
કહેવાય છે કે, છોકરીના લગ્ન થયા બાદ તેની લાઈફ બદલાઈ જાય છે. ઘર,પરિવાર, જીંદગી અને સૌથી મોટી વસ્તુ તેનું નામ છે, તમે જોયું હશે કે, લગ્ન બાદ છોકરીઓ પોતાની અટક બદલીને તેમના પતિની અટક કરવાની ફરજ પડે છે. આની પાછળ કોઈ ખાસ કારણ નથી પરંતુ છોકરીઓ પોતાની પર્સનલ પસંદગી તેમજ રિવાજના કારણે આવું કરે છે. જૂના જમાનામાં તો લોકો આવું એટલા માટે કરતા કે, તેમનું માનવું હતુ કે, એક મહિલાની ઓળખ તેના પતિ સાથે જોડાયેલી હોય છે. ભારતમાં પણ સરનેમ બદલવાનો નિયમ શું છે. તો ચાલો આજે આપણે આના વિશે જાણીએ.
શું લગ્ન પછી દરેક મહિલાને તેની સરનેમ બદલવાની જરુર છે આનો જવાબ એક સુપ્રીમ કોર્ટના વકીલ વિજ્યા લક્ષ્મીએ આપ્યો કે, એવું જરુરી નથી કે, મહિલા લગ્ન પછી તેની સરનેમ બદલે, આપણે કોની સાથે લગ્ન કર્યા છે તે રજુ કરવા માટે લગ્ન સર્ટિફિકેટ કે પછી લગ્નની નોંધણીનું સર્ટિફિકેટ જરુરી છે. તેના માટે સરનેમ બદલવાની કોઈ જરુર નથી. તો પછી જરુરી શું છે તેના વિશે વાત કરીએ. આ સવાલ તમારા મગજમાં પણ આવ્યો હશે. આના માટે જરુરી છે લગ્નનું રજીસ્ટ્રેશ કરાવવું, ભારતમાં 2 નિયમ મુજબ તમે તમારા લગ્ન રજીસ્ટ્રેશન કરાવી શકો છો.
પહેલો છે હિન્દુ મેરેજ એક્ટ 1955 બીજું છે સ્પેશિયલ મેરેજ એક્ટ 1954. કોઈ વિદેશી વ્યકતિ સાથે લગ્ન કર્યા બાદ તમે વિદેશી મેરેજ એક્ટ હેઠળ તમે લગ્ન રજીસ્ટ્રેશન કરાવી શકો છો. તમે ક્રિશ્ચિયન, ઈન્ડિયન ક્રિશ્ચિયન મેરેજ એક્ટ અને મુસ્લિમ, મુસ્લિમ પર્સનલ લો અંતર્ગત લગ્નની નોંધણી કરાવી શકે છે.
લગ્નની નોંધણી કરાવવા માટે તમારે તમારા જિલ્લાની કચેરીમાં જઈ આવેદન પત્ર આપવું જરુરી છે. જેમાં જન્મનો દાખલો, આધાર કાર્ડ સહિત અન્ય જરુરી દસ્તાવેજો આપવામાં આવે છે. ત્યારબાદ લગ્નની નોંધણીના પ્રકિયા શરુ થાય છે. તેના અમુક દિવસો બાદ પતિ-પત્નીને લગ્નનું સર્ટિફિકેટ આપવામાં આવે છે, પરંતુ જો કોઈ મહિલા તેની સરનેમ બદલવા માંગે છે તો તેની 2 રીત છે.જેમાં તમે તમારા લગ્નની સર્ટિફિકેટ માટે અરજી કરો છો આ દરમિયાન તમારે એક એફિડેવિટ આપવાની રહેશે કે, તમે તમારા નામની સાથે પતિની સરનેમ જોડાવવા માંગો છો.
ત્યારબાદ તમને જે લગ્નનું સર્ટિફિકેટ આપવામાં આવે છે, તેમાં જણાવવામાં આવે છે કે, લગ્ન પહેલા તમારું આખું નામ હતુ અને લગ્ન બાદ શું લખશો. ત્યારબાદ તમે તમારા અન્ય ડોક્યુમેન્ટમાં પણ નામ બદલી શકો છો. બીજી રીતે એ છે કે, તમારે એક એફિડેવિટ બનાવવી પડશે. જેમાં તમારે અટક બદલવાનું કારણ જણાવવું પડશે. ત્યારબાદ તમારે સમાચારપત્રમાં અટક બદલવાની જાહેરાત આપવાની રહેશે.
આ પણ વાંચો : IPL 2024 : આઈપીએલ મેચ જોવા અમદાવાદ પહોંચ્યો ઓરી, માણેક ચોકમાં ખાધી સેન્ડવીચ જુઓ વીડિયો