દુનિયાનો એકમાત્ર એવો દેશ જ્યાં એકપણ મંદિર કે મસ્જિદ નથી, ધર્મનુ પાલન કરો તો મળે છે સજા- જાણો ક્યો છે એ દેશ

દુનિયાના મોટાભાગના દેશોમાં મંદિર, મસ્જિદ અને ચર્ચ સંસ્કૃતિ, આસ્થા અને વિશ્વાસનું પ્રતિક હોય છે. પરંતુ આ દુનિયામાં એક એવો દેશ પણ છે જ્યાં ધર્મને જ ખતરો ગણવામાં આવે છે. આ દેશમાં સત્તાવાર રીતે કોઈપણ મંદિર કે મસ્જિદ નથી આવો જાણીએ ક્યો છે આ દેશ

દુનિયાનો એકમાત્ર એવો દેશ જ્યાં એકપણ મંદિર કે મસ્જિદ નથી, ધર્મનુ પાલન કરો તો મળે છે સજા- જાણો ક્યો છે એ દેશ
| Updated on: Dec 29, 2025 | 7:52 PM

વિશ્વમાં બે એવા દેશ છે જ્યાં એકપણ મંદિર કે મસ્જિદ નથી. જો કે વિશ્વમાં એક દેશ એવો પણ છે જે સંપૂર્પણપણે નાસ્તિક છે ચર્ચ, મંદિર, મસ્જિદ કે અન્ય કોઈપણ ધર્મનું સ્થાનક નથી. આ દેશ છે ઉત્તર કોરિયા. આ દેશની વિચારધારા તમામ પ્રકારના સંગઠિત ધાર્મિક રીતિરિવાજોને ફગાવે છે. અહીં નાની ઉમરે પમ નાગરિકોને શીખવવામાં આવે છે કે ધર્મ એક વિદેશી અવધારણા છે અને તેનો ઉદ્દેશ્ય લોકોને ગુમરાહ કરવાનો છે.

ઉત્તર કોરિયાની સરકારનું એવુ માનવુ છે કે ધર્મ વફાદારીને બે ભાગમાં વિભાજીત કરે છે. કોઈપણ વિશ્વાસ જે રાજ્યથી ઉપર ભક્તિને રાખે છે તે ખતરનાક ગણવામાં આવે છે. બસ આ જ કારણ છે કે ધાર્મિક વિચારને જ રાજ્ય વિરોધી માનવામાં આવે છે. ના કે વ્યક્તિગત પસંદને.

ઉત્તર કોરિયામાં ધર્મનું પાલન કરવાનું પરિણામ ઘણુ જ ગંભીર આવે છે. જો કોઈ વ્યક્તિ બાઈબલ કુરાન કે પછી અન્ય કોઈ ધાર્મિક ગ્રંથ રાખીને વાંચતા કે પ્રાર્થના કરતા પકડાઈ જાય છે તો તેને લાંબી જેલની સજા, અસહ્ય મજૂરી શિબિર કે અન્ય મામલામાં મોતની સજા આપવામાં આવે છે.

માત્ર કિમ પરિવારની જ ભક્તિ કરવાનો આદેશ

રાજધાની પ્યોંગયાંગમાં કેટલાક ચર્ચ અને મંદિરો આવેલા છે પરંતુ આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સમૂહનું કહેવુ છ કે આ માત્ર દેખાડવા માટે બનાવવામાં આવેલી ઈમારતો છે. ધર્મના બદલે ઉત્તર કોરિયાના નાગરિકો પાસે એવી આશા રાખવામાં આવે છે કે તેઓ માત્ર સત્તારૂઢ કિમ પરિવારની જ પૂજા કરે. સાથે જ તેમના પિતા અને તેમના દાદા પ્રત્યે પણ ભક્તિ બતાવે.

ધર્મ ન માત્ર સાર્વજનિક જીવનમાં પરંતુ વ્યક્તિગત જીવનમાં પણ પ્રતિબંધિત છે. ખૂફિયા નેટવર્, બાતમીદારો અને વૈચારિક દેખરેખ એ વાતને સુનિશ્ચિત કરે છે કે વ્યક્તિગત માન્યતાઓ પણ તપાસ હેઠળ રહે.

આ બે દેશોમાં એકપણ મંદિર-મસ્જિદ નથી

દુનિયાના બે દેશ એવા ચે જ્યાં એકપણ મંદિર કે મસ્જિદ નથી. આ દેશોના નામ છે ઉત્તર કોરિયા અને વેટિકન સિટી

ઉત્તર કોરિયામાં 52 ટકાથી વધુ લોકો કોઈપણ ધર્મમાં માનતા નથી. જ્યારે 32 ટકા લોકો ખ્રિસ્તી ધર્મને માને છે. 14 ટકા લોકો બૌદ્ધ ધર્મને અને 1 ટકા લોકો અન્ય ધર્મોમાં માને છે.

જ્યારે વેટિકન સિટીમાં માત્ર ખિસ્તી ધર્મને માનનારા લોકો રહે છે. ખ્રિસ્તી ધર્મ માટે વેટિકન સિટી ઘણુ પવિત્ર સ્થાન છે. આ દેશની ખાસ વાત એ છે કે દુનિયાનો સૌથા નાનો દેશ છે જ્યાં વિશ્વભરમાંથી લોકો ફરવા માટે આવે છે.

 

ભારતના ઘઉંમાં વાયરસ છે એવો દુષ્પ્રચાર કરનાર આ દેશ આજે એ જ ઘઉં માટે તડપી રહ્યો છે, શું ભારત આપશે તેને અનાજ? વાંચો

Published On - 7:51 pm, Mon, 29 December 25