Knowledge News: ત્રણ બ્લેડવાળા પંખા અને 4 બ્લેડવાળા પંખા વચ્ચે શું તફાવત છે જાણો છો? નથી ખબર તો વાંચી જાવ અમારી પોસ્ટ

ગરમીથી બચવા માટે પંખાને શ્રેષ્ઠ માનવામાં આવે છે. પંખા એસી અને કુલર કરતા સસ્તા છે. મોટાભાગના ઘરોમાં તમને પંખા જ જોવા મળશે. તમે ભારતના ઘરોમાં ત્રણ બ્લેડ પંખા જોયા જ હશે. પરંતુ શું તમે જાણો છો કે મોટા ભાગના ચાર બ્લેડ પંખા (FAN) વિદેશમાં લગાવવામાં આવ્યા છે.

Knowledge News: ત્રણ બ્લેડવાળા પંખા અને 4 બ્લેડવાળા પંખા વચ્ચે શું તફાવત છે જાણો છો? નથી ખબર તો વાંચી જાવ અમારી પોસ્ટ
ત્રણ બ્લેડવાળા પંખા અને 4 બ્લેડવાળા પંખા વચ્ચે શું તફાવત છે જાણો છો
| Edited By: | Updated on: Jun 17, 2022 | 1:31 PM

FAN :બહારથી ઘરમાં પ્રવેશતા જ પહેલા પંખાની સ્વીચ દબાવીએ છીએ. કુલર અને એસી ભલે છેલ્લા કેટલાક દાયકાઓમાં આવ્યા હોય, પરંતુ લાંબા સમયથી પંખો એ ગરમીમાંથી રાહત મેળવવાનું એકમાત્ર સાધન હતું. આજે પણ દેશની વસ્તીના મોટા વર્ગને ઉનાળા (Summer)માં પંખાની મદદથી જ રાહત મળે છે.એવા કોઈ ઘર નહિ હોય કે જ્યાં પંખા ન હોય અને તેમાં પણ ત્રણ બ્લેડ લાગેલ હોય છે. પરંતુ શું તમે જાણો છો કે, હવે બજારમાં કેટલાક એવા પંખાઓ હોય છે જેમાં 4 બ્લેડ લાગેલ હોય છેચાર બ્લેડ વાળા પંખા મોટાભાગે વિદેશ (Abroad)માં જોવા મળે છે પરંતુ તમે ક્યારેય વિચાર્યું કે, ત્રણ બ્લેડ વાળા પંખા અને 4 બ્લેડ વાળા પંખામાં તફાવત શું હોય છે, ચાલો આજે તમને આના વિશે જણાવીશું

વિદેશમાં હોય છે 4 બ્લેડવાળા પંખા

વિદેશમાં ઠંડા દેશોમાં 4 બ્લેડ વાળા પંખા હોય છે. જ્યાં દરેક ઘરોમાં કંડિશનર લાગેલા હોય છે,આવી સ્થિતિમાં ACના પૂરક તરીકે આ ઘરોમાં ચાર બ્લેડ પંખા લગાવવામાં આવ્યા છે. એટલે કે તેનો ઉપયોગ રૂમમાં ACની હવા ફેલાવવા માટે થાય છે.

ભારતમાં ત્રણ બ્લેડ વાળા પંખા હોય છે

ભારતમાં તમને દરેક ઘરોમાં 3 બ્લેડવાળા પંખા જોવા મળશે. આ પંખાનો ઉપયોગ રુમાં હવા માટે કરવામાં આવે છે ચાર બ્લેડવાળા પંખાના મુકાબલે ત્રણ બ્લેડ વાળા પંખા હળવા હોય છે અને ખુબ ઝડપી ચાલે છે, જેના માટે ભારતમાં ત્રણ બ્લેડવાળા પંખા વાપરવામાં આવે છે

ત્રણ અને ચાર બ્લેડ વાળા પંખાનું અંતર

ચાર બ્લેડવાળા પંખા ત્રણ બ્લેડવાળા પંખા કરતા વિજળી વધુ લે છે. એવામાં વિજળીની બચત માટે ભારતમાં મોટાભાગના લોકો ત્રણ બ્લેડ વાળા પંખાનો ઉપયોગ કરે છે, આ સિવાય બજારમાં 4 બ્લેડ વાળા પંખા ખુબ મોંધા હોય છે. જેના માટે લોકો ત્રણ બ્લેડવાળા પંખા ખરીદવાનું વધુ પસંદ કરે છે.

પંખાનું આગમન

પંખા વર્ષ 1889માં અસ્તિત્વમાં આવ્યા. ફિલિમ એચ ડીહલી દ્વારા તેની પેટન્ટ કરવામાં આવી હતી. તેમાં એક મોટો જાડો લોખંડનો સળિયો હતો અને તેનું વજન ઘણું વધારે હતું. શરૂઆતમાં આવા ઘણા પંખા જોવા મળ્યા હતા. જેમાં 4 બ્લેડ હતા. આ પંખા આજની જેમ ખૂબ ઝડપથી ચાલતા ન હતા. પણ ધીરે ધીરે ચાલતા પણ તેઓ સારી હવા આપતા.

Published On - 1:26 pm, Fri, 17 June 22