જો તમને અચાનક વિદેશ યાત્રા કરવાની થાય અને તમારી પાસે પાસપોર્ટ ન હોય, તો ચિંતા કરવાની જરૂર નથી. ભારત સરકારની તત્કાલ પાસપોર્ટ યોજના (Tatkal Passport Scheme) હેઠળ તમે સામાન્ય પ્રક્રિયા કરતાં ઘણી ઝડપથી પાસપોર્ટ કઢાવી શકો છો.
મોટાભાગના કિસ્સાઓમાં જો અરજી અને દસ્તાવેજો યોગ્ય હોય, તો પાસપોર્ટ 1 થી 3 કામકાજના દિવસોમાં જ ઈશ્યૂ કરી દેવામાં આવે છે. જો કે, અંતિમ સમય તમારા દસ્તાવેજો અને પ્રક્રિયા પર નિર્ભર કરે છે.
તત્કાલ પાસપોર્ટ શું છે?
તત્કાલ પાસપોર્ટ હેઠળ પાસપોર્ટ અરજીને પ્રાથમિકતાના આધારે પ્રોસેસ કરવામાં આવે છે. આ સુવિધા એવા લોકો માટે છે કે, જેમને નોકરી, અભ્યાસ, મેડિકલ ઈમરજન્સી અથવા વિદેશ યાત્રા માટે ઝડપથી પાસપોર્ટની જરૂર હોય છે.
તત્કાલ પાસપોર્ટ કઢાવવા માટે જરૂરી દસ્તાવેજો
- આધાર કાર્ડ
- પાન કાર્ડ
- વોટર આઈડી (ચૂંટણી કાર્ડ) અથવા ડ્રાઈવિંગ લાઈસન્સ
- વીજળી બિલ
- બેંક પાસબુક
- જન્મ તારીખનો પુરાવો
- તાજેતરનો પાસપોર્ટ સાઈઝ ફોટો
તત્કાલ પાસપોર્ટની ફી કેટલી હોય છે?
- 36 પેજનો નવો પાસપોર્ટ – ₹5,000
- 60 પેજનો નવો પાસપોર્ટ – ₹6,000
તત્કાલ પાસપોર્ટ માટે અરજી કેવી રીતે કરવી?
- પાસપોર્ટ સેવા પોર્ટલ પર જાઓ.
- તમારું એકાઉન્ટ બનાવીને લોગ ઈન કરો.
- ‘અપ્લાય ફોર ફ્રેશ પાસપોર્ટ’ (Apply for Fresh Passport) ઓપ્શન પસંદ કરો.
- અરજી ફોર્મ ભરો અને ‘તત્કાલ’ કેટેગરી પસંદ કરો.
- જરૂરી ડોક્યુમેન્ટ્સ અપલોડ કરો.
- ઓનલાઈન ફી જમા કરો.
- નજીકના પાસપોર્ટ સેવા કેન્દ્રમાં એપોઇન્ટમેન્ટ બુક કરો.
- નક્કી કરેલી તારીખે દસ્તાવેજો સાથે પહોંચીને બાયોમેટ્રિક પ્રક્રિયા પૂરી કરો.
કેટલા દિવસમાં મળશે પાસપોર્ટ?
જો તમામ દસ્તાવેજો સાચા હોય અને અરજીમાં કોઈ ખામી ન હોય, તો તત્કાલ પાસપોર્ટ સામાન્ય રીતે 1 થી 3 દિવસમાં આવી જાય છે. કેટલાક કિસ્સાઓમાં પાસપોર્ટ પહેલા ઈશ્યૂ કરી દેવામાં આવે છે અને પોલીસ વેરિફિકેશન પછીથી કરવામાં આવે છે.
ઇમિગ્રેશન ક્લિયર કરતી વખતે આ 7 વાતો કહેવાનું ટાળજો, નહીં તો એરપોર્ટ પરથી જ ઘરભેગા થશો