Knowledge : શું તમને ખબર છે કે ભારતીય ટ્રેનોમાં પાલતું શ્વાન સાથે પણ મુસાફરી કરી શકાય છે? નથી ખબર તો જાણી લો આ નિયમો

|

Feb 06, 2023 | 9:09 AM

Dog in Indian Train : તમને જાણીને નવાઈ લાગશે કે ભારતીય ટ્રેનોમાં પાલતું શ્વાન સાથે પણ મુસાફરી કરી શકાય છે. પણ આ કેટલીક ટ્રેનોમાં જ શક્ય છે, ચાલો જાણીએ આ અંગેની સંપૂર્ણ વિગતો.

Knowledge : શું તમને ખબર છે કે ભારતીય ટ્રેનોમાં પાલતું શ્વાન સાથે પણ મુસાફરી કરી શકાય છે? નથી ખબર તો જાણી લો આ નિયમો
Knowledge train rules
Image Credit source: File photo

Follow us on

ભારતીય રેલવે નેટવર્ક દુનિયામાં સૌથી સારા અને મોટા રેલવે નેટવર્કમાં ચોથા સ્થાને છે. ભારતીય રેલવે મંત્રાલય છેલ્લા ઘણા વર્ષોથી રેલવે નેટવર્કમાં મોટા મોટા ફેરફારો કરી રહ્યું છે. ભારતીય રેલવેના પ્રયાસોથી હવે યાત્રીઓ પહેલા કરતા વધારે સુવિધા અને સારી યાત્રાનો આનંદ માણી રહ્યાં છે. વંદે ભારત ટ્રેન, ભારત ગૌરવ ટ્રેન સહિતની સુવિધાને કારણે ભારતીય વિદેશી ધરતી જેવો આનંદ આપણી ધરતી પર મેળવી રહ્યાં છે.

ભારતીય રેલવે પોતાના યાત્રીઓની સુવિધાનું હંમેશા ધ્યાન રાખે છે. યાત્રીઓને થતી સમસ્યાના સમાધાન માટે ભારતીય રેલવે સતત કાર્યરત રહે છે. ભારતીય રેલવે દ્વારા અપાતી સુવિધાનું લિસ્ટ ઘણું લાંબું છે. શું તમને ખબર છે કે ભારતીય રેલવે ટ્રેનમાં તમે પોતાના શ્વાનને પણ લઈ જઈ શકો છો ? ચાલો જાણીએ તેના નિયમો વિશે.

ભારતીય ટ્રેનોમાં શ્વાનની મુસાફરી અંગેના નિયમો

ભારતમાં ઘણા લોકોને પાલતું પ્રાણીના રુપમાં શ્વાન રાખવાનો શોખ હોય છે. પણ ઘણીવાર લાંબી મુસાફરી પર જતા સમયે લોકો પોતાના શ્વાનને ઘરે જ મુકી જતા હોય છે. તમને જાણીને નવાઈ લાગશે કે જો તમે ટ્રેનથી મુસાફરી કરવાના હોઉં તો તમારા શ્વાન માટે ખાસ સુવિધા આપવામાં આવે છે.

20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો

દરેક વ્યક્તિએ ટ્રેનમાં મુસાફરી પહેલા ટિકિટ બુક કરાવવાની હોય છે. પણ જો તમે ટ્રેનમાં યાત્રા દરમિયાન પોતાના પાતલું પ્રાણીને સાથે લઈ જવા માંગો છો, તો તમારે કેટલાક નિયમોનું પાલન કરવું પડશે.

  1.  શ્વાનને ડોગ બોક્સમાં રાખીને સેકેન્ડ કલાસ લગેજ કે બ્રેક વેનમાં લઈ જઈ શકાય છે.
  2. શ્વાનને ફર્સ્ટ કલાસ એસી કોચમાં પણ લઈ જઈ શકાય છે, પરતું શરત એટલી છે કે 2 બર્થ કે 4 બર્થ વાળા બોક્સને આખો બુક કરવો પડશે.
  3.  એસી સેકેન્ડ કલાસ, એસી ચેયર કાર અને એસી 3 સ્લીપર કલામાં પાલતું પ્રાણીને લઈ જવા પર પ્રતિબંધ છે.
  4.  શતાબ્દી એક્સપ્રેસ જેવી ટ્રેનોમાં તમે પાલતું પ્રાણીઓને લઈ જઈ શકશો નહીં.

માત્ર આ ટ્રેનોમાં લઈ જઈ શકાય છે પાલતું શ્વાન

ભારતીય રેલવેમાં શ્વાનની બુકિંગની પરવાનગી છે. પણ રાજધાની અને શતાબ્દી એસએલઆર કોચમાં શ્વાન માટે બુકિંગ થઈ શકતી નથી. જોકે મેલ એક્સપ્રેસ ટ્રેનોમાં એસએલઆર કોચમાં તમે પાતલું શ્વાનને ડોગ બોક્સમાં રાખીને લઈ જઈ શકો છો. ડોગ બોક્સમાં રહેલા શ્વાનની સંપૂર્ણ જવાબદારી તેના માલિકની રહેશે.

શ્વાનને લઈ જવા માટે આ રીતે લાગે છે ચાર્જ

એક ટ્રેનમાં એક શ્વાન માટે જ બુકિંગ કરાવી શકાય છો. જે પહેલા આવે તેને આ સુવિધાનો લાભ મળે છે. શ્વાન માટે એડવાન્સ બુકિંગ કરાવી શકાતું નથી. શ્વાનને પોતાની સાથે કે એસએલઆર કોચમાં સઈ જવા માટે રેલવે 60 કિલોગ્રામના હિસાબે લગેજ ચાર્જ વસુલે છે.

Next Article