આ દેશનું ઈન્ટરનેટ છે સૌથી ફાસ્ટ, ભારત કરતા અનેક ગણી વધારે છે સ્પીડ

વિશ્વમાં ઘણી સંસ્થાઓ છે જે દેશોમાં ઇન્ટરનેટ સ્પીડનું મૂલ્યાંકન કરે છે. આવા એક મૂલ્યાંકનમાં વિશ્વની સૌથી ઝડપી અને સૌથી ધીમી ઇન્ટરનેટ સ્પીડની ગણતરી કરવામાં આવી છે, જેમાં ભારતનું નામ ટોપ-100માં છે, પરંતુ ટોપ-50માં નથી. ત્યારે આ લેખમાં જાણીશું કે કયા દેશનું ઈન્ટરનેટ સૌથી ફાસ્ટ છે.

આ દેશનું ઈન્ટરનેટ છે સૌથી ફાસ્ટ, ભારત કરતા અનેક ગણી વધારે છે સ્પીડ
Internet
| Updated on: Jul 21, 2024 | 9:33 PM

ઈન્ટરનેટ આપણા માટે ખૂબ જ મહત્વપૂર્ણ બની ગયું છે, આજે દરેક કામ ઈન્ટરનેટ દ્વારા જ થઈ રહ્યું છે. આવી સ્થિતિમાં ઈન્ટરનેટની સ્પીડ ધીમી થઈ જાય તો પણ આપણું કામ અટકી જાય છે. હાલમાં, બ્રોડબેન્ડ ટેક્નોલોજી એ વિશ્વમાં ઇન્ટરનેટ પ્રદાન કરવાનું સૌથી મોટું માધ્યમ છે. વિશ્વમાં ઘણી સંસ્થાઓ છે જે ઘણા દેશોમાં ઇન્ટરનેટ સ્પીડનું મૂલ્યાંકન કરે છે. આવા એક મૂલ્યાંકનમાં વિશ્વની સૌથી ઝડપી અને સૌથી ધીમી ઇન્ટરનેટ સ્પીડની ગણતરી કરવામાં આવી છે, જેમાં ભારતનું નામ ટોપ-100માં છે, પરંતુ ટોપ-50માં નથી.

આ દેશનું ઈન્ટરનેટ છે સૌથી ફાસ્ટ

વિશ્વમાં સૌથી ઝડપી ઇન્ટરનેટ સ્પીડ પ્રદાન કરતો દેશ જર્સી છે. ફ્રાન્સ અને ઈંગ્લેન્ડ વચ્ચે એક ટાપુ દેશ છે. આ દેશને પોતાનો કાયદાકીય વહીવટ અને નાણાકીય વ્યવસ્થા છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ દેશમાં ઈન્ટરનેટ સ્પીડ 264.52 Mbps છે.

આ સિવાય કેટલાક દેશો એવા છે જ્યાં ઇન્ટરનેટની સ્પીડ ઘણી સારી છે. આ યાદીમાં 246.76 Mbps સાથે લિક્ટેંસ્ટેઇન બીજા સ્થાને છે. મકાઉ 231.40 Mbps સાથે ત્રીજા સ્થાને, આઈસલેન્ડ 229.35 Mbps સાથે ચોથા સ્થાને છે. આમાંથી માત્ર મકાઉ ચીન અને હોંગકોંગની નજીકનો દેશ છે, બાકીના પશ્ચિમ યુરોપમાં છે.

આ દેશોમાં સૌથી ધીમું ઈન્ટરનેટ ચાલે છે

દુનિયામાં કેટલાક એવા દેશો છે જ્યાં ઇન્ટરનેટ સૌથી ધીમી ગતિએ ચાલે છે. આ દેશોમાં અફઘાનિસ્તાન સૌથી આગળ છે. આ દેશમાં ઈન્ટરનેટ સ્પીડ માત્ર 1.71 Mbps છે. આ સિવાય યમન (1.79 Mbps), સીરિયા (2.30 Mbps), પૂર્વ તિમોર (2.50 Mbps) અને ઇક્વેટોરિયલ ગિની (2.70 Mbps) આવે છે. જ્યારે તેના પાડોશી દેશ પાકિસ્તાનમાં ઈન્ટરનેટ સ્પીડ 200મા સ્થાને છે જ્યાં સરેરાશ ઈન્ટરનેટ સ્પીડ 5.32 છે. 38.86 Mbps સ્પીડ સાથે બેલીઝ 100મા સ્થાને છે.

ભારતમાં શું સ્થિતિ છે ?

સૌથી વધુ ઈન્ટરનેટ સ્પીડના મામલે ભારત 74મા ક્રમે છે. તમને જણાવી દઈએ કે આપણા દેશમાં ઈન્ટરનેટની સરેરાશ સ્પીડ માત્ર 47.09 Mbps છે. ભારત કરતાં જર્સીમાં ઈન્ટરનેટની પાંચ ગણી વધારે છે. આ યાદીમાં ભારતથી આગળ રશિયા (62), બ્રાઝિલ (48), ઈઝરાયેલ (46), જાપાન (18), કેનેડા (13) અને અમેરિકા 12મા સ્થાને છે. અમેરિકામાં ઈન્ટરનેટ સ્પીડ 136.48 Mbps છે.