Video : ટ્રેનમાં કયા કોચમાંથી ખેંચવામાં આવી ચેન, એ કઈ રીતે પડે છે ખબર ? ભૂલ કરશો તો થશે આટલા વર્ષની જેલ

Chain Pull in Train : આપણા દેશમાં ભારતીય રેલવે 24 કલાક ચાલે છે. કેટલીકવાર ઈમરજેન્સીમાં ટ્રેનને રોકવાની ફરજ પડે છે. ત્યારે દરેક ટ્રેનના કોચમાં અલાર્મ ચેન લગાવવામાં આવે છે. કેટલાક લોકો આ સુવિધાનો દુરઉપયોગ કરે છે. ચાલો જાણીએ કે કઈ રીતે ખબર પડે છે કે અલાર્મ ચેન કયા કોચમાંથી ખેંચવામાં આવે છે. રેલવેના નિયમો અનુસાર જો કોઈ વ્યક્તિ બિનજરૂરી રીતે ટ્રેનની ચેઈન ખેંચે છે તો તેને ગુનો ગણવામાં આવશે.

Video : ટ્રેનમાં કયા કોચમાંથી ખેંચવામાં આવી ચેન, એ કઈ રીતે પડે છે ખબર ? ભૂલ કરશો તો થશે આટલા વર્ષની જેલ
Chain Pull in Train
| Edited By: | Updated on: Oct 14, 2023 | 5:06 PM

ઈમરજન્સીમાં ટ્રેનને રોકવા માટે ચેન ખેંચવાના નિયમોથી (Chain Pull in Train) વાકેફ ન હોવું ઘણા મુસાફરો માટે મોંઘું સાબિત થાય છે. વર્ષ 2023માં અત્યાર સુધીમાં રેલવેએ 1027 લોકો સામે કોઈ નક્કર કારણ વગર ચેન ખેંચીને ટ્રેન રોકવા માટે કેસ દાખલ કર્યો છે. જેમાંથી અત્યાર સુધીમાં 428 લોકો પાસેથી કોર્ટ દ્વારા 513,200 રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો છે. ચાલો જાણીએ કે પોલીસ કઈ રીતે ચેન ખેંચનારની શોધ કરે છે.

આવી સ્થિતિમાં તમારે પણ ટ્રેનમાં મુસાફરી કરતી વખતે કોઈપણ કારણ વગર ક્યારેય ચેન ન ખેંચવી જોઈએ. એવું જોવામાં આવ્યું છે કે ઘણા મુસાફરો ટ્રેનની ચેનને માત્ર મજાક તરીકે ખેંચી લે છે. આ કોઈપણ રીતે યોગ્ય નથી. રેલ્વે દરેક ટ્રેનમાં ઈમરજન્સી એલાર્મ ચેઈન સ્થાપિત કરે છે જેથી મુસાફરો ઈમરજન્સીની સ્થિતિમાં ટ્રેનને રોકવા માટે તેનો ઉપયોગ કરી શકે. પરંતુ ઘણી વખત સ્ટોપેજ ન હોવા છતાં ટ્રેનને રોકવા માટે ચેન ખેંચવામાં આવે છે.

 

 

આ રીતે પોલીસને ખબર પડી જાય છે ખબર

ઘણીવાર લોકો ચેન ખેંચીને ભાગવાનું વિચારતા હોય છે. પરંતુ મોટાભાગે પોલીસ સક્રિય રહે છે અને આવા લોકોની ધરપકડ કરવામાં આવે છે. જ્યારે ટ્રેનમાં ચેઈન પુલિંગ થાય છે, ત્યારે ટ્રેનના કોચના ઉપરના ખૂણે સ્થાપિત વાલ્વ ફરે છે અને તે મુખ્ય નિયંત્રણ સિસ્ટમને જાણ કરે છે કે આ બોગીની સાંકળ ખેંચાઈ ગઈ છે.એ જ રીતે ચેઈન પુલિંગ કર્યા પછી તે બોગીમાંથી પ્રેશર લીક થવાનો અવાજ પણ આવવા લાગે છે. આ અવાજ સાંભળતા જ રેલવે પોલીસ તે બોગી સુધી પહોંચે છે. ત્યારબાદ પૂછપરછ બાદ ઓળખી કાઢવામાં આવે છે કે ચેઈન કોણે અને શા માટે ખેંચી હતી.

1 વર્ષની જેલ થઈ શકે છે

રેલવેના નિયમો અનુસાર જો કોઈ વ્યક્તિ બિનજરૂરી રીતે ટ્રેનની ચેઈન ખેંચે છે તો તેને ગુનો ગણવામાં આવશે. રેલવે અધિનિયમ 1989ની કલમ 141 હેઠળ ટ્રેનને રોકનાર વ્યક્તિ સામે કાર્યવાહી કરે છે. જો આ કલમ હેઠળ આચરવામાં આવેલા ગુનામાં દોષિત ઠરે તો 1000 રૂપિયાનો દંડ અથવા 1 વર્ષ સુધીની જેલ થઈ શકે છે. કેટલાક કિસ્સાઓમાં આ બંને સજા પણ લાદવામાં આવી શકે છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો