
પાલતુ શ્વાનો આપણા પરિવારનો એક મહત્વપૂર્ણ ભાગ હોય છે. જેમ આપણે આપણા સ્વાસ્થ્યની કાળજી લઈએ છીએ, તેવી જ રીતે તેમના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પણ અત્યંત જરૂરી છે. ઘણીવાર શ્વાનોમાં થતી હળવી ખંજવાળ અથવા ત્વચા પર દેખાતા લાલ ફોલ્લીઓને dog ના માલિકો અવગણી દે છે, પરંતુ આ લક્ષણો આગળ જઈને ગંભીર સ્કીન ઇન્ફેકશનનું સ્વરૂપ લઈ શકે છે.
સ્કીન ઇન્ફેકશન માત્ર શ્વાનને અસહ્ય પીડા અને અસ્વસ્થતા જ નથી આપતો, પરંતુ સમયસર સારવાર ન થાય તો તે જીવલેણ પણ સાબિત થઈ શકે છે. કેટલીક પરિસ્થિતિમાં આ ચેપ માણસોમાં પણ ફેલાઈ શકે છે, તેથી પાલતુ માલિકોએ ખાસ સાવચેતી રાખવી જરૂરી છે. આ મહત્વપૂર્ણ જાણકારીમાં અમે શ્વાનોમાં સ્કીન ઇન્ફેકશનના પ્રારંભિક લક્ષણો, તેના કારણો, જોખમો અને બચાવના ઉપાયો વિશે વિગતવાર ચર્ચા કરીશું.
શ્વાનોમાં સ્કીન ઇન્ફેકશનનો અર્થ તેમની ત્વચા પર થતો કોઈપણ પ્રકારનો રોગ અથવા સંક્રમણ છે. આ ચેપ ગંદકી, એલર્જી, બેક્ટેરિયા, ફૂગ અથવા પરોપજીવોના કારણે થઈ શકે છે. ઘણીવાર વધુ પડતી ખંજવાળ અથવા કરડવાથી પણ ત્વચા પર ઘા પડી જાય છે, જે પછી ચેપમાં ફેરવાઈ શકે છે.
સ્કીન ઇન્ફેકશન થવાથી શ્વાનની ત્વચા લાલ થવા લાગે છે, ફોલ્લીઓ અથવા ઘા દેખાય છે, ખરાબ ગંધ આવે છે અને શ્વાન વારંવાર ખંજવાળ કરતો રહે છે. કેટલાક કેસમાં વાળ પણ ઝડપથી ખરવા લાગે છે. આ સમસ્યા ક્યારેક હળવી હોય છે, પરંતુ ક્યારેક એટલી ગંભીર બની જાય છે કે શ્વાનને ભારે દુખાવો સહન કરવો પડે છે.
શ્વાનોમાં સ્કીન ઇન્ફેકશનના લક્ષણો
શ્વાનોમાં ત્વચા સંબંધિત સમસ્યાઓ ઘણીવાર ધીમે ધીમે શરૂ થાય છે, જેના કારણે શરૂઆતમાં માલિકોને તેની ગંભીરતા સમજાતી નથી. શરૂઆતમાં હળવી ખંજવાળ, લાલ ફોલ્લીઓ અથવા ત્વચાની શુષ્કતા જોવા મળે છે.
સમય જતાં આ લક્ષણો વધીને ઘા, પરુ, સતત વાળ ખરવું અને દુર્ગંધ જેવી સમસ્યાઓમાં ફેરવાઈ શકે છે. જો આ તબક્કે પણ સારવાર ન કરવામાં આવે, તો ચેપ ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે છે.
શરૂઆતમાં સામાન્ય ખંજવાળ અથવા નાના ફોલ્લી તરીકે દેખાતો સ્કીન ઇન્ફેકશન જો અવગણવામાં આવે, તો તે આખા શરીરમાં ફેલાઈ શકે છે. પરિણામે તીવ્ર સોજો, પરુ ભરાવા અને ભારે દુખાવાની સ્થિતિ ઊભી થઈ શકે છે.
કેટલાક ગંભીર કેસમાં ચેપ લોહીના પ્રવાહમાં પ્રવેશી જાય છે, જે શ્વાનના જીવન માટે અત્યંત જોખમી સાબિત થઈ શકે છે. તેથી જ સ્કીન ઇન્ફેકશનના પ્રથમ લક્ષણો દેખાતા જ પશુચિકિત્સકની સલાહ લેવી જરૂરી છે.
જ્યારે શ્વાન કોઈ બીમાર પ્રાણીના સંપર્કમાં આવે છે અથવા અસ્વચ્છ વાતાવરણમાં રહે છે, ત્યારે ખંજવાળ, દાદ અથવા અન્ય ચેપ સીધા ફેલાઈ શકે છે.
કેટલાક સમયે ચેપ સીધો નથી થતો, પરંતુ એલર્જી, ગંદકી, પોષણની કમી અથવા નબળી રોગપ્રતિકારક શક્તિ જેવી સમસ્યાઓને કારણે ત્વચા નબળી પડી જાય છે. આવી સ્થિતિમાં બેક્ટેરિયા અને ફૂગ ઝડપથી વધે છે અને ચેપ ગંભીર બને છે.
શ્વાનની ત્વચા ખૂબ જ સંવેદનશીલ હોય છે. બદલાતું હવામાન, ગંદકી, એલર્જન અને અપૂરતો આહાર ત્વચા સંબંધિત સમસ્યાઓ ઊભી કરી શકે છે. જો કે, રોજિંદી કેટલીક સરળ સાવચેતીઓ અપનાવવાથી પાલતુ શ્વાનોને સ્કીન ઇન્ફેકશનથી બચાવી શકાય છે.
નિયમિત સ્નાન, સ્વચ્છ રહેઠાણ, સંતુલિત આહાર, સમયસર વેક્સિનેશન અને ત્વચા પર કોઈ પણ અસામાન્ય લક્ષણ દેખાય ત્યારે તરત ડૉક્ટરની સલાહ લેવાથી આ સમસ્યાથી મોટા ભાગે બચી શકાય છે.
Pet Dog First-aid kit : શ્વાન માટેની પ્રાથમિક સારવાર કીટમાં કઈ કઈ વસ્તુઓ રાખવી, દરેક લોકો જાણી લો