શું તમને ખબર છે કે કૂતરાનો પણ DNA ટેસ્ટ થાય છે..! ચાલો સંપૂર્ણ ઘટના પર નજર કરીએ

અમેરિકાની એક મહિલાએ પોતાના પાલતુ કૂતરાની અસલી નસલ જાણવા માટે DNA ટેસ્ટ કરાવ્યો. રિપોર્ટમાં જાણવા મળ્યું કે જે કૂતરો સામાન્ય ટેરિયર જેવો દેખાતો હતો, તેના લોહીમાં જાણો શું સામે આવ્યું. સોશિયલ મીડિયા પર આ ચોંકાવનારો રિપોર્ટ વાયરલ થઈ રહ્યો છે.

શું તમને ખબર છે કે કૂતરાનો પણ DNA ટેસ્ટ થાય છે..! ચાલો સંપૂર્ણ ઘટના પર નજર કરીએ
Image Credit source: reddit
| Updated on: Feb 26, 2026 | 10:12 PM

સામાન્ય રીતે લોકો પોતાના પૂર્વજો કે પરિવાર વિશે જાણવા માટે DNA ટેસ્ટ કરાવતા હોય છે, પરંતુ શું તમે ક્યારેય સાંભળ્યું છે કે કોઈએ કૂતરાનો DNA ટેસ્ટ કરાવ્યો હોય? અમેરિકાના મિશિગનમાં રહેતી કેથલીન શીહાન નામની મહિલાએ આવું જ કંઈક કર્યું અને જે પરિણામ આવ્યું તેણે સોશિયલ મીડિયા પર ખળભળાટ મચાવી દીધો છે.

જીજ્ઞાસા બની આશ્ચર્યનું કારણ

કેથલીને ‘ડોટી’ નામના એક રેસ્ક્યૂ ડોગને લોકલ હ્યુમન સોસાયટીમાંથી દત્તક લીધો હતો. ડોટી ખૂબ જ રમતિયાળ હતો અને દેખાવમાં તે ‘ટેરિયર’ (Terrier) બ્રીડના કૂતરા જેવો લાગતો હતો. કેથલીને અગાઉ પોતાના જૂના પાલતુ કૂતરાનો પણ DNA ટેસ્ટ કરાવ્યો હતો, તેથી તેણે માત્ર જીજ્ઞાસા ખાતર ડોટીનો પણ ટેસ્ટ કરાવવાનું નક્કી કર્યું. તેને લાગ્યું હતું કે રિપોર્ટમાં ટેરિયર બ્રીડ જ આવશે, પરંતુ સત્ય કંઈક અલગ જ હતું.

રિપોર્ટમાં થયો મોટો ખુલાસો

જ્યારે DNA રિપોર્ટ આવ્યો ત્યારે કેથલીન અને સોશિયલ મીડિયા યુઝર્સ બંને ચોંકી ગયા. રિપોર્ટ મુજબ, ડોટી કોઈ એક નસલનો નહીં પણ અનેક નસલોનું મિશ્રણ હતો:

  • 55% ડોબરમેન પિન્સર (Doberman Pinscher)
  • 10% પોમેરેનિયન (Pomeranian)
  • 6% પેકિંગિસી (Pekingese)
  • 6% પૂડલ (Poodle)
  • 16% યોર્કશાયર ટેરિયર

સૌથી વધુ આશ્ચર્યની વાત એ હતી કે ડોટીમાં 55 ટકા અંશ ડોબરમેન ના હતા. દેખાવમાં ડોટી ક્યાંયથી પણ ડોબરમેન જેવો શક્તિશાળી કે ઊંચો લાગતો નહોતો.

Say What?
by
u/miz_k in
DoggyDNA

સોશિયલ મીડિયા પર ચર્ચા

કેથલીને જ્યારે આ રિપોર્ટ રેડિટ (Reddit) પર શેર કર્યો, ત્યારે લોકોએ અલગ-અલગ પ્રતિક્રિયાઓ આપી. ઘણા લોકોએ લખ્યું કે, “આ જોઈને વિશ્વાસ નથી આવતો કે આટલો નાનો કૂતરો અડધો ડોબરમેન હોઈ શકે છે!” આ કિસ્સો દર્શાવે છે કે ક્યારેક પાલતુ પ્રાણીઓનો બાહ્ય દેખાવ તેમની અસલી જીનેટિક ઓળખ કરતા તદ્દન અલગ હોઈ શકે છે.

Hair Tip: શું ટામેટાનો રસ ખરેખર નવા વાળ ઉગાડી શકે છે?,વાંચવા માટે અહીં ક્લિક કરો