KBC 18 : મજૂરનો દીકરો માત્ર 24 રૂપિયા લઈને મુંબઈ પહોંચ્યો અને બન્યો સીઝનનો પહેલો કરોડપતિ, જાણો કોણ છે ભૂષણ ઠાકરે

KBC 18: "કૌન બનેગા કરોડપતિ 18" અમિતાભ બચ્ચનના શોને તેનો પહેલો કરોડપતિ મળ્યો છે. જાણો કોણ છે ભૂષણ ઠાકરે જેની મૂડી 24 રૂપિયાથી હવે 1 કરોડ રૂપિયા થઈ ગઈ...

KBC 18 : મજૂરનો દીકરો માત્ર 24 રૂપિયા લઈને મુંબઈ પહોંચ્યો અને બન્યો સીઝનનો પહેલો કરોડપતિ, જાણો કોણ છે ભૂષણ ઠાકરે
Image Credit source: GEETY IMAGE
| Edited By: | Updated on: Nov 25, 2026 | 4:17 PM

KBC 18: અમિતાભ બચ્ચનના લોકપ્રિય શો “કૌન બનેગા કરોડપતિ 18” ને આ સીઝનનો પહેલો કરોડપતિ મળી ચૂક્યો છે. મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લાના એક નાના ગામમાં થી આવેલો ભૂષણ ઠાકરેએ પોતાના જ્ઞાન અને બુદ્ધિનો ઉપયોગ કરીને ₹1 કરોડ (આશરે $10 મિલિયન) જીતીને ઇતિહાસ રચ્યો. ત્યારબાદ, ભલે તે ₹7 કરોડનો જેકપોટ પ્રશ્ન ચૂકી ગયો, પરંતુ ₹1 કરોડ (આશરે $10 મિલિયન) જીતવું તેમના માટે એક બોવ મોટી વાત્ત છે. આ રકમ તેમના પરિવારની 30 થી 35 વર્ષની કુલ કમાણી જેટલી છે.

28 વર્ષીય ભૂષણ ઠાકરે મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લાના એક ગામનો રેવાસી છે, જ્યાં આસરે બે હજાર લોકોની વસ્તી છે. તેમના ભણતરની વાત્ત કરવામાં આવે તો તેમણે પોતાનું ગ્રેજ્યુએશન સમાપ્ત કર્યું અને ત્યારબાદ, હવે તેઓ પીએચડીના બીજા વર્ષમાં અભ્યાસ કરી રહ્યા છે. તેઓ 2020થી યુપીએસસી સિવિલ સર્વિસીસ પરીક્ષાની તૈયારી પણ કરી રહ્યા છે. ભૂષણનું જીવન અનેક આર્થિક મુશ્કેલીઓ અને સંઘર્ષોથી ભરેલું રહ્યું છે.

UPSC ની તૈયારી કરી રહ્યા છે ભૂષણ ઠાકરે

ભૂષણના પિતા મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેઓ દિવસ-રાત મહેનત કરે છે, જેથી તેમનો દીકરો સારી રીતે અભ્યાસ કરી શકે અને ભવિષ્યમાં તેને મજૂરી કરીને જીવન ન ગુજારવું પડે. બીજી તરફ, પરિવારને આર્થિક મદદ કરવા માટે તેની માતાએ મનરેગા યોજના હેઠળ વૃક્ષારોપણ અને છોડને પાણી આપવા જેવાં કામ પણ કર્યાં છે. પરિવારની આર્થિક સ્થિતિ એટલી નબળી છે કે પિતાને જો સતત કામ મળે, તો જ ઘરની કુલ આવક માંડ ₹15થી ₹20 હજાર સુધી પહોંચી શકે છે. આ મુશ્કેલીઓ વચ્ચે તેની માતા લાંબા સમયથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહી છે અને તેમની અનેક સર્જરી પણ થઈ ચૂકી છે. સારવાર પાછળ પરિવારને મોટો ખર્ચ કરવો પડ્યો છે. આ ઉપરાંત, ભૂષણનો એક નાનો ભાઈ પણ છે, જેનું સપનું ડૉક્ટર બનવાનું છે.

ખાતામાં માત્ર 24 રૂપીયા લઈને પહોંચ્યા હતા

પરિવારની આર્થિક સ્થિતિ બદલવા અને પોતાના સપના સાકાર કરવા માટે ભૂષણે લગભગ 18 મહિના પહેલાં ઘર છોડવાનો નિર્ણય લીધો અને તે UPSCની તૈયારી માટે ભુસાવલ ગયો હતો, તે ત્યાં હાલમાં સરકારી હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરી રહ્યો છે. ઘર છોડ્યા બાદ તે એક પણ વખત પોતાના ગામ પરત ફર્યો નથી. તેણે પોતાની માતાને વચન આપ્યું હતું કે જીવનમાં કંઈક મોટું હાંસલ કર્યા પછી જ ઘરે પાછો ફરશે. આ દરમિયાન જ્યારે તેની પસંદગી KBC 18 માટે થઈ ત્યારે તેની ખુશીનો પાર રહ્યો નહોતો. અમિતાભ બચ્ચનને મળવાની અને KBCના મંચ પર પહોંચવાની તેની વર્ષોની ઇચ્છા પૂરી થવા જઈ રહી હતી. જોકે, મુંબઈ પહોંચ્યો ત્યારે તેના બેંક ખાતામાં માત્ર ₹24 જ બચ્યા હતા. તેની આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખીને KBCની ટીમે તેના આવવા-જવા અને રહેવાની તમામ વ્યવસ્થા તથા ખર્ચની જવાબદારી સંભાળી હતી.

10 વર્ષની રાહ બાદ મળી હોટ સીટ

KBCના મંચ સુધી પહોંચવા માટે ભૂષણે લાંબી અને મુશ્કેલ સફર ખેડી છે. વર્ષ 2016માં, માત્ર 18 વર્ષની ઉંમરે તેણે પહેલી વખત આ શો માટે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. ત્યારબાદ 2016થી 2020 સુધી સતત પ્રયત્નો કરવા છતાં તેને ઓડિશન માટે બોલાવવામાં આવ્યો નહોતો. આખરે 2021માં તેને ઓડિશન આપવાની તક મળી, પરંતુ દર વખતે તે અંતિમ તબક્કા સુધી પહોંચતાં પહેલાં જ સ્પર્ધામાંથી બહાર થઈ જતો હતો. આ દરમિયાન કેટલાક લોકો તેને એવું કહીને નિરાશ કરતા કે પૈસા વગર KBCના મંચ સુધી પહોંચવું શક્ય નથી. જોકે, આવી વાતોથી ભૂષણનો આત્મવિશ્વાસ ડગ્યો નહીં. તેણે સતત પ્રયત્નો ચાલુ રાખ્યા અને આખરે 10 વર્ષની લાંબી રાહ તથા મહેનત બાદ 2026માં તેનું KBCની હોટ સીટ પર બેસવાનું સપનું સાકાર થયું.

જીતેલી રકમ થી માતાનું સપનું પૂરું કરીશ – ભૂષણ ઠાકરે

KBCમાં ₹1 કરોડની રકમ જીત્યા બાદ ભૂષણના જીવનમાં મોટો બદલાવ આવ્યો છે. એક સમય એવો હતો જ્યારે તેની માતાની સારવાર માટે માત્ર ₹1,000ની મદદ માંગવા બદલ સંબંધીઓ તેની મજાક ઉડાવતા હતા, પરંતુ આજે એ જ લોકો તેને ફોન કરીને જીતની શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. હવે ભૂષણ આ જીતેલી રકમનું યોગ્ય અને સુરક્ષિત રોકાણ કરવા માગે છે, જેથી તેના પરિવારને દર મહિને નિયમિત આવક મળી શકે. તેની સાથે તે વિચારે છે કે અભ્યાસ દરમિયાન માતાએ વેચવા પડેલા દાગીના કરતાં બમણા દાગીના ફરીથી તેમને લઈ આપે અને ભૂષણની સૌથી મોટી ઇચ્છા હવે તેના માતા-પિતાને મજૂરીમાંથી મુક્ત કરવાની છે. આ ઉપરાંત, તે પોતાની આગળની પીએચડી અને UPSCની તૈયારી માટે પણ આ રકમનો ઉપયોગ કરશે. એટલું જ નહીં, તેના નાના ભાઈને ડૉક્ટર બનાવવાનું સપનું પૂરું કરવામાં પણ આ જીતેલી રકમ મહત્વની ભૂમિકા ભજવશે.

પત્ની સાથે બનાલી પહાડો,જંગલ, બીચ અને આધ્યાત્મિક યાત્રાનો પ્લાન

Follow Us
Loading...
Unable to load recommendations.