જુનાગઢના નવાબ પાકિસ્તાન જઈને કેમ પસ્તાયા, પૂર્વ PM ભુટ્ટો સાથે શું હતો સંબંધ ?

જુનાગઢના નવાબે પોતાના રાજ્યને પાકિસ્તાન સાથે ભેળવી દેવા માટે બધું જ કર્યું. પરંતુ જ્યારે તમામ યુક્તિઓ નાકામ થવા લાગી ત્યારે તેઓ પાકિસ્તાન ભાગી ગયા હતા. ત્યારે આ લેખમાં જુનાગઢના એ નવાબની વાત કરીશું કે જેમને પાકિસ્તાન જઈને ભારે પસ્તાવો થયો હતો.

જુનાગઢના નવાબ પાકિસ્તાન જઈને કેમ પસ્તાયા, પૂર્વ PM ભુટ્ટો સાથે શું હતો સંબંધ ?
Mahabat Khan
| Updated on: Jul 13, 2024 | 7:26 PM

1947માં વિભાજન પહેલાં અવિભાજિત ભારતમાં લગભગ 584 રજવાડા હતા. જ્યારે દેશ આઝાદ થયો ત્યારે તેમણે રજવાડાઓને તેમની ભૌગોલિક સ્થિતિ અને વસ્તી પ્રમાણે ભારત અથવા પાકિસ્તાનમાં ભળી જવાનો વિકલ્પ આપવામાં આવ્યો હતો. નવા રચાયેલા ભારતમાં 562 રજવાડાઓ આવતા હતા. તેમાંથી 559એ કોઈને કોઈ રીતે ભારતમાં વિલીનીકરણ સ્વીકાર્યું હતું. પરંતુ ત્રણ રજવાડાઓ આનાકાની કરી રહ્યા હતા. આ રજવાડાઓમાં હૈદરાબાદ, કાશ્મીર અને જુનાગઢનો સમાવેશ થાય છે. જુનાગઢના નવાબે પાકિસ્તાન સાથે ભળવાની યોજના બનાવી દીધી હતી. જુનાગઢના શાસક મુસ્લિમ હતા, પરંતુ બહુમતી વસ્તી હિંદુ હતી, જેઓ ભારતમાં જોડાવા માંગતા હતા. જુનાગઢના નવાબે પોતાના રાજ્યને પાકિસ્તાન સાથે ભેળવી દેવા માટે બધું જ કર્યું. પરંતુ જ્યારે તમામ યુક્તિઓ નાકામ થવા લાગી ત્યારે તેઓ પાકિસ્તાન ભાગી ગયા હતા. ત્યારે આ લેખમાં જુનાગઢના એ નવાબની વાત કરીશું કે જેમને પાકિસ્તાન જઈને ભારે પસ્તાવો થયો હતો. જુનાગઢના આ નવાબ મહાબતખાન હતા. નવાબ મુહમ્મદ મહાબતખાન અને દીવાન શાહ નવાઝ ભુટ્ટો જૂનાગઢમાં હિંદુ બહુમતી વસ્તી હોવા છતાં પાકિસ્તાન સાથે ભળી જવા માંગતા હતા....

સંપૂર્ણ વાર્તા વાંચવા માટે TV9 એપ્લિકેશન ડાઉનલોડ કરો

20 થી વધુ વિશિષ્ટ સમાચારોની અમર્યાદિત ઍક્સેસ TV9 એપ પર ચાલુ રાખો