
નિષ્ણાતો કહે છે કે વ્હિસ્કીમાં ઘણા પ્રકારના સુગંધિત સંયોજનો હોય છે. જ્યારે તેને સોડા કે પાણીમાં ભેળવવામાં આવે છે, ત્યારે તે સ્વાદ બહાર આવે છે. વ્હિસ્કીમાં સોડા ઉમેરવાનું આ પણ એક કારણ છે. નશો ધીમે ધીમે વધે છે. હેંગઓવર ઓછો થાય છે. આ ઉપરાંત, બીજું પણ એક કારણ છે.

નિષ્ણાતો કહે છે કે સીધી વ્હિસ્કી પીવાથી પેટને નુકસાન થઈ શકે છે. આમ કરવાથી એસિડિટી અને બળતરા થવાનું જોખમ વધારે રહે છે. સોડા તેને હળવું બનાવવાનું કામ કરે છે. હાર્ડ આલ્કોહોલ પીણાં, નાક અને જીભના રીસેપ્ટર્સને સુન્ન કરી દે છે. ગળામાં બળતરા થવાની સાથે, તે લીવર માટે હાનિકારક સાબિત થાય છે. એટલા માટે તેને સોડા સાથે પીવામાં આવે છે.

ધ્યાનમાં રાખવા જેવી મહત્વની વાત એ છે કે દારૂ, ગમે તે સ્વરૂપમાં લેવામાં આવે, તે હાનિકારક છે. (નોંધ- દારૂ પીવો તે સ્વાસ્થય માટે નુકસાનકારક છે. સીધી કે આડકતરી રીતે પીવાતો દારુ શરીરને નુકસાનકર્તા છે. ગુજરાતમાં દારૂબંધી છે તેથી દારૂ પીવો એ અપરાધ છે. ) All photos courtesy: Unsplash