GK Quiz: આપણા અભ્યાસક્રમની સાથે અન્ય બાબતો જેવી કે જનરલ નોલેજ (General Knowledge) અને કરન્ટ અફેર્સની પણ માહિતી હોવી જરૂરી છે. આ વસ્તુઓ આપણા જીવનમાં અલગ અલગ રીતે ઉપયોગી થાય છે. જનરલ નોલેજનું સ્થાન ટોચ પર છે કારણ કે તે દરેક ક્ષેત્રમાં જરૂરી છે. આજે અમે તમને જનરલ નોલેજના જ કેટલાક પ્રશ્નો જણાવવા જઈ રહ્યા છીએ. તમને આ પ્રશ્નો ઇન્ટરવ્યુ અથવા કોઈપણ પરીક્ષાની લેખિત પરીક્ષામાં મદદરૂપ થઈ શકે છે.
પ્રશ્ન -રિક્ટર સ્કેલ પર શું માપવામાં આવે છે?
જવાબ – ભૂકંપની તીવ્રતા
પ્રશ્ન – ભારતના ઉત્તરીય મેદાનોની જમીન સામાન્ય રીતે કેવી રીતે બને છે?
જવાબ – ધોવાણથી બને છે
પ્રશ્ન – ભારતમાં શ્વેત ક્રાંતિના પિતા કોને કહેવામાં આવે છે?
જવાબ – ડૉ. વી. કુરિયનને
પ્રશ્ન – રણથંભોર ચિત્તા અભયારણ્ય ક્યાં આવેલું છે?
જવાબ – રાજસ્થાનમાં
પ્રશ્ન – ભારતના કયા રાજ્યમાં વસ્તીની સૌથી વધુ ગીચતા છે?
જવાબ – બિહારમાં
પ્રશ્ન – બ્રહ્મપુત્રા નદીની ઉત્પત્તિ ક્યાંથી થાય છે?
જવાબ – તિબેટમાં કૈલાશ પર્વતના પૂર્વ ઢોળાવમાંથી
પ્રશ્ન – ભારતમાં કયા રાજ્યને સૌથી વધુ સરહદો સ્પર્શે છે?
જવાબ – ઉત્તર પ્રદેશ
પ્રશ્ન – ભારતમાં સૌથી લાંબો રેલવે ઝોન કયો છે?
જવાબ – ઉત્તર રેલવે ઝોન
પ્રશ્ન – શેના ઉત્પાદનમાં ભારત આત્મનિર્ભર બન્યું છે
જવાબ – લોખંડના ઉત્પાદનમાં
પ્રશ્ન – કાઝીરંગા નેશનલ પાર્ક કયા રાજ્યમાં આવેલું છે?
જવાબ – આસામ
પ્રશ્ન – કયું શહેર “બ્રાસ સિટી” તરીકે ઓળખાય છે?
જવાબ – મુરાદાબાદ
પ્રશ્ન – કયું શહેર તાળાઓના શહેર તરીકે ઓળખાય છે?
જવાબ – અલીગઢ
પ્રશ્ન – વિશ્વના કયા દેશ પાસે સૌથી વધુ પરમાણુ શસ્ત્રો છે?
જવાબ – રશિયા
પ્રશ્ન – વિશ્વનું સૌથી ખતરનાક હથિયાર કયું છે?
જવાબ – પરમાણું
પ્રશ્ન – ભારતની સૌથી ખતરનાક મિસાઈલ કઈ છે?
જવાબ – અગ્નિ-5
પ્રશ્ન – એવી કઈ ભાષા છે જે સીધી કે ઉંધી બોલીએ તો પણ એક જ અર્થ થાય છે?
જવાબ – મલયાલમ
પ્રશ્ન – વિશ્વમાં એવો કયો દેશ છે જે પૃથ્વીના બરાબર મધ્યમાં આવે છે?
જવાબ – ઘાના, પરંતુ જો સાચા અર્થમાં જોવામાં આવે તો, પૃથ્વીનું કેન્દ્ર 0°N 0°E છે, અને ત્યાં કોઈ દેશ નથી. વૈજ્ઞાનિકો આ સ્થાનનો ઉપયોગ કાલ્પનિક સ્થળના સંદર્ભ તરીકે કરે છે. તેની નજીકનો દેશ ઘાના છે.