Indian Laurel Tree : આપણી પ્રકૃતિ ઘણા બધા રહસ્યોથી ભરેલો છે, જેના વિશે આપણે હજુ પણ અજાણ છીએ. આવા જ એક વૃક્ષની આજકાલ ખૂબ ચર્ચા થઈ રહી છે. જે આંધ્રપ્રદેશના અલ્લુરી સીતારામ રાજુ જિલ્લામાં મળી આવ્યું હતું, જેની તપાસ વન વિભાગના અધિકારીઓએ જાતે જ કરી હતી.
ઈન્ડિયન લોરેલ ટ્રી (Indian Laurel Tree) એ વૃક્ષનું નામ છે જે પોતાની અંદર પાણીનો સંગ્રહ કરે છે, આંધ્રપ્રદેશના અલુરી સીતારામ રાજુ જિલ્લામાં વન વિભાગના અધિકારીઓએ લોરેલના ઝાડની છાલ કાપી નાખી, જેના કારણે પાણી બહાર આવવા લાગ્યું. આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેને જોઈને દરેક લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે.
ઉનાળામાં વૃક્ષ ક્યાં પાણીનો સંગ્રહ કરે છે તે શોધવા માટે વન અધિકારીઓએ પાપીકોંડા નેશનલ પાર્કમાં એક વૃક્ષની છાલ કાપી હતી. વૃક્ષ સંબંધિત અનોખી માહિતી ગોદાવરી ક્ષેત્રમાં પહાડીઓની તળેટીમાં રહેતા આદિવાસી સમૂહ કોંડા રેડ્ડી સમુદાય દ્વારા આપવામાં આવી હતી. જે સદીઓથી તેની છાલ કાપીને તરસ છીપાવે છે.
જુઓ શાનદાર વીડિયો
તમને જણાવી દઈએ કે કોંડા રેડ્ડી આદિજાતિ ખાસ કરીને સંવેદનશીલ આદિવાસી સમૂહ છે. આ આદિજાતિ વૃક્ષો વિશેની સ્વદેશી જ્ઞાન માટે પ્રખ્યાત છે. ભારતીય લોરેલ વૃક્ષ, જે વૈજ્ઞાનિક રીતે ફિકસ માઇક્રોકાર્પા તરીકે ઓળખાય છે, તે એક ઉષ્ણકટિબંધીય વૃક્ષ છે જે મુખ્યત્વે એશિયા, પશ્ચિમ પેસિફિક ટાપુઓ અને ઓસ્ટ્રેલિયાના ઘણા ભાગોમાં જોવા મળે છે.
આ વૃક્ષની ઊંચાઈ લગભગ 30 ફૂટ જેટલી હોઈ શકે છે અને તે મોટાભાગે સૂકા અને ભેજવાળા જંગલોમાં જોવા મળે છે. આ વૃક્ષની વિશેષતા એ છે કે તેના થડમાં પાણી ભરેલું છે, જે અન્ય વૃક્ષોની સરખામણીમાં ફાયર પ્રૂફ છે. આવા વૃક્ષો ઓછા જોવા મળે છે, તેથી વૃક્ષોની પ્રજાતિની સલામતી માટે ચોક્કસ સ્થળ જણાવવામાં આવ્યું ન હતું.