
દુનિયાનું સૌથી મોટુ લેખિત સંવિધાન જો કોઈ હોય તો તે ભારતનું સંવિધાન છે. જેમા તેને જ્યારે તૈયાર કરવામાં આવ્યુ એ સમયે શરૂઆતમાં 395 કલમો, 22 ભાગ અને 8 અનુસૂચિઓ સામેલ હતી. સમય જતા તેમા અનેક સંશોધનો થતા ગયા અને આજે તેમા 470 થી વધુ કલમો, 25 ભાગો અને 12 અનુસૂચિો સામેલ છે. જે તેને કદ અને વિષય બંને દૃષ્ટિએ સૌથી મોટુ બનાવે છે. 13 ડિસેમ્બરે 1946માં મળેલી સંવિધાન સભાના સભ્યો 13 ડિસેમ્બર 1946માં મળેલી સંવિધાન સભાના મહત્વપૂર્ણ સભ્યોમાં જવાહરલાલ નેહરુ, ડૉ રાજેન્દ્ર પ્રસાદ, સરદાર પટેલ, મૌલાના આઝાદ, ગોપાલસ્વામી આયંગર, ગોવિંદ વલ્લભ પંત, અબ્દુલ ગફ્ફાર ખાન, ટી.ટી. કૃષ્ણમાચારી, અલ્લાદી કૃષ્ણસ્વામી ઐયર,એચ. એન. કુંઝરુ, સર એચ.એસ. ગૌર, કે.વી. શાહ, મસાની, આચાર્ય કૃપાલાની, ડૉ. બી.આર. આંબેડકર, ડૉ.રાધા કૃષ્ણન , ડૉ. જયકર,એન. પંત, લિયાકત અલી ખાન, ખ્વાજા નાઝીમુદ્દીન, સર ફિરોઝ ખાસ નૂન. સુહરાવર્દી, સર ઝફરઉલ્લાહ ખાન અને ડૉ. સચ્ચિદાનંદ સિંહા સામેલ હતા. આ દિવસે મળી સંવિધાન સભાની પ્રથમ બેઠક મળી ભારતની સંવિધાન સભાની પ્રથમ બેઠક 9 ડિસેમ્બર 1946...
Published On - 9:26 pm, Mon, 9 February 26