EVM Strong Room એટલે શું? જાણો નેતા-કાર્યકર્તાઓ કેમ બને છે તેના વોચમેન

|

Dec 06, 2022 | 7:25 PM

સામાન્ય લોકોના મનમાં પ્રશ્ન થતા હોય છે કે મતદાન બાદ ઈવીએમ સાથે શું થાય છે અને તેને મતદાન માટે ક્યા મુકવામાં આવે છે. ચાલો જાણીએ તેને સંબંધિત તમામ વાતો વિગતવાર.

EVM Strong Room એટલે શું? જાણો નેતા-કાર્યકર્તાઓ કેમ બને છે તેના વોચમેન
EVM Strong Room
Image Credit source: File photo

Follow us on

ગુજરાત વિધાનસભાની 182 બેઠક માટે 1 ડિસેમ્બરે પ્રથમ તબક્કાનું અને 5 ડિસેમ્બરે બીજા તબક્કાનું મતદાન કરવામાં આવ્યુ હતુ. પ્રથમ તબક્કાનું મતદાન 19 જિલ્લાની 89 બેઠક પર મતદાન થયુ હતુ. પ્રથમ તબક્કાના મતદાન માટે 25,430 મતદાન મથકની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ તમામ બેઠકો પર કુલ 2,39,76,670 મતદાતાઓ હતા. બીજા તબક્કાનું મતદાન 14 જિલ્લાની 93 બેઠકો પર થયુ હતુ. બીજા તબક્કાના મતદાન માટે 26,409 મતદાન મથકની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ તમામ બેઠકો પર કુલ 2,51,58,730 મતદાતા હતા. બીજા તબક્કામાં લગભગ 60 ટકા મતદાન થયુ હતુ. પ્રથમ તબક્કામાં પણ કુલ 63.14 ટકા મતદાન થયુ હતુ. ગુજરાતમાં લગભગ 64 ટકા મતદાન મતદાન થયુ છે.

સામાન્ય લોકોના મનમાં પ્રશ્ન થતા હોય છે કે મતદાન બાદ ઈવીએમ સાથે શું થાય છે અને તેને મતદાન માટે ક્યા મુકવામાં આવે છે. ચાલો જાણીએ તેને સંબંધિત તમામ વાતો વિગતવાર. મતદાન પછી મતગણતરી સુધી ઈવીએમને એક ખાસ પ્રક્રિયા અનુસાર સાચવવામાં આવે છે. ચાલો જાણીએ આ સંપૂર્ણ પ્રક્રિયા વિશે.

Budget 2025: Income Tax ભરનારાઓની પડી જશે મોજ, આ છે મોટું કારણ
Travel Guide: ભારતના આ સ્થળોની રેલયાત્રા આપને આપશે યાદગાર સંભારણુ
શું તમારી ગાડી કે બાઈક પર ભગવાનનું નામ લખેલું છે? જાણો પ્રેમાનંદ મહારાજે કરી સચોટ વાત
નહાયા પછી ભૂલથી પણ ના કરતા આ 5 કામ, નહીં તો ગરીબી આવી જશે
Knowledge : વાઈનના ગ્લાસમાં દાંડી કેમ હોય છે? બહુ ઓછા લોકો જાણે છે આ રહસ્ય
ક્રિકેટની સાથે આ સરકારી પદ પર છે યુઝવેન્દ્ર ચહલ, મળે છે મોટો પગાર !

મતદાન બાદ ઈવીએમને સીલ કરવામાં આવે છે. આ પ્રક્રિયા ચૂંટણી પંચ દ્વારા નક્કી કરવામાં આવેલી પ્રક્રિયા અનુસાર થાય છે. મતદાન મથકના પ્રિસાઈડિંગ ઓફિસર, ઉમેદવારો, અન્ય અધિકારીઓ કે પોલિંગ એજન્ટની હાજરીમાં આ પ્રક્રિયા કરવામાં આવે છે. એક ખાસ નંબરવાળા કાગળની મદદથી ઈવીએમને સીલ કરવામાં આવે છે.

કાગળ અને ગરમ લાખને ખાસ પીતલથી સીલ કરીને ઈવીએમને બંધ કરવામાં આવે છે. તેમાં દોરીનો પણ ઉપયોગ થાય છે. અંતે ત્યાં સ્થિત અધિકારીઓથી લઈને પોલિંગ એજન્ટની આ પ્રક્રિયા પૂર્ણ થવામાં સાક્ષી રુપે સહી કરવામાં આવે છે. ઈવીએમને સીલ કર્યા બાદ મતદાન મથકથી સ્ટ્રોંગ રુમ સુધી ઈવીએમ અને બેલેટ બોક્સને સરકારી વાહનમાં લઈ જવામાં આવે છે. તે સમયે તે વાહનમાં પોલિંગ એજન્ટ અને ચૂંટણી અધિકારીઓ હાજર હોય છે. ઈવીએમને કોઈ ખાનગી વાહનમાં લઈ જઈ શકાય નહીં.

