
ઉત્તરભારતમાં શ્રાવણ માસની શરૂઆત થઈ ગઈ છે. આ વર્ષે 11 જુલાઈથી કાવડ યાત્રા શરૂ થશે. આ દરમિયાન શિવભક્તે કેસરિયા વસ્ત્રો ધારણ કર કાવડ યાત્રા પર નીકળી જાય છે. આ પરંપરાને બહુ ધામધૂમથી ઉજવવામાં આવે છે. જો કે આ કાવડ યાત્રા સૌપ્રથમ કોણે શરૂ કરાવી, તે ક્યારથી શરૂ થઈ તેને લઈને અનેક માન્યતાઓ છે આવો જાણીએ કાવડ યાત્રાની શરૂઆતને લઈને કઈ પ્રમુખ લોકવાયકાઓ છે. કાવડ યાત્રાનો ઈતિહાસ કાવડ યાત્રાને લઈને અનેક પૌરાણિક માન્યતાઓ છે. એક માન્યતા તો એવી છે કે સૌપ્રથમ ભગવાન પરશુરામે કાવડ યાત્રા કરી હતી. કહેવાય છે કે ઉત્તર પ્રદેશના બાગપત જિલ્લા પાસે આવેલ પુરા મહાદેવ મંદિરમાં જળ ચડાવવા માટે તેઓ ગઢમુક્તેશ્વરથી ગંગાજળ લાવતા હતા. આજે પણ લાખો શ્રદ્ધાળુઓ આ માર્ગ પર ચાલીને ભગવાન શિવનો જળાભિષેક કરે છે. શ્રવણ કુમાર સાથે જોડાયેલી માન્યતા કેટલાક વિદ્રાનોનું માનવુ છે કે ત્રેતાયુગમાં શ્રવણકુમારે કાવડ યાત્રાની શરૂઆત કરી હતી. કથા અનુસાર પોતાના અંધ માતા-પિતાની તીર્થ યાત્રાની ઈચ્છા પુરી કરવા માટે શ્રવણ કુમાર તે બંનેને કાવડમાં બેસાડી હરિદ્વાર...