
ટ્રેનમાં મુસાફરી કરવા માટે સમયસર ટિકિટ બુક કરાવવી ખૂબ જ જરૂરી છે. નહિંતર, પછી તમારી ટિકિટ વેઇટિંગ લિસ્ટમાં આવે છે. જેના કારણે અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ઘણી વખત કન્ફર્મ સીટ પણ ઉપલબ્ધ હોતી નથી અને કેટલીકવાર ટિકિટ અલગ-અલગ કેટેગરીના વેઇટિંગ લિસ્ટમાં પહોંચી જાય છે. PQ આમાંથી એક છે. ચાલો તેનો અર્થ સમજીએ.
જો સામાન્ય એક્સપ્રેસ ટ્રેનમાં જો 12 કોચ હોય અને દરેક કોચમાં 72 સીટ હોય તો આ રીતે 12 કોચમાં કુલ 864 સીટો હશે. રેલવે આ 864 બેઠકોને મુખ્ય ક્વોટામાં અલગ કરીને રાખે છે. જેમાંથી PQ પણ એક છે.
પૂલ્ડ ક્વોટા એવા મુસાફરોને ફાળવવામાં આવે છે જેઓ મૂળ સ્ટેશનથી ટર્મિનેટિંગ સ્ટેશન સુધી અથવા કોઈપણ મધ્યવર્તી સ્ટેશનથી ટર્મિનેટિંગ સ્ટેશન સુધી અથવા કોઈપણ બે મધ્યવર્તી સ્ટેશનો વચ્ચે મુસાફરી કરે છે. જ્યારે આ ક્વોટા ભરાઈ જાય છે, ત્યારે પૂલ્ડ ક્વોટા વેઈટિંગ લિસ્ટ (PQWL) સામે ટિકિટ આપવામાં આવે છે.
PQWL એટલે પૂલ્ડ ક્વોટા વેઇટિંગ લિસ્ટ ટિકિટ. PQWL ટિકિટ માટે કન્ફર્મ થવાની શક્યતાઓ સામાન્ય રીતે ઘણી ઓછી હોય છે કારણ કે તે વેઇટિંગ લિસ્ટ ટિકિટ માટે પ્રાથમિકતા લિસ્ટમાં GNWL પછી આવે છે. પ્રથમ GNWL ટિકિટ કન્ફર્મ થાય છે, ત્યારબાદ PQWL નો નંબર આવે છે. જો કે, તમે IRCTC વેબસાઇટ પર તમારી ટિકિટ કન્ફર્મ થવાની શક્યતાઓ તપાસી શકો છો.
ભારતીય રેલ્વેમાં ટિકિટનું એડવાન્સ બુકિંગ મુસાફરીની તારીખના 120 દિવસ પહેલા શરૂ થાય છે. આવી સ્થિતિમાં, સારું રહેશે કે તમે તમારી ટિકિટ સમયસર બુક કરો, જેથી તમને કન્ફર્મ ટિકિટ મળી શકે અને તમે સરળતાથી મુસાફરી કરી શકો.