિત પેન્શનનો વિકલ્પ આપે છે. જેમાં 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકો ખાતું ખોલી શકે છે. આ યોજનામાં સામાન્ય બચત યોજનાની તુલનામાં વધારે વ્યાજ મળે છે.
સરકારે આ યોજનાનો સમય વધારે 70 કર્યો. તેનાથી વધારે ઉંમરના લોકોને પરિવારોને તેમના આવક સ્તરને ધ્યાનમાં લીધા વિના આરોગ્ય સુરક્ષા કવચ પૂરું પાડે છે, જે પેનલ્ડ હોસ્પિટલોમાં દર વર્ષે પ્રતિ પરિવાર5 લાખ સુધીની મફત સારવાર પૂરી પાડે છે.
આ યોજના ગરીબી રેખા નીચે રહેનાર સીનિયર સીટિઝન માટે છે. જે વય-સંબંધિત વિકલાંગતા ધરાવતા લોકો. આ યોજના હેઠળ, વૃદ્ધોને ચાલવા માટેની લાકડીઓ, વ્હીલચેર, શ્રવણ યંત્રો, કૃત્રિમ દાંત, ચશ્મા અને અન્ય સહાયક ઉપકરણો સંપૂર્ણપણે મફતમાં પૂરા પાડવામાં આવે છે.
આ કાર્યક્રમ હેઠળ દેશભરના પ્રાથમિક સ્વાસ્થ કેન્દ્રો,સામુદાયિક સ્વાસ્થ કેન્દ્રો અને જિલ્લા હોસ્પિટલમાં વૃદ્ધો માટે વિશેષ વોર્ડ,અલગ ઓપીડી કતાર અને વૃદ્ધાવસ્થા વિશેષજ્ઞ સેવાઓ પુરી પાડવામાં આવે છે.
વૃદ્ધો માટે મુસાફરીને સરળ અને વધુ આરામદાયક બનાવવા માટે ઘણી પરિવહન સેવાઓ પૂરી પાડવામાં આવી છે.
સીનિયર સીટિઝન માટે ટ્રેનોમાં નીચેના બર્થને વિશેષ કોટા નિર્ધારિત રહે છે. આ સાથએ મોટા સ્ટેશનો પર વ્હીલચેર , બેટરી સંચાલિત ગાડીઓ અને અલગ ટિકિટ કાઉન્ટરની સુવિધા મળે છે.
મુખ્ય સ્થાનિક એરલાઇન્સ વરિષ્ઠ નાગરિકોને એરપોર્ટ પર પ્રાથમિકતા બોર્ડિંગ અને વ્હીલચેર સહાય સાથે, મૂળ ભાડા પર ખાસ ટકાવારી ડિસ્કાઉન્ટ આપે છે.
મોટાભાગના રાજ્યોની સરકારી બસમાં સીનિયર સીટિઝન માટે સીટ આરક્ષિત હોય છે. કેટલાક રાજ્યમાં તો મફત મુસાફરીની પણ સુવિધા આપવામાં આવી છે.
વૃદ્ધોના અધિકારોનું રક્ષણ કરવા અને દુર્વ્યવહાર અટકાવવા માટે કડક કાયદાઓ ઘડવામાં આવ્યા છે.માતાપિતા અને વરિષ્ઠ નાગરિકોનું ભરણપોષણ અને કલ્યાણ અધિનિયમ, 2007: આ કાયદો ખાતરી કરે છે કે બાળકો અથવા કાનૂની વારસદારો તેમના વૃદ્ધ માતાપિતાની સંભાળ અને ભરણપોષણ પૂરું પાડે છે. જો તેઓ આમ કરવામાં નિષ્ફળ જાય, તો વરિષ્ઠ નાગરિકો ખાસ ટ્રિબ્યુનલમાં અરજી કરી શકે છે.
ઝડપી ન્યાય: આ કાયદા હેઠળ, દરેક અધિકારક્ષેત્રમાં ભરણપોષણના કેસોનો ઝડપથી ઉકેલ લાવવા માટે ટ્રિબ્યુનલની સ્થાપના કરવામાં આવી છે, ભલે વકીલ ન હોય. ટ્રિબ્યુનલ બાળકો માટે માસિક ભરણપોષણ માટે આદેશો જાહેર કરી શકે છે.