Digital Passport: શું છે ડિજિટલ પાસપોર્ટ? પ્રથમ વખત આ દેશે સુવિધા કરી લોન્ચ, જાણો

Digital Passport: ફિનલેન્ડ તેના નાગરિકોને ડિજિટલ પાસપોર્ટની સુવિધા આપનાર વિશ્વનો પ્રથમ દેશ બન્યો છે. ડિજિટલ ટ્રાવેલ સર્ટિફિકેટ (DTC) એ પાસપોર્ટનું ડિજિટલ રૂપ છે, જેને સ્માર્ટફોનમાં સંગ્રહિત કરી શકાય છે. તે ઇન્ટરનેશનલ સિવિલ એવિએશન ઓર્ગેનાઇઝેશન (ICAO) ના ધોરણોને અનુસરે છે. ચાલો આ પાસપોર્ટ વિશે સમજીએ.

Digital Passport: શું છે ડિજિટલ પાસપોર્ટ? પ્રથમ વખત આ દેશે સુવિધા કરી લોન્ચ, જાણો
| Edited By: | Updated on: Sep 13, 2023 | 7:43 PM

મુસાફરી ઝડપી, સરળ અને વધુ સુરક્ષિત બનાવવાના ઉદ્દેશ્ય સાથે ડિજિટલ પાસપોર્ટ શરૂ કરનાર ફિનલેન્ડ વિશ્વનો પ્રથમ દેશ બન્યો છે. ફિનૈર, ફિનિશ પોલીસ અને એરપોર્ટ ઓપરેટર ફિનાવિયાની ભાગીદારીમાં 28 ઓગસ્ટે દેશે પરીક્ષણ શરૂ કર્યું. ફિનિશ બોર્ડર ગાર્ડ આ પરીક્ષણનું સંચાલન કરી રહ્યું છે, આ તમામ ચકાસણી હેલસિંકી એરપોર્ટના સરહદ નિયંત્રણ પર હાથ ધરવામાં આવશે અને ફેબ્રુઆરી 2024 સુધી ચાલુ રહેશે. આ પરીક્ષણ ફિનલેન્ડને ડિજિટલ દસ્તાવેજો સાથે મુસાફરી માટે પરીક્ષણ કરનાર વિશ્વભરમાં પ્રથમ દેશ છે.

ડિજિટલ પાસપોર્ટ શું છે?

ડિજિટલ ટ્રાવેલ સર્ટિફિકેટ (DTC) એ પાસપોર્ટનું ડિજિટલ રૂપ છે, જેને સ્માર્ટફોનમાં સંગ્રહિત કરી શકાય છે. તે ઈન્ટરનેશનલ સિવિલ એવિએશન ઓર્ગેનાઈઝેશન (ICAO) ના ધોરણોને અનુસરે છે, જે ડિજિટલ ટ્રાવેલ ડોક્યુમેન્ટ્સ માટે વૈશ્વિક માળખા પર કામ કરી રહી છે. વિશ્વમાં પ્રથમ વખત ડીટીસીનું ફિનલેન્ડમાં પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. હાલમાં ફિનલેન્ડ અને યુકે વચ્ચે ફિનૈર ફ્લાઇટમાં મુસાફરી કરતા ફિનિશ નાગરિકો જ પરીક્ષણ માટે પાત્ર હશે.

રસ ધરાવતા ઉમેદવારોએ ફિન ડીટીસી પાયલોટ ડિજિટલ ટ્રાવેલ ડોક્યુમેન્ટ એપ ડાઉનલોડ કરી ત્યારા બાદ પોલીસમાં નોંધણી કરાવવી અને યુકેની તેમની ફ્લાઇટના ચારથી 36 કલાક પહેલાં ફિનિશ સરહદ રક્ષકોને તેમનો ડેટા સબમિટ કરવો. અંગ્રેજી વેબસાઈટ ફર્સ્ટપોસ્ટ અનુસાર, એકવાર રજીસ્ટ્રેશન કરાવ્યા પછી તેઓ ફિનલેન્ડથી મુસાફરી કરતી વખતે તેમના ડિજિટલ દસ્તાવેજનો ઉપયોગ કરી શકશે.

આ પણ વાંચો : London News: લંડન સ્ટોક એક્સચેન્જમાં ભારતીય કંપનીઓના ડાયરેક્ટ લિસ્ટિંગ પર વિચારણા – UK નાણા મંત્રી

અત્યારે છે આ નિયમ

ડિજિટલ પાસપોર્ટ વડે તેઓ હેલસિંકી એરપોર્ટ પર તેમનો ફોટો લઈને અને તેમના ડીટીસીમાં સેવ કરેલા પાસપોર્ટ સાથે મેચ કરીને તેમની ઓળખ ચકાસી શકે છે. જો કે, આ ટ્રાયલ બેઝ હોવાથી, નાગરિકોએ તેમના ઓરિજિનલ પાસપોર્ટ સાથે રાખવાની અને તેને ફિનલેન્ડ અને યુકેમાં સરહદ નિયંત્રણો પર સ્કેન કરવાની જરૂર પડશે. જો પાયલોટ પ્રોજેક્ટ સફળ સાબિત થાય છે, તો પ્રવાસીઓને ભવિષ્યમાં પાસપોર્ટ સાથે રાખવાની જરૂર રહેશે નહીં.

નોલેજના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો