50 વર્ષ સુધી જેમણે તુર્કી હુમલાખોરોને ભારતમાં ઘુસવા ન દીધા, એ રાજાનો ઈતિહાસ બહુ ઓછા જાણતા હશે અને એમના પૌત્ર જયચંદને બધા જાણે છે- વાંચો

તમે મોહમ્મદ ઘોરી વિષે તો સાંભળ્યું જ હશે. મોહમ્મદ ઘોરી અને જયચંદની વાર્તા પણ તમે સાંભળી હશે. પણ શું તમે જાણો છો કે આ જ જયચંદ અને મોહમ્મદ ઘોરી પહેલા લગભગ 100 વર્ષ સુધી સતત તુર્કી સેનાને ભારતમાં હારનો સામનો કરવો પડ્યો હતો અને તમામ પ્રયાસો છતાં તે ભારતમાં પ્રવેશી શકી ન હતી. તેનાથી પણ મોટી વાત એ છે કે આ રાજા કોઈ મૌર્ય કે ગુપ્ત સામ્રાજ્ય જેવા મોટા વંશનો રાજા નહોતો. પણ ઉત્તર ભારતના આ રાજાએ ન માત્ર તુર્કોને ભારતમાં પ્રવેશતા રોક્યા પરંતુ દક્ષિણ ભારતમાં અને પૂર્વ બંગાળ સુધી પોતાના રાજ્યનો વિસ્તાર પણ કર્યો. વાસ્તવમાં 11મી અને 12મી સદી ભારતના ઇતિહાસની ખૂબ જ મહત્વપૂર્ણ સદીઓ હતી. આ સમયગાળામાં ભારતમાં ચંદ્રગુપ્ત મૌર્ય કે સમુદ્રગુપ્ત જેવું કોઈ મોટું સામ્રાજ્ય નહોતું

50 વર્ષ સુધી જેમણે તુર્કી હુમલાખોરોને ભારતમાં ઘુસવા ન દીધા, એ રાજાનો ઈતિહાસ બહુ ઓછા જાણતા હશે અને એમના પૌત્ર જયચંદને બધા જાણે છે- વાંચો
| Updated on: Jul 25, 2025 | 9:14 PM

ભારત અનેક નાના-મોટા રાજ્યોમાં વહેંચાયેલું હતું અને નાના-મોટા રાજ્યો એકબીજા સાથે લડતા રહેતા હતા. આ એ સમયગાળો હતો જ્યારે પશ્ચિમ ઉત્તર ભારત પર તુર્ક આક્રમણકારો સતત હુમલા કરી રહ્યા હતા. આવા સમયમાં આ રાજા અને તેના રાજવંશે લગભગ 100 વર્ષ સુધી દેશને તુર્ક હુમલાઓથી બચાવ્યો હતો. આ રાજાએ પોતાના શૌર્ય, દૂરદર્શિતા અને કુટનીતિના બળ પર એક વિશાળ સામ્રાજ્ય સ્થાપ્યું હતું. આ રાજાએ લગભગ 50 વર્ષ સુધી શાસન કર્યું હતું. દિલ્હીના તોમર રાજાઓને પણ તેણે પોતાને અધીન કર્યા હતા અને તે સમયના સૌથી મોટો ખતરો ગણાતા તુર્ક આક્રમણકારોને ઘણી વખત હરાવ્યા હતા. આ રાજા કોઈ બીજા નહીં પણ રાજા ગોવિંદચંદ્ર હતા, જે ગઢવાળ વંશના સૌથી મહાન રાજાઓમાંથી એક હતા.   ઇતિહાસમાં પૃથ્વીરાજ ચૌહાણ વિશે બધા જાણે છે જેઓ મહંમદ ધોરી સામે વિરતાથી લડ્યા હતા. પરંતુ રાજા ગોવિંદચંદ્ર વિશે બહુ ઓછા લોકો જાણે છે. આજે આપણે આ જ રાજા ગોવિદચંદ્ર વિશે જાણશું. આ સમય હતો 11 મી અને 12 મી સદી વચ્ચેનો 1190નો સમયગાળો....

સંપૂર્ણ વાર્તા વાંચવા માટે TV9 એપ્લિકેશન ડાઉનલોડ કરો

20 થી વધુ વિશિષ્ટ સમાચારોની અમર્યાદિત ઍક્સેસ TV9 એપ પર ચાલુ રાખો