UTS Ticket : હવે ઘરે બેઠા ઓનલાઈન જનરલ ટિકિટ આ રીતે બુક કરો, જાણો સમગ્ર પ્રોસેસ

જનરલ ટિકિટ માટે હવે તમારે લાઈનમાં ઉભા રહેવાની જરુર નથી. ભારતીય રેલવે દ્વારા અનરિઝર્વ્ડ ટિકિટિંગ સિસ્ટમ લાવવામાં આવી છે. આનાથી મુસાફરો ઘરે બેસીને ટિકિટ ખરીદી શકશે.

UTS Ticket : હવે ઘરે બેઠા ઓનલાઈન જનરલ ટિકિટ આ રીતે બુક કરો, જાણો સમગ્ર પ્રોસેસ
| Updated on: Oct 20, 2024 | 4:02 PM

ઈન્ડિયન રેલવે દુનિયાની સૌથી મોટી ટ્રાન્સપોર્ટ સર્વિસમાંથી એક છે. દરરોજ રેલવેમાં કરોડોની સંખ્યામાં મુસાફરો મુસાફરી કરે છે. જેમાં મોટી સંખ્યામાં લાખો લોકો જનરલ ટિકિટ પર પર મુસાફરી કરે છે. જનરલ ટિકિટ માટે લોકોને મોટી લાઈનમાં ઉભું રહેવું પડે છે. આમ છતાં ટિકિટ ન મળવાને કારણે ઘણી વખત મુસાફરોને ટિકિટ વગર મુસાફરી કરવાની ફરજ પડે છે.

અનરિઝર્વ્ડ ટિકિટિંગ સિસ્ટમ

હવે રેલવે તરફથી જનરલ ટિકિટને ઓનલાઈન કરવામાં આવી છે. એટલે કે, મુસાફરો ઘરે બેસી જનરલ ટ્રેન ટિકિટ લઈ શકે છે, જેના માટે અનરિઝર્વ્ડ ટિકિટ સિસ્ટમ લાવ્યું છે. જેનાથી તમે મોબાઈલથી ટ્રેનની જનરલ ટિકિટ ઓનલાઈન લઈ શકો છો. આ શોર્ટ ફોર્મમાં યુટીએસના નામથી ઓળખવામાં આવે છે. યુટીએસ એપ એન્ડ્રોઈડ અને આઈઓએસ યુઝર્સ માટે ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

 

કઈ રીતે બુક કરી શકો છો ઓનલાઈન જનરલ ટિકિટ

સૌથી પહેલા જો તમે એન્ડ્રોઈડ યુઝર્સ છે. તો ગુગલ પ્લે સ્ટોરમાં જઈ યુટીએસ એપ ફોનમાં ડાઉનલોડ કરો,

ત્યારબાદ તમાર એપ પર રજીસ્ટ્રેશન કરવાનું રહેશે

ત્યારબાદ પેમેન્ટ ઓપ્શન પસંદ કરવાનું અને રિચાર્જ કરવાનું રહેશે.

ત્યારબાદ તમે ઓનલાઈન જનરલ ટ્રેન ટિકિટ બુક કરી શકશો.આ ટિકિટ પેપરલેસ હશે

ટિકિટ બુક કરવા માટે તમારે ક્યાંથી ક્યાં સુધી જવું છે. તેની જાણકારી આપવી પડશે

ત્યારબાદ પેમેન્ટ કરવા ટિકિટ બુક કરવાની રહેશે.

ત્યારબાદ તમને એપમાં ટિકિટ જોવા મળશે. તમે ઈચ્છો તો તમે ટિકિટની કોપી પણ કઢાવી શકો છો.

એપ પર રજીસ્ટ્રેશન કર્યા પછી, યુઝરે પેમેન્ટ વિકલ્પ પસંદ કરવો પડશે અને ટિકિટ બુક કરવી પડશે, જે પેપરલેસ હશે.