
ભારતના પડોશી દેશ નેપાળમાં મંગળવારે એક નવી કુમારી દેવી (જીવંત દેવી) ની પસંદગી કરવામાં આવી હતી. ફક્ત 2 વર્ષ અને 8 મહિનાની નવી કુમારી દેવી આર્યતારા શાક્ય છે અને મંગળવારે ઔપચારિક રીતે તેમનું રાજ્યાભિષેક કરવામાં આવ્યું હતું.
નેપાળમાં દશૈન પૂજા દરમિયાન નવી કુમારી દેવીની પસંદગી કરવામાં આવી હતી. તે બૌદ્ધ અને હિન્દુ ધર્મ બંનેમાં પૂજનીય છે. જીવંત દેવીની પસંદ કરવામાં પણ કઠિન પરિક્ષા લેવામાં આવે છે.
વિશ્વભરના વિવિધ ધર્મોમાં વિવિધ માન્યતાઓ પ્રચલિત છે. આ સંદર્ભમાં, નેપાળમાં 2 વર્ષની છોકરીને નવી કુમારી દેવી તરીકે પસંદ કરવામાં આવી છે. નવી કુમારી દેવીને કાઠમંડુમાં તેના ઘરેથી મંદિરમાં લઈ જવામાં આવી હતી.
બે વર્ષની આર્યતારા શાક્ય વર્તમાન કુમારીની જગ્યા લેશે. મંગળવારે, પરિવારના સભ્યો અને ભક્તો નવી કુમારી દેવીને કાઠમંડુની શેરીઓમાંથી શોભાયાત્રામાં યોજીને મંદિર સુધી લઈ ગયા, ત્યારબાદ તેમને તલેજુ ભવાની મંદિરના મહેલમાં લઈ ગયા હતા.
આ સમય દરમિયાન, મંદિરની બહાર ભક્તોની મોટી ભીડ જોવા મળી હતી. મોટી સંખ્યામાં લોકોએ નવી કુમારી દેવીના ચરણ સ્પર્શ કર્યા અને તેમને ફૂલો અર્પણ કર્યા. ગુરુવારે નવી કુમારી દેવી નેપાળના રાષ્ટ્રપતિ અને અન્ય લોકોને આશીર્વાદ આપશે.
Nepal: Festival.
September 30, 2025, Kathmandu, Nepal. Newly selected Living Goddess Kumari, two-year-old Aryatara Shakya, is carried by her family member to the Kumari Residence at Basantapur Durbar Square on Tuesday.
She succeeds Trishna Shakya, the outgoing Kumari, pic.twitter.com/F8Akm997XW
— abhiz_capture (@AbhishekMaharj6) September 30, 2025
કુમારી દેવીની પસંદગી પ્રક્રિયા ખૂબ મુશ્કેલ માનવામાં આવે છે. શાક્ય છોકરીઓમાંથી તેમની પસંદગી કરવામાં આવે છે. કુમારી દેવી બનવા માટે છોકરીની ઉંમર 2 થી 4 વર્ષની હોવી જોઈએ. તેણીએ અંધારાથી ડરવું જોઈએ નહીં.
માન્યતાઓ અનુસાર, કુમારી દેવીને પસંદ કરવા માટે, છોકરીઓને એક અંધારાવાળા ઓરડામાં મૂકવામાં આવે છે, જ્યાં ભેંસનું માથું અને ડરામણા માસ્ક પણ મૂકવામાં આવે છે, અને તેઓએ ડર્યા વિના રૂમમાંથી બહાર નીકળવું પડે છે.
કુમારી દેવીની પસંદગી માટે 32 ગુણોની તપાસ કરવામાં આવે છે. તેમની ત્વચાથી લઈને તેમની આંખો, વાળ અને દાંત સુધીની દરેક વસ્તુનું પરીક્ષણ કરવામાં આવે છે.ત્યારબાદ જ કુમારી દેવી તરીકે પસંદગી કરવામાં આવે છે.
નેપાળમાં આ સપ્તાહના પ્રારંભે GEN-Z દ્વારા આંદોલન કરવામા આવ્યું હતું. આ આંદોલન હિંસક બન્યુ હતું અને સરકારને રાજીનામુ આપવુ પડ્યું હતું. નેપાળના તમામ સમાચાર જાણવા માટે તમે અહીં ક્લિક કરો
Published On - 2:22 pm, Thu, 2 October 25