ટ્રેન ટિકિટમાં PNR નંબર શા માટે હોય છે? જાણો તેના 10 અંકોનું રહસ્ય

વેઇટિંગ લિસ્ટ હોય કે કન્ફર્મ સીટ, દરેક માહિતી આ નંબર દ્વારા જાણી શકાય છે. પરંતુ શું તમે જાણો છો કે આ નંબરનો અર્થ શું છે અને તેના 10 અંકો મુસાફર વિશે કઈ-કઈ માહિતી આપે છે?

ટ્રેન ટિકિટમાં PNR નંબર શા માટે હોય છે? જાણો તેના 10 અંકોનું રહસ્ય
train prn number
| Updated on: Nov 28, 2026 | 9:02 AM

ટ્રેનની ટિકિટ બુક કરાવ્યા પછી સૌથી પહેલાં જે નંબર પર નજર જાય છે, તે છે PNR. વેઇટિંગ લિસ્ટ હોય કે કન્ફર્મ સીટ, દરેક માહિતી આ નંબર દ્વારા જાણી શકાય છે. પરંતુ શું તમે જાણો છો કે આ નંબરનો અર્થ શું છે અને તેના 10 અંકો મુસાફર વિશે કઈ-કઈ માહિતી આપે છે?

PNR નંબર શું છે?

PNRનું પૂરું નામ Passenger Name Record છે, એટલે કે મુસાફરનો નામનો રેકોર્ડ. ભારતીય રેલવેમાં PNR 10 અંકોનો નંબર હોય છે, જેના આધારે મુસાફરોની વિગતો રેલવેના ડેટાબેઝમાં સુરક્ષિત રાખવામાં આવે છે. આ વિગતોમાં રેલવે ઝોનથી લઈને ટિકિટના બુકિંગ સ્ટેટસ સુધીની માહિતી સામેલ હોય છે.

PNR નંબર ટિકિટ પર ઉપર ડાબી બાજુએ છાપેલો હોય છે. એક PNRમાં આખા બુકિંગનો રેકોર્ડ હોય છે. તેમાં તમારું નામ, ટ્રેન, મુસાફરીની તારીખ, સીટ અથવા બર્થની સ્થિતિ જેવી વિગતો સામેલ હોય છે.

10 અંકોમાં શું છુપાયેલું છે?

PNRના 10 અંકોનું માળખું 2 ભાગમાં વહેંચાયેલું છે. આ અંગે ઇન્ટરનેટ પર ઘણી મૂંઝવણ જોવા મળે છે. મોટાભાગના સ્રોતો અનુસાર, આ નંબરના 2 ભાગ હોય છે.

પહેલા 3 અંક: આ અંક જણાવે છે કે ટિકિટ કયા Passenger Reservation System (PRS) દ્વારા જાહેર કરવામાં આવી છે. તેમાં પહેલો અંક તે રેલવે ઝોન દર્શાવે છે જ્યાંથી ટ્રેન શરૂ થાય છે, જ્યારે આગળના 2 અંક તે PRSની માહિતી આપે છે જ્યાંથી ટિકિટ બુક કરવામાં આવી છે.

બાકીના 7 અંક: આ અંકો રેન્ડમ રીતે જનરેટ કરવામાં આવે છે, જેથી દરેક PNR નંબર અલગ અને અનન્ય રહે. આ અંકોમાં પોતાની રીતે કોઈ છુપાયેલી માહિતી હોતી નથી.

એટલે કે, એવી માન્યતા યોગ્ય નથી કે PNRના તમામ 10 અંકોમાં મુસાફરીની તારીખ, સીટ કે મુસાફરની દરેક માહિતી છુપાયેલી હોય છે. વાસ્તવમાં, આ બધી માહિતી PNR સાથે જોડાયેલા ડેટાબેઝમાં સુરક્ષિત રહે છે, નંબરની અંદર નહીં.

PNR કોણ બનાવે છે?

મુસાફરીની વિગતો Centre for Railway Information Systems (CRIS) દ્વારા સંચાલિત ડેટાબેઝમાં રાખવામાં આવે છે. CRIS ભારતીય રેલવેની IT શાખા છે. આ જ સિસ્ટમમાં રિઝર્વેશન થાય છે અને ટિકિટનો રેકોર્ડ તૈયાર થાય છે. IRCTCની વેબસાઇટ અને એપ પર તમે જે PNR સ્ટેટસ જુઓ છો, તે આ જ ડેટાબેઝમાંથી મળે છે.

PNR ખૂબ કેમ જરુરી છે?

  • સ્ટેટસ તપાસવા માટે: ટિકિટ કન્ફર્મ થઈ છે, RACમાં છે કે વેઇટિંગ લિસ્ટમાં છે, તેની માહિતી મળે છે.
  • ફરિયાદ નોંધાવવા માટે: મુસાફરી દરમિયાન કોઈ સમસ્યા થાય તો આ 10 અંકના નંબરની મદદથી રેલવેમાં ફરિયાદ નોંધાવી શકાય છે.
  • ટિકિટની ઓળખ માટે: મુસાફરી દરમિયાન ટિકિટની તપાસથી લઈને રિફંડની પ્રક્રિયા સુધી આ નંબરનો ઉપયોગ થાય છે.
  • સીટ અને ટ્રેનની માહિતી માટે: ટ્રેનનો નંબર, ઉપડવાનો સમય અને બર્થની સ્થિતિ જેવી વિગતો જાણી શકાય છે.

PNR કેવી રીતે ચેક કરવું?

  • PNR સ્ટેટસ ચેક કરવાની 3 સરળ રીતો છે.
  • IRCTC અથવા રેલવેની પેસેન્જર ઇન્ક્વાયરી વેબસાઇટ પર 10 અંકનો PNR નંબર દાખલ કરીને સ્ટેટસ જાણી શકાય છે.
  • IRCTC અથવા રેલવેની એપ દ્વારા પણ PNR સ્ટેટસ ચેક કરી શકાય છે.
  • ઇન્ટરનેટ વગર પણ PNR સ્ટેટસ જાણી શકાય છે. આ માટે 10 અંકનો PNR નંબર કોઈ પણ ખાલી જગ્યા વગર લખીને 139 પર SMS મોકલી શકાય છે.

PNR કેટલા દિવસ સુધી રહે છે?

એક રિપોર્ટ અનુસાર, PNRનો રેકોર્ડ રેલવેની સિસ્ટમમાં ઓછામાં ઓછા 9 મહિના સુધી રહે છે. ત્યારબાદ સિસ્ટમ તેને આપમેળે ડિલીટ કરી દે છે. તેથી, ઘણા જૂના રેલવે ટિકિટનો PNR સ્ટેટસ ચેક કરવા પર તેની માહિતી મળી શકતી નથી.

Gold-Silver Rate Today: લગ્નસરાની સિઝન શરૂ થતાં જ સોના-ચાંદીના ભાવમાં ઉછાળો! ફરી ₹1.28 લાખને પાર પહોંચ્યું સોનું, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો

Published On - 8:59 am, Sat, 28 November 26

Follow Us
Loading...
Unable to load recommendations.