આજના સમયમાં આપણે રોકડ (કેશ) ઉપાડવા માટે બેંકની લાંબી લાઈનોમાં ઊભા રહેવું પડતું નથી. એટીએમ (ATM) દ્વારા આપણે ગમે ત્યારે કેશ કાઢી શકીએ છીએ. જો કે, આ માટે પણ આપણને એટીએમ કાર્ડની જરૂર પડે છે.
ઘણીવાર એવું બને છે કે, આપણને તાત્કાલિક રોકડની જરૂર હોય અને આપણી પાસે એટીએમ કાર્ડ ન હોય, તો આવી સ્થિતિમાં તમે અલગ-અલગ રીતે કેશ ઉપાડી શકો છો. સૌ પ્રથમ જાણીએ કે, આધાર કાર્ડ દ્વારા તમે ‘કેશ’ કેવી રીતે ઉપાડી શકો છો?
AePS Cash Withdrawal: કેવી રીતે ઉપાડવા પૈસા?
- સૌથી પહેલા તમારે તમારા ઘરની નજીક આવેલા માઈક્રો એટીએમ (Micro ATM) પર જવાનું રહેશે.
- હવે અહીં તમને ઘણા વિકલ્પો દેખાશે, તેમાંથી ‘Cash Withdrawal’ નો વિકલ્પ પસંદ કરો.
- ત્યારબાદ તમારો પિન નંબર દાખલ કરો.
- આ પછી લોકેશન નંબર અથવા વિસ્તારનો પિન કોડ દાખલ કરો.
- છેલ્લે તમારે તમારો આધાર નંબર દાખલ કરવાનો રહેશે.
- ત્યારબાદ ફિંગરપ્રિન્ટ સ્કેન કરતાની સાથે જ તમને સ્ક્રીન પર દેખાશે કે, તમારું ટ્રાન્ઝેક્શન સફળતાપૂર્વક પૂરું થઈ ગયું છે.
- તમને જે રસીદ (Receipt) મળી છે, તેને સાચવીને મેળવી લો.
માઇક્રો એટીએમ (Micro ATM) ક્યાં મળે છે?
તમે માઇક્રો એટીએમ જેવી સેવા બીસી (Business Correspondent) પાસેથી મેળવી શકો છો. આ બેંકનો જ એક એજન્ટ હોય છે, જે ગ્રાહકોને જરૂરી બેંકિંગ સેવાઓ પૂરી પાડે છે.
કેટલા પૈસા ઉપાડી શકાય?
તમે AePS પ્રોસેસ દ્વારા એક દિવસમાં કેટલી રોકડ ઉપાડી શકશો, તેનો આધાર બેંક પર રહેલો છે. દરેક બેંકની મર્યાદા (Limit) અલગ-અલગ હોઈ શકે છે.
QR કોડ સ્કેન કરીને પણ કેશ ઉપાડી શકાય
આજકાલ ઘણા એટીએમ (ATM) મશીનોમાં QR સ્કેનની સુવિધા ઉપલબ્ધ છે. આ સુવિધા દ્વારા તમે ડેબિટ કાર્ડ વગર પણ રોકડ ઉપાડી શકો છો.
- આ માટે સૌથી પહેલા તમારે એટીએમ મશીન પર ચેક કરવું પડશે કે, તેમાં QR સ્કેનનો વિકલ્પ છે કે નહીં?
- ત્યારબાદ તમારે તમારા ફોનમાં રહેલા કોઈપણ UPI એપ (જેમ કે Google Pay, PhonePe અથવા Paytm) દ્વારા એટીએમ સ્ક્રીન પર દેખાતા QR કોડને સ્કેન કરવાનો રહેશે.
- આ પછી તમારે જેટલી રકમ ઉપાડવી હોય તે અને તમારો UPI પિન નંબર દાખલ કરવાનો રહેશે.
- આ રીતે તમે કાર્ડ વગર ખૂબ જ સરળતાથી અને સુરક્ષિત રીતે કેશ ઉપાડી શકો છો.
જનરલ નોલેજમાં ઇતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન, સાહિત્ય, વર્તમાન બાબતો સહિતના વિષયોનો સમાવેશ થાય છે. જનરલ નોલેજની સારી સમજ હોવી જરૂરી છે, કારણ કે તે તમને વિશ્વની ઘટનાઓથી અપડેટ રાખે છે. અહીંયા દરરોજ અવનવી બાબતોની સ્ટોરી તમને જાણવા મળશે. તમારૂ નોલેજ વધારવા માટે જનરલ નોલેજના ટોપિકને ફોલો કરતા રહો.