EVM Strong Room એટલે શું ?

મતદાન બાદ ઈવીએમ અને વીવીપેટ મશીનને જે રુમમાં રાખવામાં આવે છે તેને સ્ટ્રોંન્ગ રુમ કહેવામાં આવે છે. આ રુમને ઉમેદવારો અને ચૂંટણી પંચના અધિકારીઓની હાજરીમાં ડબલ લોક સિસ્ટમથી સીલ કરવામાં આવે છે. આ તમામ રુમ પર સીસીટીવી દ્વારા નજર રાખવામાં આવે છે. તેની સાથે સુરક્ષા જવાનો પણ આ સ્ટ્રોંગ રુમની બહાર હાજર હોય છે.

ઈવીએમ માટે આ સ્ટ્રોંગ રુમ સરકારી મકાનમાં જ બનાવવામાં આવે છે. આ સ્ટ્રોંગ રુમને રાજકીય પાર્ટીના નેતાઓના ઘર, મતદાન મથક અને પોલીસ મથકથી અંતરના આધાર પર નક્કી કરવામાં આવે છે. સ્ટ્રોંગ રુમ અંગેની માહિતી ચૂંટણી અધિકારી દ્વારા દરેક ઉમેદવારોને આપવામાં આવે છે. પૂર, આગ કે કોઈ અકસ્માતની કે છેડછાડની સંભાવના હોય તેવા મકાનમાં સ્ટ્રોંન્ગ રુમ બનાવવામાં આવતા નથી.

સ્ટ્રોંગ રુમની સુરક્ષા વ્યવસ્થા

ઈવીએમવાળા સ્ટ્રોંગ રુમની સુરક્ષા – ત્રણ સ્તરમાં સ્ટ્રોંગ રુમની સુરક્ષા કરવામાં આવે છે. સ્ટ્રોંગ રુમની દેખરેખ માટે કેન્દ્રીય અર્ધલશ્કરી દળ, કેન્દ્રીય દળ અને રાજ્ય પોલીસના જવાનો હાજર હોય છે. સ્ટ્રોંગ રુમની અંદર અને બહાર સીસીટીવી કેમેરાથી નજર રાખવામાં આવે છે. જણાવી દઈએ કે કેટલાક પક્ષના કાર્યક્રર્તાઓ પણ કોઈ ગડબડ ન થાય તેના માટે સ્ટ્રોંગ રુમની બહાર દૂરના અંતર પર બેઠા જ હોય છે.

ચૂંટણી પંચની માર્ગદર્શિકા અનુસાર, સ્ટ્રોન્ગ રુમમાં માત્ર એક જ દરવાજો હોય છે. જો તે રુમમાં બીજો દરવાજો હોય તો તેને સીલ કરી દેવામાં આવે છે. સ્ટ્રોન્ગ રુમને ડબલ લોક સિસ્ટમથી બંધ કરવામાં આવે છે. આ રુમના દરવાજાના લોકની એક ચાલી ઈન્ચાર્જ અને બીજી ચાવી ઈડીએમ રેન્કના અધિકારી પાસે હોય છે. 24 કલાક આ રુમ પર સીસીટીવી અને સીએપીએફ જવાન દ્વારા નજર રાખવામાં આવે છે. પૂર અને આગથી બચવાની પૂરેપૂરી વ્યવસ્થા કરવી જરુરી હોય છે.

કોઈપણ વ્યક્તિ જ્યારે સ્ટ્રોંગ રુમની મુલાકાત લેવા જાય છે, ત્યારે તેની માહિતી નોંધવામાં આવે છે. સ્ટ્રોંગ રુમને ઉમેદવારોની હાજરીમાં ખોલવામાં આવે છે. સ્ટ્રોંગ રુમથી મતગણતરી કેન્દ્ર સુધી બંને તરફ બેરિકેટવાળા રસ્તા પરથી ઉચ્ચ સુરક્ષા સાથે લઈ જવામાં આવે છે. સીલની ચકાસણી કર્યા બાદ મતગણતરી શરુ થાય છે.

નેતાઓ અને કાર્યકર્તાઓ બને છે વોચમેન

મતદાન બાદ ઈવીએમમાં કોઈ છેડછાડ ન થાય તે માટે કાર્યકર્તાઓ ઈવીએમના સ્ટ્રોંગ રુમ બહાર જ રહેવા લાગે છે. સ્ટ્રોંગ રુમની બહાર તેઓ 24 કલાક સીસીટીવી કે દૂરબીનથી નજર રાખતા હોય છે. કાર્યકર્તાઓ રાત્રે પણ શિફ્ટનો સમય નક્કી કરીને સ્ટ્રોંગ રુમ પર નજર રાખતા હોય છે.

Next Article